________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૭૬
ગાથા ક્રમાંક - ૧૦૨-૨ ) કર્યતંત્રનું કારણ અને કાર્ય
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) થોડી વાતો સ્પષ્ટ સમજી લઈએ તો ગાથાના મર્મનો ખ્યાલ આવશે. કર્મના પ્રકાર અનંત છે. જીવો પણ જગતમાં અનંત છે અને સાથે સાથે ભાવના પ્રકાર પણ અનંત છે. સીતાર ઉપર આંગળી ફરી વળે છે. સાંભળનારને ખબર નથી પડતી કે શું થાય છે ? પણ અનુભવ થાય છે કે મધુર સંગીત ગુંજી રહ્યું છે. રવિશંકરની આંગળી સિતારના તાર ઉપર ફરે છે. હારમોનિયમમાં ગોઠવાયેલી નોટ ઉપર આંગળી ટચ થાય એટલે ગીત પેદા થાય છે. પછી તેને નામ મળે કે આ દીપક રાગ, આ મલ્હાર રાગ, આ ભીમપલાસ રાગ વિગેરે અને સ્વર પણ નક્કી થાય છે. નદી ઉપર પવન આવે એટલે તરંગો ઊઠે છે તેમ આત્મપ્રદેશોમાં કંપન જ્યારે થાય છે ત્યારે ભાવ ઊઠે છે.
આત્મા એક અખંડ તત્ત્વ છે, તેના અસંખ્ય પ્રદેશો છે. તે ક્યારેય છૂટા નથી પડતા. ચૂલા ઉપર પાણી ગરમ થઈ ઊકળે, ઊંચું નીચું થાય, એમ આત્મપ્રદેશોમાં કંપન થાય છે, કંપન ઉપરથી નક્કી થાય છે કે આ ક્રોધ છે, આ અહંકાર છે, આ માયા છે, આ લોભ અને આ ઢેષ છે. સિતાર પર આંગળી ફરે પછી ગીત ઉત્પન્ન થાય. તાર તો એના એ જ છે. આંગળી અલગ અલગ ફરે છે તેમ આત્માના પ્રદેશોમાં અલગ અલગ કંપન થાય, એમાંથી જે રીધમ આવે છે એને ભાવ કહેવાય છે. ભાવ અને વિચાર એ બન્ને જુદા છે. ભાવ પછી વિચારની પ્રક્રિયા થાય. પહેલાં ભાવ ઊઠે છે. પ્રેમભાવ, દ્વેષભાવ વગેરે અલગ અલગ ભાવ. ગમાનો ભાવ, અણગમાનો ભાવ, અહંકારનો ભાવ, તિરસ્કારનો ભાવ, ધૃણાનો ભાવ, કોઈને દુઃખી કરવાનો ભાવ. આવા બધા જે ભાવો છે તે અંદર થતા હોય છે. ભાવ પછી વિચાર થાય.
ગાડી ચાલે છે પણ કયારેક સાઠ માઈલની સ્પીડ ઉપર, કયારેક એશી માઈલની સ્પીડ ઉપર, જેમ એકસીલેટર ઉપર પગ દબાવે તેમ તેની સ્પીડ વધે. જે પ્રમાણે અંદરમાં ભાવની રેઈન્જ હોય અને જે પ્રકારનો ભાવ હોય, તે ભાવ પ્રમાણે કર્મ નક્કી થાય. તમને નવાઈ તો લાગશે પણ આ કામ ચોવીસ કલાક અંદર થઈ રહ્યું છે.
સમયે સમયે અનંત કર્મોનો બંધ થઈ રહ્યો છે પણ આપણે તે જોઈ શકતા નથી પણ તેનું કારણ જુદા જુદા ભાવો છે. જુદા જુદા પદાર્થો, વસ્તુઓ, વ્યકિતઓ, સંયોગો, બનાવો, ઘટનાઓની આપણા ઉપર અસર થાય છે અને અસર પ્રમાણે આપણને ભાવ થાય છે. ભાવ જ્યારે થાય ત્યારે નક્કી થાય કે આ ભાવના નિમિત્તે (૧) આ પ્રકારનો કર્મબંધ થયો છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org