________________
પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા માંક-૧૦૨-૧ આ તાકાત કર્મની નહિ માનતા પણ આ તાકાત તમારા ભાવની છે. ખ્યાલમાં આવે છે ? કર્મો તો એમ કહે છે કે તમે ભાવ કરવાનું શરૂ કરો એટલે અમે અમારું કામ ચાલુ કરીએ છીએ. તેની પહેલાં અમારું કામ ચાલું થતું નથી. સૈનિકો ઊભા હોય, અને સેનાપતિ પણ ઊભા હોય. સેનાપતિ એટેન્શન એમ કહે એટલે એકદમ પૂતળાં થઈ જાય અને પછી કહે લેફટરાઈટ, કવીક માર્ચ. લેફટ તો લેફટ અને રાઈટ તો રાઇટ જ પગ ઉપાડે. તમે જુઓ તો ખરા? આ કર્મો એમ કહે છે કે અમારું કામ તમારા ભાવ પછી જ ચાલુ થાય છે. સમજાય છે?
બહુ મોંઘી બજાર છે આ. હીરા માણેક તો કરોડ રૂપિયામાં મળે, આ કરોડની વાત જ નહિ, સાગરોપમ અને ક્રોડાકોડીની વાત. જીવ જે સમયે જેવાં ભાવ કરે છે, અજ્ઞાનમાં કરે, સમજીને કરે, વગર સમજીને કરે, જાણી ને કે જાણ્યા વગર કરે, હું દિલગીર છું, એમ કહે એટલું કહેવાથી કામ પતતું નથી. જો પતતું હોત તો આપણે કરતા જ રહેત, પણ રચના થઈ જ જાય છે. આ ફેકટરી જુઓ, આ સમયે આ ભાવ થયો અને એ સમયે જ કર્મનો બંધ થઈ ગયો. અને એ સમયે નિજની નિયતિ, કયાં જનમવાનો ? ક્યાં જવાનો ? કયાં ભોગવવાનો? કેવી રીતે ભોગવશે ? શરીર કયાં મળશે? કેટલો સમય રહેશે ? કર્મો ઉદયમાં આવ્યા પછી કેટલો ટાઇમ કર્મોનું ફળ ભોગવવું પડશે ? કોની કોની હાજરી હશે ? એક સમયમાં આ ફેકટરીમાં બધું નક્કી થઈ જાય છે, માટે જાગો, હરપલ જાગો, પ્રત્યેક સમયે શુભ કે અશુભ કર્મનો બંધ પડે છે.
આ સંસાર બે પાયા ઉપર ચાલે છે. શુભ કર્મ અને અશુભ કર્મ. જેને તમે સુખ કહો છો તે શુભકર્મનું ફળ છે અને જેને તમે દુઃખ કહો છો તે અશુભકર્મનું ફળ છે. આ બે કર્મો શુભ અને અશુભ તમારા ભાવથી ટ્રાન્સફર થઈ જાય, અને આ ભાવ તમે એક સમયમાં કરો છો. હવે તમને ખબર પડી કે તમે કેટલા જબરા છો અને તમારામાં કેટલી તાકાત છે? આ બધું તમે કરી શકો છો. ફરી પુનરાવૃત્તિ કરી લઈએ કે “જીવ, ઇસ સમય જૈસા ભાવ કરતા હૈ, વહ ઉસ સમય થી શુભ અશુભ કર્મ કા બંધ કરતા હૈ!” જે સમયે ભાવ કરે તે જ સમયે, બીજે સમયે નહિ અને ભાવ જુદો અને રચના જુદી તેમ નથી. બાંધેલા કર્મના ભાગ પણ પડશે. કયા ભાગ ? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વિગેરે ભાગલા પડશે. આ તો વહેંચણી થઈ ગઈ. મૂળ મૂડી તો તમે મેળવો છો તેમાંથી આ મોટાનું, આ નાનાનું, આ વચલાનું વિગેરે તમે ભાગ પાડો છો ને તેમ એક સમયમાં ભાવ થાય, એ ભાવ પ્રમાણે એ સમયે શુભ કે અશુભનો બંધ થાય છે. તે માટે ભાવની મૂડી તમારી પાસે છે.
શુભની ધારા અને અશુભની ધારા આ સંસારનું મૂળ છે. દેવગતિ અને મનુષ્યગતિ એ શુભનું પરિણામ. અશુભનું પરિણામ નરકગતિ અને તિર્યંચગતિ. શુભ કર્મો શુભ રીતે અને અશુભ કર્મો અશુભ રીતે ભોગવવાં પડે છે. ટૂંકમાં અશુભ કર્મ ભોગવતી વખતે અશાતા હોય અને શુભકર્મ ભોગવતી વખતે શાતા હોય. બેલેન્સમાં અશુભકર્મો હશે તો એ કર્મો અશાતા આપ્યા વગર રહેશે નહિ. લોકો કહે છે કે આ દુઃખ થાય છે તો જંતર મંતર દોરા ધાગા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org