________________
૧૬૬
પ્રવચન ક્રમાંક - ૮૪, ગાથા ક્રમાંક-૧૧૦ અતીન્દ્રિય ક્ષેત્રમાં ઘટી છે. એવી ઘટના જેમના જીવનમાં ઘટી છે એ મહાપુરુષોએ કરુણાને વશ થઈ ઉપદેશ આપ્યો છે. પરમકૃપાળુદેવ દ્વારા આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે, તેમણે રચના કરી નથી. તેમને સ્કુયું. અંદર હતું તે પ્રગટ થયું. અંદરમાં હોવું, બહાર પ્રગટ થવું, સાથે તેને શબ્દોમાં ઢાળવું, આ ત્રણે પ્રક્રિયાઓ સાથે થાય તે જ્ઞાનીનું કાર્ય છે, તે વિદ્વાનોનું કાર્ય નથી.
આ ગાથાઓમાં એક પ્રક્રિયાનું વર્ણન છે, જેમાં સાધકને સદ્ગુરુ પ્રાપ્ત થાય છે. સાધક જીજ્ઞાસુ બને છે, તેને જાણવાની તાલાવેલી પ્રગટ થઈ છે, તેને જાણવું જ છે. ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે,
जिज्ञासा च विवेकश्च, ममतानाशकावुभौ ।
(અધ્યાત્મ સાર. મમતાત્યાગાધિકાર ગાથા નં. ૨૭) જીજ્ઞાસા અને વિવેક બન્ને મમત્વનો નાશ કરનાર છે. અજ્ઞાનનો, મોહનો, અવિદ્યાનો નાશ કરનાર છે. શબ્દ સાંભળી લેજો કે જીજ્ઞાસા અને વિવેક મમતાનો નાશ કરે છે, અજ્ઞાન અને મોહને દૂર કરે છે, ભ્રમને દૂર કરે છે. પોતાના જીવનમાં થયેલ આસક્તિ અને પ્રમાદને પણ દૂર કરે છે. એવી જીજ્ઞાસા જ્યારે પ્રગટ થાય ત્યારે કષાય ઉપશાંત થાય, મોક્ષની જ ઈચ્છા રહે, ભવનો ખેદ રહ્યા કરે અને પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ, આ ચાર ગુણો પ્રગટ થાય અને એવા જીજ્ઞાસુને સદ્ગુરુનો યોગ પણ થાય જ. આમાં કોઈ જ શંકાનું કારણ નથી.
જ્યાં સાકર પડી છે ત્યાં કીડીઓ આવવાની જ છે. સાકર તમારા કબાટમાં, કબાટની અંદરના ખાનામાં, ડબ્બામાં પડી છે, છતાં કીડીબાઈ ત્યાં પહોંચી જાય છે કારણ કે તેનામાં એ પ્રકારની સેન્સ અને સમજણ છે. તેમ સદ્ગુરુ જીજ્ઞાસુ પાસે આવશે ને આવશે જ. અને જ્યારે આવશે ત્યારે જીજ્ઞાસુને અંદર એક છબી દેખાશે, એક સંવેદન થશે, એક અનુભૂતિ થશે. જેમ મા આવે ત્યારે બાળકને એક પ્રકારની સંવેદના થાય છે, તેમ જીજ્ઞાસુને પણ સંવેદના થાય છે, આશા થાય છે, હાશ થાય છે કે હું જેને શોધતો હતો તે મને મળ્યાં. અપૂર્વ આનંદ છે. હજુ કંઈ થયું નથી, ઘટના ઘટી નથી, માત્ર સદ્ગુરુ આવ્યા છે અને મળ્યા છે. આકાશમાં વીજળી ગરજી રહી છે, વાદળાં બંધાણા છે, મોર ધરતી ઉપર ટહુકાર કરે છે, એમ કહે છે કે તમે આવો.જેમ વરસાદને મોર આહવાહન કરે છે કે તમે આવો, અમે તમારી પ્રતીક્ષા કરીએ છીએ તેમ જીજ્ઞાસુ સદ્ગુરુને આહવાહન કરે છે કે તમે આવો, અમે તમારી પ્રતીક્ષા કરીએ છીએ. જીજ્ઞાસુ બોલાવે છે તે નિરર્થક થતું નથી, તે નિષ્ફળ જતું નથી. સદ્ગુરુ આવે છે, મળે છે અને પ્રેમથી તેનો સ્વીકાર કરે છે. આ પ્રેમ ભાવાત્મક છે, પ્રેમમાં આસકિત નથી, મોહ, મમત્વ નથી, આગ્રહ નથી, સ્વાર્થ નથી. અંદર ન નિર્મળ, નિર્ભેળ, શુદ્ધ અને પરમ પ્રેમ છે. આવો પ્રેમ જ્યાં ઘટે છે, તેને કહેવાય છે. ગુરુ શિષ્યની સંધિ. સંધિ થાય છે એટલે જોડાણ થાય છે. પ્લગ જુદો, પીન જુદી, કંઈ થતું ન હતું પણ પ્લગમાં પીન નાખો કે પ્રવાહ ચાલુ. સદ્ગુરુ પ્લગ છે, જીજ્ઞાસુ પીન છે. એ બન્નેનો મેળાપ થાય છે પછી જે ઘટના ઘટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org