________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૮૫ શરીર, ઇંદ્રિયો અને મનની વૃત્તિ એટલે વિકાર તથા વાસનાઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને, જ્ઞાનદર્શનમય આત્માનું જે ધ્યાન કરે છે તે કર્મોથી કદીપણ બંધાતો નથી. તેને કર્મો અને પુદ્ગલો અનુસરતાં નથી. માટે તેને ફરી જન્મ ધારણ કરવો પડતો નથી. આથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
કર્મો અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં પણ મોહનીય વડું, હણાય તે કહું પાઠ. હવે બે પાઠ આવશે. દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ. આગળ ચર્ચા કરીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
સાધના કરવા માટે શાંત મન, ભાવનાશીલ હૃદય, સ્થિર બુદ્ધિ, જાગૃત શ્રદ્ધા અને અંતરનો સાચો તલસાટ જરૂરી છે. જીવનમાં આધ્યાત્મિકતાની પ્રચંડ આગ પ્રગટવી જોઈએ. એ આગમાં પૂરી રીતે તપ્યા સિવાય સાચા સાધક બનાતું નથી. આજનો પ્રચલિત ઘર્મ, સ્થૂળ ક્રિયાકાંડો, વ્રતો અને નિયમો આવેશને જન્મ આપે છે. પોષે છે. જીવાડે છે. અને એ આવેશથી જ અંતે તે નષ્ટ થાય છે. તેથી તેનો સાધકના હૃદયને સ્પર્શ થતો નથી. -પૂ.ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ પ્રણીત
ચૈતન્ય યાત્રા ભાગ-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org