________________
પ્રવચન ક્રમાંક ૭૫, ગાથા ક્ર્માંક-૧૦૨-૧ અનંત પ્રકારનાં કર્મો, તેમાં મુખ્ય આઠ છે અને આઠમાં મુખ્ય રીંગ લીડર, બધાને હંફાવનાર મોહનીય કર્મ. ભગવાન મહાવીરનો જીવ સોળમા ભવમાં વિશ્વભૂતિ નામના રાજપુત્ર હતા. સંયમ ગ્રહણ કર્યું. હજાર વર્ષ દુષ્કર તપ કર્યું. એક દિવસ પારણા માટે મથુરાનગરીમાં ભિક્ષા લેવા ગયા. ગાયે પાડ્યા ત્યારે ત્યાં રહેલા તેમના કાકાના દીકરા વિશાખાનંદીએ તેમને કહ્યું કે તે દિવસે એક મૂઠી મારી, કોઠાના ઝાડનાં બધાં ફળ નીચે પાડેલાં. અત્યારે તે તારું બળ કયાં ગયું ? સાંભળ્યું ભગવાન મહાવીરે અને તે જ વખતે ઊભેલી ગાયનું શીંગડું પકડી, તેને ગોળ ગોળ ફેરવી. જોઇ લે મારું બળ ! ભગવાન મહાવીરનો જીવ, એક વખત બળ બતાવ્યા વગર રહી ન શક્યા. તમને થશે કે ભગવાન મહાવીરને થયું તો અમને ન થાય ? મહાપુરુષોના જીવનના પ્રસંગો ઉપરથી આપણે તેનો બોધ લેવાનો છે, તેનુ રહસ્ય સમજવાનું છે. આપણે આપણામાં થતા ભાવો પ્રત્યે સજાગ રહેવાનું છે. કયો ભાવ કયારે ઉત્પન્ન થશે તેની ખબર ન પડે.
८८
મોહનીય વડું અને આ મોહનીય કેવી રીતે હણાય તે પાઠ મારે તમને કહેવો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય હણાય તે મારે કહેવું નથી. કારણ કે જ્યારે મોહ મરશે ત્યારે ભેગાં સાતેય કર્મો જશે કારણ કે મોહનીયકર્મ મુખ્ય છે. ‘એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો.' આઠમે જ્યારે પગ મૂકયો ત્યારે ચારિત્રમોહના પરાજયનો પ્રારંભ કરે છે પણ જીત્યો નથી. ‘મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો’. ‘મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્ર તરીને અમે બારમે ગુણસ્થાને આવ્યા છીએ. હવે અમે ભયથી મુક્ત છીએ. પહેલાં મોહ જાય અને મોહ જતાની સાથે જ એક જ અંતર્મુહૂર્તમાં એકી સાથે ત્રણ જાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. પહેલાં મોહ જાય, પછી આ ત્રણ જાય એટલે ચારે ઘનઘાતી કર્મો ગયાં. ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં.' આમ ચારે ઘનઘાતી કર્મો ગયાં. બાકીનાં તો કાળ પૂરો થયે, પોતાની મેળે જશે.
-
થોડાં સૂત્રો લક્ષમાં રાખજો (૧) કર્મતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની આપણે ચર્ચા કરવાના છીએ. (૨) જીવન સાથે કર્મોનું સંયોજન - આપણા જીવનમાં કર્મો કેવી રીતે, કયાંથી પ્રવેશ કરે છે ? દરવાજો કયાં છે ? કયાંથી અંદર આવે છે ? તમારે આવવા દેવાં ન હોય તો દરવાજો બંધ રાખવો, પણ ખબર હોવી જોઇએ ને કે તે કયાંથી આવે છે ? સંયોજન કયાં થાય છે? આપણા સંબંધમાં કયાંથી આવે છે ? (૩) કર્મો જીવનમાં કેવી રીતે ભોગવવાં પડે છે ? દરેક વ્યકિતના જીવનમાં કર્મો ભાગ ભજવે છે અને દરેક માટે પોલીસી જુદી છે, રીત પણ જુદી છે. કર્મનાં પરિણામો જીવનમાં આવે છે ત્યારે તે કેવી રીતે ભોગવવાં પડે છે તે મહત્ત્વની વાત. (૪) કર્મો-કર્મનાં પરિણામ જ્યારે ભોગવવાનાં આવશે ત્યારે જેણે કર્યાં છે તેને જ ભોગવવાનાં આવશે. સાથીઓ ભોગવવામાં સામેલ નહિ થાય. તમારે જ ભોગવવાં પડશે. (૫) કર્મને ભોગવવાની પ્રક્રિયા. આટલા સિદ્ધાંતો કર્મશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org