________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૭
છે તે અદ્ભુત છે. શું ઘટે છે ? સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી પહેલી ઘટના સદ્ગુરુ બોધ આપે છે. બોધ જ્યારે આપે છે ત્યારે શબ્દો અલગ અલગ હોય છે પણ તાત્પર્ય એક હોય છે કે તારું સુખ તારી પાસે છે. તારો ખજાનો તારી પાસે છે તારો વૈભવ તારી પાસે છે. તું માત્ર ભૂલી ગયો છે. તેં કશું ખોયું નથી.
આપ આપકું ભૂલ ગયા, ઇનસે કયા અંધેર ? સમર સમર અબ હસત હૈં, નહિ ભૂલેંગે ફેર.
આ સદ્ગુરુ એને યાદ કરાવે છે, એને સ્મૃતિમાં લાવે છે. જેમ મનોવૈજ્ઞાનિકની દૃષ્ટિએ કોઇ વ્યકિતને માથાની નસમાં નુકશાન થયું હોય અને પોતાનું નામ ભૂલી જાય અને કોઇ પૂછે તો યાદ ન આવે અથવા બીજું જ કહે, પછી ધીમે ધીમે ટ્રીટમેન્ટ મળતાં યાદ આવી જાય કે હા, આ મારું નામ છે. તેમ સદ્ગુરુ કહે કે તું શરીર નથી, ઇન્દ્રિયો નથી, તું પ્રાણ નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી, તું અહંકાર નથી, તું રાગદ્વેષ કે કષાયો નથી, તું વિકારો, વાસનાઓ કે વિકલ્પ નથી, તું કોઇનો માલિક નથી, તું જાતિ, વર્ણ કે કુળવાળો નથી. બધાથી જુદો તું ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છો. સદ્ગુરુના વચનથી તેને સ્મૃતિમાં આવે કે હા, હું આત્મા છું. આપણને આપણી સ્મૃતિ થાય તે સૌથી મોટી ઘટના છે. આત્મા આવા બોધને પ્રાપ્ત કરે તેને શાસ્ત્રો વ્યવહાર સમક્તિ કહે છે. જેનો અનુભવ કરવાનો છે તેનું સ્પષ્ટ ચિત્ર આવી ગયું છે. વ્યવહાર સમકિત એટલે કલીયર પીકચર.
દર્શનમોહનીય-મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય તે ક્રોધ, માન, માયા, લોભ એમ કુલ પાંચ પ્રકૃતિનો ઉપશમ થયા પછી એને જેનો અનુભવ થવાનો છે તેનું લગભગ પીકચર બુદ્ધિમાં આવી જાય. આવું જે તત્ત્વ અને તેના પ્રત્યેની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક્ત્વ. સમજી લેજો કે અનુભવ થયો નથી પણ થવાનો છે. પ્રક્રિયામાં ઢળ્યો નથી પણ ઢળવાનો છે, અનુભૂતિ બાકી છે. અને એ અનુભૂતિ થાય તે અસલ સમકિત, જેને શાસ્ત્રો નિશ્ચય સમક્તિ કહે છે.
સદ્ગુરુનો બોધ પ્રાપ્ત થયા પછી તેની સામે એક પીકચર આવ્યું કે આવો આવો આત્મા છે. આ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને કાળ આ બધા વચ્ચે જીવ દ્રવ્ય આવું છે, ચેતન તત્ત્વ આવું છે. તે દ્રવ્ય છે તેના અસંખ્યાત પ્રદેશો છે, તેના શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, ચારિત્ર વીર્ય વિગેરે અનંતા ગુણો છે અને તેની અનંતી પર્યાયો છે. તે બધાનું પીકચર કલીયર થઇ જાય ને તે થયા પછી તેનો સ્વીકાર જ્યારે થાય તેને કહેવાય છે શ્રદ્ધા. આવી શ્રદ્ધાને શાસ્ત્રોએ વ્યવહાર સમકિત કહ્યું છે.
શાસ્ત્રો વાંચીને તમે પણ કહી શકશો કે આટલાં તત્ત્વો અને આટલાં દ્રવ્યો છે. આ દ્રવ્ય, ગુણ, પર્યાય છે. તમે બુદ્ધિશાળી હો અને બોલવાની ક્ષમતા હોય તો તમે પણ કહી શકો પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે અનુભવ કર્યો છે. એવો અનુભવ ન થાય ત્યાં સુધી તમે તેનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org