________________
૧૩૬
પ્રવચન ક્રમાંક - ૮૦, ગાથા ક્રમાંક-૧૦૬ અમે એક ગામમાં ગયા હતા. ત્યાં દર શનિવારે હનુમાનજીની મૂર્તિ પાસે દશ-પંદર હજાર માણસો આવે. ઘણી મોટી મૂર્તિ હતી. અમે એક ભાઈને પૂછ્યું કે આનું માહાભ્ય આટલું બધું કઈ રીતે ? મહારાજ ! હું તમને ખાનગીમાં કહું છું. આ પત્થર આમ ઊભો હતો અને મને શું સૂઝયું કે મેં સિંદુર લાવી તેના ઉપર લગાડયો અને કહ્યું કે આ હનુમાનજી જમીનમાંથી પ્રગટ થયા છે. બસ વાત ચાલી અને હજારો માણસો દર્શન કરવા આવે છે. હવે હું ના પાડું તો યે કોઈ માને ખરાં ? મને કહેશે તું જુઠો છે. મને ઘણું દુઃખ થાય છે કે મેં બધાને ઊંધે રવાડે ચડાવ્યાં, અને હવે હું કંઈ કરી શકતો નથી. ઊંધે રવાડે કોઈને ચઢાવશો નહિ.
પર્યુષણમાં ગણધરવાદની વાચના થાય છે. અગિયાર ગણધરોની સાથે તત્ત્વચર્ચા થાય છે. તેમાં પહેલો પ્રશ્ન આત્મા છે કે નહિ? ભગવાન મહાવીર પાસે ઇન્દ્રભૂતિ આવ્યા. ભગવાન મહાવીર કહે છે કે આવ, ઈન્દ્રભૂતિ ! અહીં આવવાની જરૂર છે. આત્મા છે કે નહિ તે તને શંકા થાય છે ને ? તું જે શબ્દોનો અર્થ કરીને આત્મા નથી એમ નક્કી કરે છે, તે શબ્દોમાં આત્મા છે, એવું રહસ્ય છુપાયેલું છે. આત્માની શંકા અને બીજી જેટલી શંકાઓ, જેટલા પ્રશ્નો છે તે બધા આ છએ પદના પ્રશ્નોમાં સમાઈ જાય છે. ધ્યાન દઈને સાંભળજો. જગતમાં જેટલા પ્રશ્નો છે આધ્યાત્મિક, દાર્શનિક,ધાર્મિક, તાત્ત્વિક અને જેટલી શંકાઓ છે તે બધાજ પ્રશ્નો, શંકાઓ હે શિષ્ય ! તારા છ પ્રશ્નોમાં સમાઈ જાય છે. આ જગત અને આખા સંસારવતી તે પ્રશ્નો પૂક્યા છે. તે પ્રશ્નો પૂછ્યા અને અમે સમાધાન કર્યું. અમારું કામ પૂરું થયું. તે સાંભળ્યું પણ એક કામ બાકી રહ્યું. તેં પૂછેલા પ્રશ્નોના જવાબમાં છ પદ તને કહેવામાં આવ્યાં તે છે પદમાં કયાંય શંકા ન રહે તેમ નિઃશંકપણે તું તેનો સ્વીકાર કર. સમ્યગ્દર્શનની અનેક વ્યાખ્યાઓ છે તેમાં આ એક વ્યાખ્યા છે કે તમે સવં શિવ શં નિહિં પ’ | હે જિનેશ્વર પરમાત્મા ! તમે જે પ્રતિપાદન કર્યું છે, જે કહ્યું છે તે પરમ સત્ય છે. આવી નિઃશંક અવસ્થા તે પણ સમ્યગદર્શન છે. કયાંય શંકા ન રહે, એમ સર્વાગે સદ્ગુરુએ સમાધાન કર્યું છે. સદ્ગુરુના પક્ષે વાત પૂરી થઈ. પ્રશ્નો પૂછીને તારા પક્ષે પણ વાત પૂરી થઈ. હવે તારે કરવા જેવું તો એ રહ્યું કે નિઃશંકપણે સર્વાગીણપણે છએ પદનો સ્વીકાર કર. સર્વતો ભાવથી, આનંદપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક સ્વીકાર કર. સમાધાન અમે કર્યું પણ (૧) તારે સમજવું પડશે, (૨) તારે વિચાર કરવો પડશે અને (૩) તારે સર્વાગે માન્ય કરવું પડશે. સમજે, વિચારે અને સર્વાગે માન્ય કરે તો વ્યવહાર સમકિત થયું કહેવાય. આના ઉપર નિશ્ચય સમકિતની ઇમારત ઊભી થાય. સમકિતમાં બહુ ઉતાવળ કરવા જેવી નથી. સમકિતની વ્યાખ્યા સારી પેઠે – સુપેરે સમજવા જેવી છે. સમકિત મેળવવામાં ઉતાવળ કરવી, પણ અમને સમકિત થઈ ગયું છે તેમ ગપ્પાં મારવાં નહિ. અમે ઘણી વખત કહીએ છીએ કે આર્કીટેકટનું પ્લાનીંગ જો મકાન માટે ખોટું હોય તો કડિયાનો શું વાંક ? કડિયો તો કહેશે કે સાહેબ ! પ્લાનીંગ પ્રમાણે અમે કર્યું. આર્કીટેકટના પ્લાનમાં ભૂલ હોય તો ચણતર ખોટું. તેમ સમજણમાં ભૂલ હોય તો તારી બધી સાધના ખોટી. તો સમજવું પડે એક, વિચારવું પડે છે, અને વિચાર્યા પછી સર્વાગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org