________________
૧૬૮
પ્રવચન ક્રમાંક - ૮૪, ગાથા ક્યાંક-૧૧૦ દૂર છો. એવો અનુભવ કઈ રીતે થાય ? સદ્ગુરુનો બોધ મળ્યા પછી તે પોતાના અંતર તરફ વળે. હવે એને ખબર પડી કે આ મારું ઘર છે. મારા ઘરમાં જાતજાતનો કચરો ભરાયેલો છે. અસ્તવ્યસ્ત અવસ્થા છે. પોતાનું ઘર હવે તેને સ્વચ્છ કરવું છે. દાસ રણછોડે, ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઉઘાડ્યું તાળું ! દિલમાં દીવો રે કરો.
આ રણછોડ નામના અભણ ભક્ત કહ્યું કે મારા ગુરુના કહેવાથી મેં મારું ઘર સંભાળી લીધું. ઘરમાં કેટલો બધો કચરો ભર્યો છે? કેટલી બધી અશુદ્ધિ છે? સાવરણો લઈ ઘર વાળવા માંડ્યું. વ્યવહાર સમક્તિ થયા પછી પોતાના દોષો દેખાય અને દોષો દૂર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય, તેને જ્ઞાનીઓએ અંતરાત્મ અવસ્થા-અંતર્મુખતા કહી છે. જીજ્ઞાસુ કરે શું? જીજ્ઞાસુ બોલ બોલ ન કરે, એ કહેવા ન નીકળે. જીજ્ઞાસુ થયો તેથી તેને ભાન થયું કે ઓહો ! આ ચૈતન્યદ્રવ્ય ઉપર કેટલો બધો મેલ ચડી ગયો છે? આટલા બધા કર્મો? આટલા બધા વિકારો, વિકલ્પો અને આવી હાલત ? એ ભાન થતાંની સાથે જ એ કામે લાગે છે, એ કામે લાગી જવું તેનું નામ સમ્યક ચારિત્ર. આપણામાં એટલે આત્મામાં જે કચરો છે તે જાણીને, કચરો કાઢી નાખવાના કામે લાગી જવું તે માટે અદ્ભુત શબ્દ વાપર્યો છે ‘વર્તે અંતરશોધ'. અંતર શુદ્ધ કરવા માટે એ પ્રવર્તે છે, કારણ અંતરાત્મા-અંતર્મુખ થયો અને જે પોતાનું નથી તેની તેને ખબર પડી ગઈ. જ્ઞાન જ પોતાનો સ્વભાવ છે. રાગ સ્વભાવ નથી, કષાય સ્વભાવ નથી, મોહ સ્વભાવ નથી, માયા સ્વભાવ નથી, વિકાર સ્વભાવ નથી. જે મારો સ્વભાવ નથી તે બહારનું છે તેને કાઢો. જે સ્વભાવ છે તેને જાળવો. સ્વભાવને જાળવવો અને વિભાવને દૂર કરવો એ પ્રક્રિયામાં સાધક ઢળી ગયો. - સદ્ગુરુ મળ્યા પછી પોતાનો મત અને માનેલું દર્શન છે તેનો આગ્રહ છોડી દે છે. પરમકૃપાળુદેવે ત્રણથી ચાર જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે “મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ. તેમની દૃષ્ટિએ સૌથી મોટું નડતર અથવા અવરોધ જો હોય તો મત અને દર્શનનો આગ્રહ છે, તેથી તે પરમાર્થ કે સિદ્ધાંત પામી શકતો નથી. આત્મશોધ કે અનુભૂતિ કરી શકતો નથી. બીજા અવરોધો છે તેની ના નહીં પરંતુ આના જેવો કોઈ અવરોધ નથી. શરૂઆતમાં મતાર્થી લક્ષણમાં પણ મતદર્શનનો આગ્રહ છોડવાનું કહ્યું અને અહીં ૧૧૦ મી ગાથામાં ફરી કહ્યું, “મત દર્શન આગ્રહ તજી, વર્તે સગુરુ લક્ષ, લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ' આખો સંસાર છોડી શકાય, અણગાર થઈ શકાય, દિગંબર અવસ્થા પ્રાપ્ત કરી શકાય, જંગલમાં રહી શકાય, માસખમણ વિગેરે તપ તથા સ્વાધ્યાય કરી શકાય, યમ, નિયમ, પ્રાણાયામ, હઠયોગ કરી શકાય પણ પોતાનો માનેલો મત અને પોતાનું માનેલું દર્શન તેનો આગ્રહ છૂટવો ઘણો મુશ્કેલ છે. મતદર્શનનો આગ્રહ ન છૂટે ત્યાં સુધી સ્વરૂપની અનુભૂતિ ન થાય.
કોઈ કવિએ કહ્યું છે કે “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ' આખો ડુંગર તણખલાથી ઢંકાઈ ગયો છે. મત અને દર્શન એ તણખલાં છે અને તેને કારણે ચૈતન્યરૂપી ડુંગર ઢંકાઈ ગયો છે તો સાધક શું કરે? સાધક તેને ખસેડવા બળ અને હિંમત વાપરે. બાહ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org