________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩૭ માન્ય કરવું પડે ત્રણ. વ્યવહારમાં જ્યારે છોકરીનું સગપણ થાય ત્યારે છોકરી છોકરાના આખા ઘરનો સર્વાગે સ્વીકાર કરે છે. મા-બાપ, ભાઈ, બહેન બધાનો. તેમ હે શિષ્ય ! સંપૂર્ણપણે સ્વીકાર થાય ત્યારે સમ્યત્વ કહેવાય. આવા વ્યવહાર સભ્યત્વમાં મોક્ષમાર્ગનો નિર્ધાર થાય છે.
આવા મોક્ષમાર્ગનો જે નિર્ધાર તેને કહેવાય છે વ્યવહાર સમ્યત્વ. આ વ્યવહાર સમ્યત્વનાં બે સૂત્રો જોયાં. એક સૂત્ર એ જોયું કે “છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ', આ વ્યવહાર સમ્યકત્વનું એક પાસું અને એ પદ સમજે, વિચારે અને સર્વાગપણે માન્ય કરે તે બીજું પાસું. અને ત્રીજુ પાસું સદૈવ, સદ્ગુરુ અને સદ્ધર્મ આ ત્રણેની શ્રદ્ધા. આ ત્રણે પાસાં ભેગાં થાય તેને કહેવાય વ્યવહાર સભ્યત્વ. હવે આત્માનો અનુભવ થઈ શકે તેવી ભૂમિકા ઉપર આવ્યો. તેના પહેલાં એમ ન કહેશો કે અમે આત્મા જોયો છે. શું જોયું ? તો કહેશે લાલ રંગ દેખાયો, જ્યોત દેખાણી વિગેરે. આત્મા લાલ કે પીળો નથી. આત્મા અનુભવની વસ્તુ છે. આત્મામાં રંગ કે આકાર નથી.
આગળ ૧૦૭મી ગાથામાં પરમકૃપાળુદેવ સ્પષ્ટ વાત કરશે. ૧૦૭ અને ૧૧૦ મી ગાથામાં થોડું પુનરાવર્તન છે. નિશ્ચય સમ્યગ્દર્શનની મજબૂત ભૂમિકા આ ગાથામાં તૈયાર થાય છે. વ્યવહાર સમકિત વગર નિશ્ચય સમકિત થઈ શકશે નહિ. નિશ્ચય સમકિતની અપેક્ષાએ વ્યવહાર સમકિત એ સમકિત નથી. તમે સમજો વ્યવહાર સમકિત એ પાયો છે અને પાયા વગર આ ઈમારત ચણી શકાય નહિ. આવા ગૂઢ સૂત્રો હવેની ગાથાઓમાં આવશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org