________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વખત કોઈ રૂપાળા માણસોને જોઈને થતું હશે કે આપણે આટલા રૂપાળા હોત તો? પ્લાસ્ટીક સર્જરી કરાવશો પણ તે બહુ સફળ નહિ થાય. મૂળ રૂપ કયાંથી લાવવું ? તારા માટે આ જ બરાબર છે. ભાઈ ! તારી નિયતી આ જ છે અને વ્યવસ્થા આ છે, કારણ કે એ બધા પાછળ કારણ તારો ભાવ છે. ભાવના અનંત પ્રકાર, માટે કર્મના અનંત પ્રકાર અને તેને ભોગવવાના પણ અનંત પ્રકાર, માટે વ્યવસ્થાના પણ અનંત પ્રકાર, આ વિરાટ જગત ચોદ રાજલોક છે, આ અદ્ભુત વ્યવસ્થા છે. કયૂટર કદાચ ભૂલ કરશે પરંતુ આ વ્યવસ્થા ભૂલ નહિ કરે. | તુલસીદાસજીએ કહ્યું છે કે, રાતનો ટાઈમ છે, ગહરાજા ચોકી કરે છે. રામજીના વનવાસનો પહેલો દિવસ છે. સીતાજી, રામજી અને લક્ષ્મણજી વૃક્ષ નીચે બેઠાં છે, લક્ષ્મણજી પાંદડા પાથરી પથારી કરે છે, કાંકરા વીણે છે કે મારા ભાઈને કાંકરા ન ખેંચે. પથારી કરતાં કરતાં આંખમાં આંસુ આવે છે. નથી પાથરવાનું કે ઓઢવાનું ! જે સ્ત્રીએ ધરતી ઉપર પગ નથી મૂક્યો. માટીથી જેના પગ મેલા થયા નથી, જેના પગને માટી અડી નથી, તેને આજે આ પાંદડાં ઉપર સૂવાનું છે, લક્ષ્મણજીને આંસુ આવે છે પણ રામજી કે સીતાજીની આંખમાં આંસુ નથી. રાત્રીનો સમય થયો છે. રામજી અને સીતાજી સૂતાં છે, તમે એમ પૂછશો કે તેમને ઊંઘ આવી હશે કે કામ્પોઝની ગોળી લેવી પડી હશે? તેમણે ઊંઘની દવા લીધી નથી. અઢાર મણ તળાઇમાં જેવી ઊંધ આવે તેવી જ ઊંઘ આવી હતી. કોઈ તાણ કે દબાણ મન ઉપર નહિ. ઉચાટ નહિ. આપણા પાંચ રૂપિયા આઘા પાછા થાય તો દશ વખત ખિસ્સામાં હાથ નાખીએ, અલ્યા ! શું કરે છે ? આખી અયોધ્યા ગઈ, પણ કોઈ ઉચાટ વગર નિશ્ચિતપણે ઊંઘે છે. સીક્યોરીટી ગાર્ડ લક્ષ્મણજી છે. તેમણે બાર વર્ષ આ સેવા કરી. તે વખતે ગુહરાજા અને લક્ષ્મણજી વાત કરે છે. જુઓ તો ખરા, ભગવાન રામચંદ્રજીને આ પીડા? અને આગળ કેયી શબ્દ બોલ્યાં નથી અને લક્ષ્મણજી કહે છે કે એમાં કોઈનો વાંક નથી. આ અમારાં પોતાનાં કરેલા કર્મો અમારે ભોગવવાનાં છે. સુખ અને દુઃખ બંને કર્મનું ફળ છે. લક્ષ્મણજી અને ગુહારાજા એકાંતમાં વૃક્ષ નીચે બેસીને વાત કરે છે કે કોને દોષ આપવો? અમે કર્મ કર્યા છે, અમારે ભોગવવાનાં છે. આ કર્યતંત્રની થીયરી ગણત્રી કરવા માટે નથી કે ફટાફ્ટ બોલી જઈએ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય કર્મ, મોહનીય કર્મ, નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય કર્મ. જીવન સાથે તેનું શું જોડાણ છે તે સમજવા માટે છે.
અનંત પ્રકારના ભાવ, અનંત પ્રકારનાં કર્મો, અનંત પ્રકારનાં ફળ, અનંત પ્રકારની ભોગની વ્યવસ્થા, અને અનંત પ્રકારની ભોગની પ્રક્રિયા, આટલું મોટું જગત કર્યતંત્રની વ્યવસ્થા છે. ઈશ્વર વચમાં આવતા નથી. એક વખત કૃચ્ચેવ રશિયાથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાનની હાલત જોઈ કે અહીં કોઈ રણી ધણી નથી. તેમણે કહ્યું કે હું ઇશ્વરને માનતો ન હતો, હવે ઈશ્વરમાં માનવા લાગ્યો છું. મને લાગે છે એણે કટાક્ષ કર્યો. ઈશ્વર કર્મના ફળ આપવા વચ્ચે આવતા નથી, પણ કર્મત્ર ચોક્કસપણે કામ કરે છે. તેની વિગતવાર ચર્ચા થવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org