________________
८४
પ્રવચન ક્રમાંક – ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ કઢાવી, ટ્રેનમાં બેઠા. ગાડી ચાલુ ન થઈ હોય તો પાછું ઊતરી શકાય. પરંતુ એક વખત ગાડી ચાલુ થાય તો ભુક્કો માર્યા સિવાય કોઈ રસ્તો નથી. કર્મો ઉદયમાં નથી આવ્યાં ત્યાં સુધી તમારું વ્રત, તપ, જપ કાર્યકારી – અસરકારક થાય, પછી નહિ. જ્ઞાની પુરુષે કેટલાક રસ્તાઓ બતાવ્યા અને કેટલીક જાગૃતિની વાત કરી. નિકાચિત કર્મો ભોગવવાં જ પડે. પરંતુ એક વાત છે. તેનો ગાળો ઓછો થઈ શકે. કર્મનો ગાળો બે કલાકનો હોય તો દોઢ કલાક થઈ શકે પણ ભોગવવું તો પડે જ . જેમ પાંચ ડીગ્રી તાવ હોય અને ઇજેકશન લો તો બે ડીગ્રી થઈ જાય. આ ફેરફાર થયો કે નહિ ? કોણે કર્યો? તમારી અસર આટલું સામર્થ્ય તમારામાં છે. કષાયભાવ થાય તેનાથી કંપન, કંપનથી કર્મ થાય. ચેતનામાં જે કંપન થાય છે તેને કહેવાય છે ભાવ. આંગળી ફરે, સિતાર વાગે અને સંગીત ચાલુ થાય, પછી રાગ નક્કી થાય કે આ ભિમપલાસી છે, આ મલ્હાર છે, આ દીપક છે, આ હુમરી છે. પહેલાં ભાવ થાય પછી ખબર પડે કે આ ક્રોધનો, આ પ્રેમનો, આ ક્ષમાનો, આ અહંકારનો, આ કામવાસનાનો ભાવ છે. અનાદિથી કર્મ સાથે જ છે. પણ ઉદયમાં આવ્યું એટલે કંપન થાય, ભાવ થાય અને ભાવ પ્રમાણે કર્મનો બંધ થાય.
છેલ્લી વાત, ભાવ થયા, તેમાં બે ભાગ પડ્યા. શુભ ભાવ અને અશુભ ભાવ. આખું જગત આ બે ભાવો વચ્ચે છે. શુભ અને અશુભ. બહુ બહુ જોર કરે તો અશુભમાંથી શુભમાં જાય અને ત્યાં અટકી જાય. દુનિયાભરના ધર્મો અશુભ ભાવ દૂર કરી શુભભાવ કરવાની વાત કરે છે. એક જૈનદર્શન એવું છે કે તે કહે છે કે અશુભભાવ તું કરીશ નહિ. શુભભાવ જરૂર કરજે પણ તેમાં અટકતો નહિ અને તેને એક ધક્કો ઓર મારીને તું શુદ્ધભાવમાં જા. આ અદ્ભુત વાત કરી. એક ધક્કો ઓર દો, એક ધક્કો ઓર. પોતાની ચિંતા કરવી તે સ્વાર્થ, પ્રાણીમાત્રના હિતની ચિંતા કરવી તે મૈત્રી અને કોઇપણ જાતની ચિંતા ન હોય તેનું નામ વીતરાગતા. તમારી ચિંતા છોડી અને બીજાની ચિંતા કરો, પછી એ પણ ચિંતા છોડો, એ મહત્ત્વનું છે. શુભભાવ અને અશુભભાવ દૂર કરવા શુદ્ધભાવ જોઈશે અને શુદ્ધભાવમાં ઝંપલાવવા જીવમાં પ્રચંડ સામર્થ્ય જોઈએ, બળ જોઈએ. શુદ્ધભાવ એવો છે કે તેમાં શુભભાવ પણ નથી અને અશુભભાવ પણ નથી. શુભાશુભથી પર છે. સિદ્ધ અવસ્થામાં તો ભાવ જ નથી. શુભ, અશુભ કે શુદ્ધ કોઈપણ પ્રકારનો ભાવ નથી. ત્રણેથી પર છે. ત્યાં કંપન જ નથી, સિતારને આંગળી અડાડો તો વાગે ને ? કષાય છે જ નહિ, કષાય એટલા માટે નથી કે કર્મ નથી, અને કર્મ નથી તો કષાય નથી, કષાય નથી તો કંપન નથી એટલે સ્થિરતા છે. અનંત સ્થિરતા જેનામાં છે તેને કહેવાય છે સિદ્ધ અવસ્થા. - તમારે સિદ્ધ થવું છે ? અશુભ કાઢી શુભમાં જાવ, ત્યાં પણ અટકયા વગર તેને પણ છોડો. પ્લેનમાંથી નીચે ઊતરવું હોય તો સીડી લગાવવી પડે. નીચે ઊતરીએ એટલે સીડીને પણ છોડી દેવાની. તેમ અશુભમાંથી બચી શુભમાં આવ્યા, શુભને પણ છોડી કૂદકો મારી શુદ્ધમાં આવવું. શુદ્ધમાં કૂદકો મારો એટલે સિદ્ધ. સિદ્ધ થયા પછી શુદ્ધ પણ નહીં રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org