________________
પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા ક્યાંક-૧૦૨-૧ સંસ્કૃતમાં પણ બોલ્યાં. પછી તેમને લાગ્યું કે સંસ્કૃત સમજનારા નહિ હોય એટલે ગુજરાતીમાં પણ બોલ્યા. અને હવે અંગ્રેજીમાં પણ બોલે છે. શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરીએ પરભાવ. શું થાય છે? આ વિચાર કરતાં કરતાં તેને વીતરાગ પરમાત્મા નજરમાં આવે છે. આ વીતરાગ પુરુષ એવો કોણ છે ? જેને શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ પણ નથી અને શુદ્ધ ભાવ છે અને સતત વીતરાગભાવ જ છે. આ વીતરાગ પુરુષનું જ અવલંબન લેવું અને વીતરાગ પુરુષને ઓળખાવનારા સદ્ગુરુનું અવલંબન લેવું. આવા શુદ્ધદેવનું અવલંબન કરતાં કરતાં પરભાવ, કષાયો, રાગદ્વેષ, છૂટી જાય. વિકલ્પો, વિકારો, વાસનાઓ, શુભ અને અશુભ ભાવ છૂટી જાય, તેમનો પરિહાર થઈ જાય, પછી આત્માનો જે જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપી ધર્મ છે તેમાં રમણતા કરતાં કરતાં અંદરથી આત્મ સ્વભાવ પ્રગટ થાય. જે અંદરમાં હતું તે બહાર આવ્યું. હવે અમને ખબર પડી કે તમે જુદા અર્થમાં કહો છો. અમે જુદા અર્થમાં કહીએ છીએ. સત્ય પ્રયોગ.
“આત્મગુણ નિર્મળ નિપજતાં ધ્યાન સમાધિ સ્વભાવે આત્માના નિર્મળ ગુણ પ્રગટ થાય એ ધ્યાનમાં થાય અને ધ્યાન કરતાં કરતાં તે સ્વરૂપમાં ઠરી જાય તે સમાધિ. આવી સમાધિમાં જાય ત્યારે તેને સ્વભાવની પ્રાપ્તિ થાય, આ નિજભાવ. ગઇકાલનો શબ્દ યાદ કરો નિજભાવ.
પૂર્ણાનંદ સિદ્ધતા સાધી, દેવચંદ્ર પદ પાવે રે, સ્વામી વિનવીએ મન રંગે.
પૂર્ણ આનંદ અને શુદ્ધતાનો સ્વભાવ પ્રાપ્ત કરીએ. પરમપદની પ્રાપ્તિ જે કરે છે તે શેનાથી કરે છે ? આ પ્રક્રિયાથી કરે છે.
હવે એક વાત સાથે વિચારી લઈએ કે આ ભાવ અંદર થાય છે પણ કો-ઓપરેટીવ ફેક્ટર તો અંદર હશે ને ? આ જગતમાં કંઈ જ ન હોય તો ભાવ જુદો થાય. શુભ અને અશુભ ભાવ જે થાય છે, જેની હાજરીમાં થાય છે તેને કહે છે નિમિત્ત. એ નિમિત્તોને શોધી લેવાં પડશે.
હવે પછીનાં સૂત્રો કર્યતંત્રનાં છે, તેને જોઈશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org