________________
૮૬
પ્રવચન ક્રમાંક
-
૭૫
પ્રવચન ક્રમાંક - ૭૫, ગાથા ક્ર્માંક-૧૦૨-૧
ગાથા ક્રમાંક ૧૦૨-૧
Jain Education International
સંસારનું મૂળ કારણ
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.
(૧૦૨)
ગાથા ૧૦૨, ૧૦૩ અને ૧૦૪, આ ત્રણ ગાથાઓમાં સમગ્ર કર્મતંત્રનાં બીજો, મૂળિયાં નાખી દીધા છે. આનો વિસ્તાર જેટલો કરવો હોય તેટલો થઇ શકે. આ ત્રણ ગાથાઓ મૌલિક છે. બહુ ધ્યાન અને ધીરજથી સમજજો. તમે જ્યારે કંટાળો છો ત્યારે બોલો છો બળ્યાં આ કરમ ! મારાં કર્મો જ ફૂટેલાં છે. પરંતુ આ બળ્યાં કરમ શું ? એ શું કામ કરે છે ? કેવી રીતે કામ કરે છે ? શું પ્રક્રિયા અને પદ્ધતિ છે ? પછી ખ્યાલ આવે કે કર્મનો એક ટકો પણ વાંક નથી. સો ટકા વાંક આપણો પોતાનો છે. કર્મ ગુનેગાર છે જ નહિ. આપણે ગુનેગાર છીએ. જવાબદાર આપણે છીએ. લાલબત્તી છે, પોલીસ ઊભો છે અને તમારા મિજાજમાં ગાડી હાંકી મૂકો, સીટી વાગે અને પોલીસદાદા તમને ઊભા રાખે. તમે જો આઘાપાછા થાવ તો પોલીસચોકીએ લઇ જાય. કરનાર જવાબદાર છે. વ્યવસ્થાની જવાબદારી નથી. કર્મતંત્ર વ્યવસ્થા છે, તેની પાછળનું સર્જક બળ બીજું છે. એ બન્નેને સમજવાં પડશે.
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.
-
કર્મતંત્રના મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ કરીએ. અનંત પ્રકારના કર્મો છે. તમે જગતને જુઓ, અનંત જીવોને જુઓ. દરેકને પોતાની પરિસ્થિતિ છે, સ્વતંત્ર છે. દરેક વ્યકિતને પોતાના સંયોગો જુદા જુદા છે. એક ઘરમાં માતા પિતાના ચાર દીકરાઓ હોય, પણ ચારે જુદા જુદા. તેમની પ્રકૃતિ જુદી, ટેવો જુદી, રીતભાત જુદી, સ્વભાવ જુદો, વર્તન અને વ્યવહાર જુદો. એકને નોકરીમાં મહિને પચીશ હજાર મળે છે અને બીજો એક મિનિટે ચાલીશ હજાર કમાય છે અને એક ફૂટપાથ ઉપર નોકરી માટે જૂતાં ઘસે છે. એમાં મા બાપનો વાંક નથી, એકની જવાબદારી નથી. એક બીજું અજાણ્યું તંત્ર તેની પાછળ કામ કરે છે. દરેક વ્યકિતનું જીવન સ્વતંત્ર છે, ઘડતર પણ સ્વતંત્ર છે. આટલી બધી અવસ્થાઓ જગતમાં હોય અને તેને તે અવસ્થા ભોગવવા ક્ષેત્ર-જગ્યા હોય, કાળ હોય, સંયોગ ને પરિસ્થતિ હોય અને અનુકૂળ સામગ્રી પણ હોય, આ બધું એક સમયમાં એડજેસ્ટ થાય તે બહુ આશ્ચર્યકારક ઘટના છે. કેવી રીતે આ ગોઠવાતું હશે ? જેવી રીતે જેને જ્યાં ભોગવવાનું હોય, જે ટાઇમે ભોગવવાનું હોય, જે સંજોગોમાં ભોગવવાનું હોય અને ભોગવતી વખતે જેમની હાજરી હોવી જોઇએ તે જ હાજર હોય.
અનંત પ્રકારનાં કર્મો છે. અનંત પ્રકારનાં કર્મોની પાછળ, પાયાનું કારણ અનંત પ્રકારના ભાવો. આ ભાવો પણ અનંત છે. પ્રત્યેક ભાવ સ્વતંત્ર અને પ્રત્યેક ભાવ સર્જક છે. ઘણી
For Personal & Private Use Only
www.jainelibrary.org