________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૨૩ નયોને સાથે રાખવાનું કહ્યું છે. ઉપા. યશોવિજયજી મહારાજે એક નાનકડી વાત કરી કે...
નિશ્ચય દષ્ટિ હૃદયે ઘરીજી, પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. નિશ્ચય દૃષ્ટિ હદયમાં રાખીને જે વ્યવહારનું પાલન કરે છે તે સંસાર સમુદ્રના પારને પામશે. તેમણે એક વાત કરી છે. આદિવાસીઓ જંગલમાં રહેતા હોય છે. આદિવાસીનો રાજા પણ હોય. જયારે મોટો ઉત્સવ હોય ત્યારે તે માથા ઊપર મોટી પાઘડી બાંધે પણ નીચે પહેરવાનું કંઈ ન હોય. ‘ન પહેરણ લંગોટી.” આ કેવો વિચિત્ર લાગે? એમ નિશ્ચયનયની વાતો કરે પણ વ્યવહારમાં આચરણ કરતો નથી તે આના જેવો લાગે. બધા વેદાંતીઓ ભેગા થાય, જોરશોરથી ચર્ચા કરે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. આમ ચર્ચા ચાલતી હોય ત્યારે તેમાંથી કોઈ પંડિતની છીંકણીની દાબડી જો ખોવાઈ ગઈ તો આખું ઘર માથે કરે. ટાગોરજી કહેતા કે અલ્યા! આખું જગત મિથ્યા છે તો છીંકણીની દાબડી મિથ્યા નહિ ? આ એકાંત છે. એટલા માટે પરમકૃપાળુદેવે સલાહ આપી કે નિશ્ચયનયની વાણી સાંભળવી તો પડશે જ કારણકે તે પણ જરૂરી છે. આત્મા છે, તે શુધ્ધ છે તે જાણવું તો પડશે ને. આત્મા છે તેમ મૂળ પણ નક્કી કરવું પડશે. આત્મા નિર્લેપ છે તેમ નક્કી કરવું તે નિશ્ચયનયનું કામ, પ્રેકટીકલ અનુભવ કરવા પુરુષાર્થ કરવો તે વ્યવહાર નયનું કામ. બંને નયો સાથે ચાલવા જોઈએ. ગાડાનાં બે પૈડાં છે, પક્ષીને બે પાંખો છે, માણસને બે આંખો છે, બે પગ છે. બધું સાથે ચાલવું જોઈએ. એક પગનું ફ્રેકચર થયું હોય પછી જુઓ કે ચાલવામાં કેવી મઝા આવે છે ? એક પગથી કામ થતું નથી.
નિશ્ચયનય અને વ્યવહારનય બંને પક્ષો છે. બંને સાથે હોવા જોઇએ. નિશ્ચયનય જે વર્ણવે છે તે બરાબર છે. સમયસારમાં આત્માને ગાયો તે બરાબર છે અને રત્નકરંડ શ્રાવકાચારમાં બાર વ્રતની વાત કરી તે પણ બરાબર છે. નિશ્ચયવાદી તો રત્નકરંડ શ્રાવકાચારની બારવ્રતની વાતો લુખ્ખી ગણે અને સમયસારની વાત મહત્ત્વની ગણે. એકલો નિશ્ચયનયનો પક્ષ વ્યવહારનયની અપેક્ષા રાખ્યા વગર કરે તો આત્મા પ્રાપ્ત નહિ થાય. તેના હાથમાં કશું આવશે નહિ. માત્ર વાતોથી કદી કામ થતું નથી. એક ગામમાં રાત્રે તરગાળાઓ રમવા આવ્યા. રમત ચગી એટલે એક રબારીએ ખુશ થઈ કહ્યું કે જા, મારી એક ભેંસ તને દાનમાં આપી. આણે બીજો ખેલ શરૂ કર્યો તો તાનમાં આવીને કહે કે મારી ત્રણે ભેસો દાનમાં આપી. તરગાળાઓ ખુશ થયા અને ખુશીમાં ત્રીજો ખેલ શરૂ કર્યો, તો રબારીએ કહ્યું કે જા, તને આખા ગામની ભેંસો દાનમાં આપી. અલ્યા ! કોના બાપની દિવાળી કરે છે? તું શેનો કોઈની ભેંસો આપી શકે ? માત્ર વાતો થઈ ને ? વ્યવહાર નિરપેક્ષ માત્ર નિશ્ચયની વાતો કરે તે રબારી જેવો છે.
નિશ્ચયનય દ્વારા નિર્ણય કરવાનો અને વ્યવહારનય દ્વારા પ્રયોગ કરવાનો. વ્યવહારનય અને નિશ્ચયનય બને સાથે રાખવાં પડશે. સોનામાંથી જ ઘાટ ઘડાય છે પરંતુ ઘાટ ઘડવા સોનીએ પ્રક્રિયાઓ તો કરવી જ પડે છે. કપડું મેલું થાય છે તો તેને સાફ કરવા સાબુ ઘસી પાણીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org