________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૩
કરીએ. આવા લોકો પણ દુનિયામાં છે. કાશીથી મહારાજ આવ્યા છે, તેને હનુમાનજી સાક્ષાત્ પ્રસન્ન છે. તે તમામ દુઃખોને દૂર કરે છે. દીકરા ન હોય તેને દીકરા પણ આપે છે. પૈસા ન હોય તેને પૈસા મળે છે. અહીં બધા લાઇન લગાડે છે. મહારાજને કહેવું જોઇએ કે તમે કમાણી કરવા મુંબઇ આવ્યા શું કામ ? કાશીમાં જ રહો ને ! તમે ભગવાનને કહો છો કે મારાં જન્મ-મરણ ટાળો પણ પ્રભુ કહે છે કે દીકરા ! તારી પાસે શુભાશુભ કર્મો પડ્યાં છે, હું તને બચાવી નહિ શકું. શુભાશુભ બંને ભાવો બંધનું કારણ છે, એના માટે તત્ત્વજ્ઞાનની પરિભાષામાં આસ્રવ શબ્દ આપ્યો.
તત્ત્વો પણ જેમ છે તેમ સમજવાની વાત કરી છે. નવ તત્ત્વો છે, તેમાં આસ્રવ એક તત્ત્વ છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધનું કારણ છે તેનાથી કર્મોની આવક થાય છે. તેને કહેવાય છે આસવ. આ આસ્રવ તત્ત્વથી સંસાર વધે. એક ત્રીજા નંબરનો ભાવ છે, તે શુદ્ધ ભાવ છે, તે માત્ર શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ, શુદ્ધ આત્મસ્વરૂપની અનુભૂતિ, શુદ્ધ આત્મસ્વરૂપમાં લીનતા, શુદ્ધ આત્મ સ્વરૂપમાં તન્મયતા, જાગૃત અવસ્થા. આ અવસ્થામાં કોઇ કંપન નથી, કોઇ ધ્રુજારી નથી, કોઇ ભાવ નથી, રાગ દ્વેષ નથી, ક્રોધ કે ક્ષમા નથી, પુણ્ય કે પાપ નથી, કોઇ જાતના ભાવ નથી. માત્ર આત્મસ્વરૂપમાં રમણતાં છે. પરમ પારિમાણિક ભાવમાં જ રમણતા છે. સમગ્રપણે જ્ઞાન જ્ઞેયોમાંથી છૂટું પડીને શાતામાં ઠર્યું છે, એવી જે અવસ્થા તેને કહેવાય છે શુદ્ધ ભાવ. એ શુદ્ધ ભાવમાં બંધન થતું નથી. કર્મનું કારખાનું બંધ થાય છે. આને કહેવાય છે અબંધક દશા, અને આવી અબંધક દશા અપ્રમત્તભાવમાં પ્રાપ્ત થાય. અપ્રમત્ત ભાવ હોય ત્યાં ધ્યાનની દશા હોય અને જયાં ધ્યાનની દશા હોય ત્યાં નિજસ્વભાવે રમતો હોય. પોતાના સ્વરૂપમાં રમણતા કરતો હોય ત્યાં કર્મનો બંધ નહિ, કર્મની ફેકટરી નહિ. તમે હશો પણ ત્યાં કર્મનો બંધ નહિ હોય, કારણ કે શુભાશુભ ભાવ બંધ થઇ ગયા. ફકત રહ્યો શુદ્ધ ભાવ. તમે જ રહ્યા, તમે જ રહ્યા અને તમારી ચેતના તમારામાં જ ઠરે. આપણે ઘેર આપણે આવી ગયા, ‘અપને ઘરમેં અપના રાજ'.
નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો.
ત્યાં ભાવ નથી, વિકલ્પ નથી, વિકાર, વિભાવ કે રાગ દ્વેષ નથી. વિપરીત બુદ્ધિ નથી, વિકૃતિ નથી એટલે એમ કહે છે કે કર્મતંત્ર નથી. ઉત્પાદન નથી. ઉત્પાદન બંધ હોય તેવી અવસ્થાને સંવર કહે છે અને સંવરની સાથે એક બીજી પ્રક્રિયા થાય છે. ઉત્પાદન તો બંધ થયું પણ પહેલાં જે ભેગું કર્યું છે તેનો નિકાલ કરવો પડેને ? નિકાલ થાય તેને નિા કહે છે. તો શું થાય ? કર્મો બેલેન્સમાં ન રહે. કર્મોનો ક્ષય થાય અને મોક્ષ હાથમાં આવે. આટલો સહેલો મોક્ષ છે. જરાપણ કઠિન નથી. આ મોક્ષનો પંથ છે.
શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરીએ પર ભાવ,
આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ.
આ દેવચંદ્રજી મહારાજ ગુજરાતીમાં બોલ્યા. ધન્ય છે આ સંતોને. માગધીમાં બોલ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org