________________
૩૨૨
પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા ક્યાંક-૧૩૧ તથા ૧૩૨ સમ્યગદર્શન થયું કે નથી થયું તે નિર્ણય જ્ઞાની કરશે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા આવે સપુરુષાર્થ કરવો પડશે.
સમ્યગદર્શન જયારે થાય ત્યારે પ્રગટ આત્માનો અનુભવ થાય. જેને આ ઘરતી ઉપર સમ્યગ્દર્શન થયું છે તેને ધન્ય છે. સમ્યગ્દષ્ટિનું એક લક્ષણ તત્ત્વશ્રદ્ધાનપૂતમિા ન રમત્તે મોથી તેને તત્ત્વનું શ્રધ્ધાન છે. તત્ત્વની શ્રધ્ધાથી જેનો આત્મા, જેનું અંતરંગ જેની ચેતના પવિત્ર બની છે, શુધ્ધ અને નિર્મળ બની છે તેના કારણે તે સંસાર સાગરમાં રમતો નથી. કેટલાંક લોકો અભણ હતાં, તેમણે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે અમને સંસ્કૃત ભાષા સમજાતી નથી તો અમને સમજાય તેવી ભાષામાં કહો અને ભગવાને ગીતાનો સાર કહ્યો.
સંસારમાં સરસો રહે અને મને મારી પાસ, સંસારમાં રાચે નહિ તે જાણ મારો દાસ,
અર્જુન સુણો ગીતાનો સાર. આ ગીતાનો સાર. સંસારમાં રહે પણ અલિપ્ત અને નિર્લેપ રહે, જેમ પાણીમાં કમળ રહે છે તેમ. “સંસારમાં સરસો રહે અને મને મારી પાસ.” તેણે પોતાનું મન પરમાત્માને સોંપી દીધું છે. યાત્રામાં ઘણી વખત પૈસા સાચવવાનો ડર લાગે તો યાત્રી પોતાનું પાકીટ ડાહ્યા માણસને સોંપી દઈ નિરાંત અનુભવે છે. જગતમાં સૌથી વધારે સાચવનાર પરમાત્મા છે. આ મનરૂપી જે મૂડી છે તે પરમાત્માની બેંકમાં મૂકી દો. સંસારમાં જે રમતો નથી, રાચતો નથી, તલ્લીન થતો નથી તે નિર્લેપ રહી શકે છે.
એક સીત્તેર વર્ષના માજી સામાયિક કરતાં હતાં. ગામમાં વરઘોડો નીકળ્યો તો માળા કરતાં કરતાં ઊભાં થયાં. માજી ! આ શું કરો છો ? કહે છે બાપા ! જીવ્યા કરતાં જોયું ભલું. આ વ્યવહારની જડતા છે. આવું કરતા હોય, આવી જડતા હોય તો કાર્ય સફળ ન થાય. કોઈ તમને આવીને કહે કે તમને સમ્યગ્દર્શન થઈ ગયું છે તો માની ન લેશો કારણકે અવસ્થા હજી તૈયાર થઈ નથી. ભૂમિકા તૈયાર થઈ નથી. શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે ચોથા ગુણસ્થાને હોય તેના આ લક્ષણ હોય. પાંચમા ગુણસ્થાને હોય તેના આ લક્ષણ હોય, છટ્ટે સાતમે આવાં લક્ષણો હોય. સમ્યગદર્શન થયું હોય તો શમ, સંવેગ, નિર્વેદ અનુકંપા, આસ્તિકતા, ધર્મરાગ, શુશ્રષા, અખંડ વૈયાવચ્ચ, પર્યાદની શ્રધ્ધા, સદ્ગુરુ પ્રત્યે ભકિત, આ બધા લક્ષણો છે. આમાંથી કંઇપણ ઠેકાણું ન હોય તોયે કહેશે કે અમને સમકિત થયું છે. મુશ્કેલી બે થાય છે. થયું નથી અને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરતો નથી, તો તે બંને બાજુથી રહી જાય છે. આવા લોકો માટે શું કરવું ? તેઓ માને છે કે ધ્યાન - પ્રાણાયામ કરવાની શું જરૂર છે ? અમે આત્માને જાણ્યો છે.
આત્મા શુધ્ધ છે તેમ જાણવું, તે નિશ્ચયનય. વર્તમાનમાં તે અશુધ્ધ છે તેને શુધ્ધ કરવા સમ્યક્ઝકારે પુરુષાર્થ કરવો તે વ્યવહાર નય છે. ભગવાન મહાવીર સ્વામીજીએ-જૈન દર્શને બંને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org