________________
૩૨૦
પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા ક્રમાંક-૧૩૧ તથા ૧૩૨ લુખ્ખા જેવી સ્પેશીયલ કવોલીટી છે. અને તે કારણે આત્મા જાણી લીધો, બસ હવે કાંઈ કરવાની જરૂર નથી. કર્મનો ઉદય આવશે તે ભોગવી લઈશું પણ આત્મા તો અસંગ અને અબધ્ધ જ છે. એ કયાં બંધાયેલો છે? તેને બંધાયેલો કહેવો તે ભૂલ છે. આત્મા દેહથી સર્વથા ભિન્ન જ છે. સિધ્ધ સમાન છે, માટે કંઈ કરવાની જરૂર નથી. આવું જે વર્ણન કરે છે તે શુષ્કજ્ઞાની છે. એણે પક્ષ કર્યો નિશ્ચય નયનો અને એકાંતે નિશ્ચયનયથી કર્મ રહિત દશા છે તે વાત પણ સાચી પણ અત્યારે તે કર્મ રહિત નથી. દા.ત. પાણીનો સ્વભાવ ઠંડો છે તે વાત સાચી પણ પાણી ચુલા ઉપર છે અને ઊકળી રહ્યું છે ત્યારે કોણ કહેશે કે પાણી ઠંડું છે? પાણી વર્તમાનમાં ગરમ છે તે વ્યવહારની અપેક્ષાથી, પણ ગરમ પાણીને ઠંડું કરવું પડશે. તેવી જ રીતે નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુધ્ધ જ છે પણ અત્યારે ઘણાં વળગણો વળગેલાં છે. અંદર જુઓને ! રાગ દેખાય, મોહ દેખાય, ક્રોધ દેખાય, માયા, કામવાસના, લોભ બધું દેખાય છે. જ્ઞાની પૂછે છે કે આ તને દેખાતું નથી ? અમને તારામાં બધું જ દેખાય છે. અમને લોભ દેખાય છે. તમે તેની પાસે પૈસા માંગશો તો કહેશે મારી ચામડી કાપી લ્યો, પણ પૈસા નહિ મળે. આવું કહેનાર પાછો કહેશે કે આત્મા શુધ્ધ છે, બુધ્ધ છે, નિર્લેપ છે તેના માટે કંઈ કરવાની જરૂર નથી. આવું સાંભળીને સાધનો છોડી દેવા યોગ્ય નથી કારણ કે સાધન કર્યા વગર શુધ્ધ દશા પ્રાપ્ત થઈ શકશે નહિ.
ફરીથી કહું છું કે બીજમાં આખું વૃક્ષ છે એમ કહ્યા કરે અને બીજ તિજોરીમાં રાખે તો તિજોરીમાં ઝાડ નહિ થાય. બીજ ઉગશે નહિ, પડ્યું રહેશે. બીજમાં વૃક્ષ છે તે નિશ્ચયનય અને બીજમાં રહેલા વૃક્ષને ખીલવવા માટે જમીનમાં નાખો, પાણી ખાતર આપો. તેનું જતન કરો અને ઉગાડવા માટે બધી મહેનત કરો તે વ્યવહાર નય. બે પક્ષ છે. બંને સાચા છે. બીજમાં વૃક્ષ છે તેને પણ જાણો અને બીજને ખીલવવા માટે જે પ્રક્રિયા કરવી પડે તે પણ કરો. દૂધમાં ઘી છે તેમાં ના નહિ પરંતુ તપેલી લઈને બેસો અને બોલો દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે એમ પચીશ વખત બોલશો તો ઘી બહાર આવી જાય તેમ નહિ બને. પ્રયોગ કરી જોજો. એવું કાંઈ થાય છે ? પણ દૂધમાં ઘી છે તે નિશ્ચિત છે – આ નિશ્ચય નય. દૂધમાં રહેલા ઘીને પ્રગટ કરવા એ દૂધને પ્રોસેસમાં ઢાળવું પડે. દૂધમાંથી દહીં બનાવો, પછી દહીંને વલોવો, માખણ બહાર કાઢો પછી તેને ગરમ કરવાથી ઘી બનશે. પછી રોટલી ચોપડાશે. આ બધું કરવું પડે. દૂધમાં ઘી છે તે વાત નિશ્ચિત છે પરંતુ ઘીને પ્રગટ કરવા દૂધમાં પ્રોસેસ કરવી પડે છે. તેમ આત્મા શુધ્ધ છે તે વાત નિશ્ચિત પરંતુ આત્માને શુધ્ધ કરવા માટે આત્મામાં પ્રોસેસ કરવી પડે અને આ પ્રોસેસમાંથી પસાર થવું તેનું નામ વ્યવહાર. કેરીમાં રસ છે, રસ છે, તેમ કહી રસોડામાં બેસી રહો તે ન ચાલે. કેરીને ધોવી પડે પછી ધોળવી પડે અને પછી રસ પણ બહાર કાઢવો પડે. આ વ્યવહાર થયો. નિશ્ચયને મેળવવા વ્યવહાર કરવો જ પડે. આત્મા પરમાત્મા જેવો છે તે નિશ્ચય પણ વર્તમાનમાં કષાયો અને આસકિતથી મૂંઝાયેલો છે તેને દૂર કરવા માટે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org