________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૧ ! વિપરીત બુદ્ધિ એ મિથ્યાત્વ છે, તમે માનો તે મિથ્યાત્વ નથી. સમકિત પણ ઘર ઘરનું અને મિથ્યાત્વ પણ ઘર ઘરનું છે. આવી વિપર્યાય બુદ્ધિ તેને કહેવાય છે મિથ્યાત્વ, તેને કહેવાય છે દર્શનમોહ.
વિપસ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ, દર્શનમોહ, મિથ્યાત્વ, અજ્ઞાન, ઊંધી માન્યતા, વિરુદ્ધ માન્યતા આ બધા એકાર્થી શબ્દો છે. આ વિપર્યાસ બુદ્ધિ દૂર થયા સિવાય તત્ત્વ જેમ છે તેમ સમજાશે નહિ. કંઈ ખ્યાલમાં આવે છે ? તત્ત્વને જેમ છે તેમ સમજવું હશે તો વિપરીત બુદ્ધિ દૂર કરવી પડશે. સમકિત લેવું સરળ પડશે. તત્ત્વ સમજવું કઠિન નથી પણ વિપરીત બુદ્ધિ તત્ત્વ સમજવા દેતી નથી. સત્ય માનવું અઘરું નથી પણ વિપરીત બુદ્ધિ સત્યને ગૂંચવી નાખે છે. આ વિપરીત અને વિપર્યાસ બુદ્ધિ દૂર કરી ૧૦૩મી ગાથાને સમજવા પ્રયત્ન કરીશું. મૂળ કરતાં પ્રસ્તાવના લાંબી થઈ, પણ ઉપાય નથી.
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. આ ગાથાને સમજવા માટે “વિપર્યાસ બુદ્ધિ દૂર કરવી તે સૂત્ર માસ્ટર કી સમાન છે. કઈ ચાવી કયાં લગાડવી તે સમજવું પડે. નહિતર ચાવી પણ બગડે અને તાળું પણ બગડે. તમે પરાણે ચાવી નાખો છો અને પછી બૂમ પાડો છો. આપણી હાલત આવી છે. તો “જીસ સમય જીવ જૈસે ભાવ કરતા હૈ, વહ ઉસ સમય હી, વૈસે હી શુભ અશુભ કર્મોકા બંધ કરતા હૈ.' ૪૫ લાખ ગાથાઓનું મૂળ આ છે. ભાવ નથી કરતા ત્યાં સુધી પૂરી સ્વતંત્રતા છે. તમારા અધિકારની વાત છે. પરંતુ તમે તો કહેશો કે શું કરું? મારે ક્રોધ કરવો ન હતો, પણ થઈ ગયો, એમ નથી. તે ક્રોધ કર્યો માટે થયો. કરવો ન હતો અને થઈ ગયો તે કેવી વાત કહેવાય? દોષ પોતાનો છે, બીજાનો નથી. મોટરકારમાં બેસો અને સ્ટીયરીંગ તમારા હાથમાં છે તો તમારે નક્કી કરવાનું છે કે કઈ દિશામાં કે કઈ જગ્યાએ જવું છે ? તમે કહેશો ગાડી આ જગ્યાએ જવાની ના પાડે છે તો આ વાત કાંઈ બેસતી નથી. ગાડી તો સાધન છે.
પુદ્ગલ દ્રવ્યનો અંતિમ વિશેષ પરમાણુ છે. પરમાણુનું વિભાજન ન થાય તેમ કાળનો અંતિમ વિશેષ સમય. પછી તેનું વિભાજન ન થાય. આંખ ઉઘાડીએ ને બંધ કરીએ, જ્ઞાનીને પૂછો કે કેટલો કાળ થયો. જ્ઞાની કહેશે કે અસંખ્ય સમય. આઈનસ્ટાઇન કહે છે કે સૂર્યનું કિરણ ધરતી ઉપર આવે છે તો એક લાખ છયાસી હજાર માઈલની યાત્રા એક સેકંડમાં કરીને આવે છે. તો પહેલા ઇંચનો પ્રવાસ કેટલી સેકંડમાં થયો હશે ? આ સૂક્ષ્મ વિભાજન થયું.
जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण ।
તો તમ તમ સમ, સુહાસુદૃ વંથ વí . (ઉપદેશમાળા) જે જે સમયે જીવ અંદર જે જે પ્રકારનો ભાવ કરે છે તે સમયે તે શુભાશુભ કર્મ બાંધે છે. તે કર્મ ભોગવવાનો સમય વધારેમાં વધારે ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ છે. બહુ મોંઘો સોદો થયો. એક સમયમાં આ ભાવ થયો અને તેને ભોગવવાનો કાળ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org