________________
૩૨૪
પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા ક્યાંક-૧૩૧ તથા ૧૩૨ પલાળી રાખે. જેથી મેલ છૂટો પડે, પછી સાબુ કાઢવા ધોકા પણ મારવા પડે છે. આ બધું થાય પછી કપડું ઊજળું થાય. સ્વીકારવું પડશે કે મલિન કપડું ઉજળું થઈ શકે છે. આત્મા પરમાત્મા થઈ શકે છે, તે નિશ્ચય નય અને આત્માને પરમાત્મા થવા માટે વ્યવહારનયની ભૂમિકા ઊપર સાધના કરવી પડે છે. આ બંને નયોને સાથે રાખવાં તેનું નામ જૈન દર્શન. કોઈ પણ એક નયનું માનવું તે જૈનદર્શન નહિ. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય.'
લાગે છે કે તમને વાત સ્પષ્ટ થઈ ગઈ હશે. તમારા મગજમાં બેઠું તો ખરું ને કે હું આત્મા છું. અને આટલું માનવાથી તમે સમ્યગ્દષ્ટિ થઈ ગયા, હવે બીજુ કંઈ કરવાની જરૂર નથી એમ કોઈ કહે તો માનશો નહિ. આવા ગપ્પામાં અટવાશો પણ નહિ અને સાધનો છોડશો પણ નહિ. અમે જાણ્યું હવે અમારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. અમે તો અસંગ અને નિર્લેપ છીએ. આવુ બધું બોલે ખરા, પણ ચામાં સાકર ઓછું હોય તો ખલાસ. તમે નિર્લેપ છો ને? કેમ આમ થયું ?
એક સંન્યાસી એક બાઈને ઘેર આવ્યા. તેઓ વેદાંતી, તત્વજ્ઞાની પણ હતા. બાઇએ સરસ ભોજન બનાવ્યું. દૂધપાક, પૂરી, ઢોકળાં વિગેરે. સંન્યાસી પેટ ભરીને જમ્યા. બાઈએ જોઈ લીધું કે જીભનો સ્વાદ તો બરાબર છે, બરાબર જમ્યા છે. પછી બાઈએ કહ્યું કે આપ સ્નાન કર લીજીયે. સંન્યાસીએ કહ્યું કે મૈયા ! સ્નાન કરનેકી કોઈ જરૂરત નહીં હૈ. હમ તો જ્ઞાનગંગામે ડૂબકી લગાતે હૈ. બહુ આનંદની વાત થઈ. બાઇએ તો ગાદલું પાથરી દીધુ. સંન્યાસી બે કલાક નિરાંતે ઊંધ્યા. ઊઠીને કહે મૈયા! પાનેકા પાની દો. તો મૈયાએ કહ્યું, મહારાજ ! જ્ઞાનગંગામે સે પી લીજીયે. એકાંતે નિશ્ચયનયની વાતો કરનારા અને લોકોને અવળે માર્ગે લઈ જનારા ઉસૂત્ર પ્રરૂપણા કરે છે. અવળે માર્ગે ચડાવનારને અનંત સંસારનું બંધન થશે. નહાવું ન હતું કારણ કે ઠંડી હતી, અને તેથી જ્ઞાનગંગામાં સ્નાન કર્યું. પણ ભજીયાં ઢોકળાં ખાઈને તરસ લાગેલી એટલે પાણી માંગ્યું. બેન તેની ગુરુ થઈ અને કહે કે જ્ઞાનગંગામાંથી પાણી પી લો તરસ છીપાઈ જશે. આમ માત્ર વાતોથી કામ નહિ થાય. માટે “નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાં નોય.” તો શું કરવું ? “નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય.” આ લક્ષ રાખવું. સોનાની કસોટી અગ્નિમાં જ થાય, અગ્નિમાં સોનું પડવા તૈયાર ન હોય તો સમજી લેજો કે સોનું નહિ ઘડાય.
જ્ઞાન અને ધ્યાનની કસોટી જયાં તીવ્રપણે સાધના થતી હોય ત્યાં જ થાય. તેથી જ પરમકૃપાળુ દેવે આ ગાથામાં આ વાત કરી. ૧૩૨મી ગાથામાં આની ફરી પુનરાવૃતિ છે. આ આત્મસિદ્ધિમાં એકાંતે નિશ્ચય કે એકાંતે વ્યવહારનયની વાત નથી કરી પણ જયાં જયાં જેમ ઘટે તેમ સાથે રાખી વાત કરી છે. આ બંને પક્ષોની વાત ફરી ફરી વિચારજો. જો આ વાત સમજશો તો તમે નિશ્ચય અને વ્યવહારનો મેળ કરી શકશો.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org