________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૨ ૧ પ્રક્રિયાઓ કરવી પડે તેનું નામ વ્યવહાર.
જૈન દર્શન બંને વાતને સમતોલ રાખે. જૈન દર્શન એમ કહે છે કે મૂળભૂત અવસ્થા જે તમારી છે તેને તમે જાણો અને તેવી અવસ્થા વર્તમાનમાં અપ્રગટ છે તે પ્રગટ કરવા પ્રચંડ પુરુષાર્થ કરો. પુરુષાર્થ કરવો તેનું નામ વ્યવહાર અને અંદર શુધ્ધ સત્તા જે રહેલી છે તેને જોવી તે નિશ્ચય. કંઈ ખ્યાલમાં આવે છે? વાત બરાબર સમજજો. આ બે પક્ષોમાંથી એક પક્ષ એમ કહે છે કે તમે આત્માને જાણ્યો ને? કામ પતી ગયું. હવે શું જ કરવાની જરૂર નથી. આત્મા બંધાયેલો છે જ નહિં તો તેને મુક્ત કરવાની કયાં જરૂર છે ? માટે સ્વાધ્યાય કરવો. સવારે ધ્યાન કરવું, તપ વ્રત પૂજા અનુષ્ઠાનો કરવાં, આ ભાંજગડમાંથી મુક્ત થાવ. આ કશું જ કરવાની જરૂર નથી. સાધન કરવાની જરૂર નથી તેમ માન. આ એક નિશ્ચયનયની વાત થઇ. હવે કેટલાક લોકો માત્ર સાધન જ કરે છે, દોડધામ કરી મંડી પડે છે, બીજું કંઈ વિચારતા જ નથી.
વિષય રસમાં ગૃહી માચીયા, નાચીયાં કુગુરુ મદ પૂર રે,
ધૂમધામે ધમાધમ મચી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. મંદિરમાં જાય, જોર જોરથી ઘંટ વગાડે. શા માટે ઘંટ વગાડો છો? તો કહે કે ભગવાનને જગાડવા! પણ તું જાગને? જાણતો નથી કે આ બધું શા માટે કરવું? આ વ્યવહારની જડતા છે. વૃત્તિઓ કઈ છે? વિકારો કયા છે? આ કંઈ જ જાણતો નથી અને વ્યવહાર કર્યા કરે છે.
નિશ્ચયનયથી જે આત્માનું પ્રતિપાદન કર્યું તેને જાણતો નથી અને વ્યવહાર કર્યા કરે તે પણ અધૂરો છે અને નિશ્ચયનયથી આત્મા શુધ્ધ છે તેમ માની લે અને વર્તમાનમાં તેને સુધારવા કંઇપણ ન કરે તે પણ અધૂરો છે. બંને પક્ષો સાથે ચાલવા જોઈએ. આ વાત બરાબર સમજી લેજો. નહિ સમજાય તો કોઈપણ એક વાતની પકડ થઈ જશે. બીજી બધી વાત કરતાં જ્ઞાનની વાત કરવી, બ્રહ્મની વાત કરવી, પાંચ સાત સાંભળનાર મળે તો મલાવી મલાવીને વાત કરવી, તેમાં જે મઝા આવે છે તેવી મઝા તેને ધ્યાન કે વ્રત કરવામાં આવતી નથી. બલા છૂટી ગઈ. એમ કહે કે કોણ કરે છે ભાઈ ? અને કોણ ભોગવે છે? આત્મા કયાં બંધાયેલો છે? આત્મા મુક્ત છે, અસંગ છે, નિર્લેપ છે. આ સાધનો તો અજ્ઞાનીઓ માટે છે, અમારા માટે નહિ. અમારી ભૂમિકા તો ઘણી ઊંચી છે. અમારે આ કરવાની જરૂર નથી.
શાસ્ત્રોએ બે શબ્દો આપ્યા. “જ્ઞાનક્રિયામ્યાંમોક્ષઃ'. આ તૃતીયા વિભકિતનું દ્વિવચન છે. જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ છે. સામે દીવો પડ્યો છે. દીવામાં તેલ છે, વાટ બોળેલી છે અને માચીસ પડી છે. પરંતુ હાથ જોડી બોલ્યા કરો કે દીવો પ્રગટે, દીવો પ્રગટે ! પચાશ વખત બોલશો તો પણ અજવાળું નહિ થાય. તમારે માચીશને ઘસારો આપી દીવાને પ્રગટાવવો પડશે. જો ઘસારો ન આપો તો અગ્નિ પ્રગટ નહિ થાય. તેમ આત્મામાં પરમાત્મા છુપાઈને બેઠો છે. પણ તપ જપનો ઘસારો આપ્યા વગર પ્રગટ નહિ થાય. અનંતકાળ ગયો અને આત્મા પ્રગટ ન થયો તેનું કારણ એ છે કે તેણે આત્મા શબ્દોથી જાણ્યો છે પણ એટલાથી કામ નહિ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org