________________
૧ ૩૮
પ્રવચન ક્રમાંક - ૮૧, ગાથા ક્રમાંક-૧૦૭
પ્રવચન ક્રમાંક - ૮૧
ગાથા ક્યાંક - ૧૦૭ મોક્ષનું અસાધારણ કારણ
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય;
સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન હોય. (૧૦૭) ટીકા ? જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેશથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુકિતપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ કે ફેર નથી. (૧૦૭)
ગાથા ૧૦૭, ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ આ ચાર ગાથાઓ સાધકની અને સાધનાની અપેક્ષાએ અત્યંત મહત્ત્વની છે. આધ્યાત્મિક જગતમાં સમ્યગ્દર્શનની બહુ ચર્ચા થાય છે. જુદા જુદા દૃષ્ટિકોણથી એ ચર્ચા થઈ રહી છે. ચર્ચાને પૂરેપૂરો અવકાશ છે. પરંતુ માન્યતા અને આગ્રહને અવકાશ નથી. તેમાં પણ દુરાગ્રહને ક્યારેય અવકાશ નથી. અહંકારયુક્ત દુરાગ્રહ એ અનંતાનુબંધીની એક અવસ્થા છે. જે વિખવાદો ધર્મક્ષેત્રોમાં થાય છે અને થઈ રહ્યા છે તે બધા જ વિખવાદોનું કંઈ પણ કારણ હોય તો સમ્યયથાર્થ સમજણનો અભાવ છે. અમે અલગ કારણ ગણતા નથી, અમારે કોઈ દાવો કરવો નથી, અમારે કોઈને ખોટા કહેવા પણ નથી, પરંતુ જે સાચું હોય તે આવું હોય એમ તો જરૂર કહી શકાય અને ખોટું હોય તો ધ્યાન દોરી શકાય. આટલા બધા મતભેદો, આટલા બધા વિવાદો ધાર્મિક ક્ષેત્રમાં? અને વિવાદોમાં માત્ર ગૃહસ્થો નહિ, સાધુઓ પણ અટવાયા છે, ત્યાગી અને સાધકો પણ અટવાયા છે. તેમાંથી માનસિક સંતાપ પણ ઉત્પન્ન થયા છે અને કષાયોનું પોષણ પણ થયું છે. હજુ કોઈ નિર્ણય પર આવી શકયા નથી, પણ પરમકૃપાળુદેવે આ તમામ બાબતો માટે સ્પષ્ટ નિર્ણય આપી દીધો છે. કોઈ સંદેહ કે શંકાને અવકાશ રાખ્યો નથી. તે નિર્ણય સ્પષ્ટપણે સમજવામાં આવે તો વિવાદો અને વિખવાદોમાંથી આપણે મુક્ત બની શકીએ. એક વખત કોઈપણ એક વાત સમજણપૂર્વક અગર સમજણ વિના પકડાઈ ગઈ હોય અને અનુયાયી કે પ્રશંસકો મળ્યા હોય તેમાંથી એક સંપ્રદાય કે ટોળું ઊભું થયું હોય, પછીથી સાચું સમજાય તો પણ પાછા વળવું ઘણું મુશ્કેલ છે. આ અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય.
મિથ્યાત્વ પાંચ પ્રકારનાં છે. અભિગ્રહિક મિથ્યાત્વ, અનભિગ્રહિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અનાભોગિક મિથ્યાત્વ અને પાંચમો પ્રકાર આભિનિવેશિક મિથ્યાત્વ ઘણો ગંભીર છે. એક વખત ભૂલથી, અજ્ઞાનથી એકાંકી સમજણથી કોઈ પ્રરૂપણા થઈ ગઈ હોય અને પછી ખ્યાલ આવે કે મેં જે પ્રરૂપણા કરી છે તે શાસ્ત્ર સંગત નથી, તો મારે આ પ્રરૂપણા ત્યાં જઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org