________________
૯૦
પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા ક્યાંક-૧૦૨-૧ પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જિમ્યો.” ઉન્માર્ગની દેશના ન કરશો અને સન્માર્ગનો નાશ ન કરશો. “એકાંતે એમ કહે કે વ્રત, તપ, ભક્તિ, જપ કંઈ જરૂર નથી, અનંતવાર કર્યું છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે એ પણ લક્ષમાં લો કે આ કર્યા વગર જાગૃતિ આવે તેમ નથી. કહેનાર પણ એ જ છે. તમે ગમતી વાત લક્ષમાં લો અને ન ગમતી વાત ઉડાડી દો, એ ન ચાલે. જ્ઞાની સાથે ખેલ ન કરો. ઉન્માર્ગની દેશના અને સન્માર્ગનો નાશ ન કરશો. રાતનાં બાર વાગ્યા હોય અને હોટેલમાં જઈ જલેબી ફાફડા ખાતો હોય. કોઈ પૂછે તો કહેશે આત્મા કયાં ખાય છે? સાક્ષીભાવે ખાવામાં વાંધો નહિ. શંકરાચાર્યજીના જીવનમાં ઘટના ઘટી. સાચી હોય કે ખોટી બહુ ખબર નથી. એમ કહેવાય છે કે દારૂના પીઠા ઉપર ગયા. પ્યાલી લીધી અને પીવા બેઠા. બધાએ પીધી. પછી લુહારની દુકાન આવી. ત્યાં સીસું ઉકળતું હતું. ઓલાને કહ્યું, લાવ ગ્લાસ ભરીને અને શિષ્યોને કહ્યું કે તમે પણ પીવો. ના બાપજી ! આ નહિ, ઓલું સારું લાગતું હતું. આ નથી લાગતું! આ ઘટના ઘટી કે નહિ ? તે ખબર નથી પણ તેનો ભાવ સમજવા જેવો છે. વાત એક જ કરવી છે કે કોઈપણ મહત્ત્વના સિદ્ધાંતોનો પોતાની વૃત્તિના પોષણ અર્થે ઉપયોગ કરશો નહિ. ૨૮ વર્ષના ટોડરમલજી કહે છે – “અપની વૃત્તિ અખિલ રખકે જીના હૈ, ઔર ઔરોકો કર્મ કી વજહ સે યે ભોગના પડતા હૈ, ઐસા શાહુકાર મત બનો.” કોણ ખાય છે? તો દેહ ખાય છે. દેહ જુદો અને આત્મા જુદો છે, તે ફાફડા ખાવા માટે ? સિદ્ધાંતોનો કદી પણ ગેરઉપયોગ કે દુરુપયોગ ન કરો.
હિંસા એ પાપ છે. અસત્ય એ પાપ છે, પણ વિપર્યાસ બુદ્ધિ જેવું નહિ. ઉસૂત્ર પ્રરૂપણા એ સૌથી મોટું પાપ છે. અનુભવી પુરુષ આનંદધનજીએ અટલ ઊંડાણમાં ડૂબકી મારીને કહ્યું. શુદ્ધાત્મામાં રમતા રમતા એમણે કહ્યું.
પાપ નહિ કોઈ ઉસૂત્ર ભાષણ સ્મિો, ઘર્મ નહિ કોઈ જગસૂત્ર સરીખો. જો ભાવ જીસ પ્રકાર સે નિયત હૈ, (ભાવ એટલે દ્રવ્ય, અર્થ, વસ્તુ જે પ્રકારે નિયત છે.) ઉસે અન્યરૂપસે માનના, અન્યરૂપસે કહના, ઉસે વિપર્યાસ બુદ્ધિ કહતે હૈ. છીપના કટકાને ચાંદીનો ટૂકડો કહેવો અથવા તો ખોટાને સાચું મનાવવું. દા.ત. પાંચસો રૂપિયાની ખોટા નંબરવાળી નોટને સાચી જાણી લેવી કે દેવી. આ બધી વિપર્યાસ બુદ્ધિ છે.
કર્યતંત્રની ચર્ચાનો પ્રારંભ કરતા પહેલાં મહત્વની વાત એ છે કે વિપર્યાસ બુદ્ધિથી ચેતીને ચાલજો. વિપર્યાસ બુદ્ધિ ગઈ? તો હવે લીલી ઝંડી છે. મહત્ત્વની વાત આ વિપર્યાસ બુદ્ધિને ટાળવાની છે. આ વિપરીત બુદ્ધિ તેનું નામ મિથ્યાત્વ. આ વિપરીત બુદ્ધિનું નામ દર્શનમોહ, આ વિપરીત બુદ્ધિનું નામ અજ્ઞાન. લોકો પૂછે છે કે મિથ્યાત્વ કોને કહેવાય ? અને કહેનારા એમ કહે છે કે આ બાજુના દેરાસરમાં જઇશ તો તેનું નામ મિથ્યાત્વ. આ અચલગચ્છનું છે. ગયો તો મર્યો સમજજે. આ મિથ્યાત્વની ઘર ઘરની વ્યાખ્યા. હાથ નથી જોડતો, પાપ લાગે. તમે સાધુ મહારાજ છો, પણ કઈ તિથિના છો ? ઉપાશ્રયમાં ઊતરવા ન દે. વિપરીત બુદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org