________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩૯
બદલવી જોઇએ અને સામે ચાલીને કહેવું જોઇએ કે મેં કહ્યું હતું તે ખોટું છે. મારી ભૂલ હતી. આવું જાણે છે કે હું ખોટો છું પણ સાચું કહી શકે નહિ તેને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. કોઇ મુનિએ ચાતુર્માસમાં કંઇક પ્રરૂપણા કરી અને આચાર્ય પાસે આ સમાચાર ગયા હોય કે તેણે શાસ્ત્રથી વિપરીત પ્રરૂપણા કરી છે. હવે તે મુનિ સાથે હજારો ભક્તો છે, શિષ્યો પણ છે, તેનું માન અને પ્રતિષ્ઠા છે. લોકોમાં મહાપુરુષ તરીકે સ્થાન તેમને મળ્યું છે. લોકો અવતારી પુરુષ તરીકે તેમને માને છે અને આચાર્ય તેને કહે કે તેં પ્રરૂપણા કરી તે ખોટી છે. હવે તું પાછો ત્યાં જા અને લોકો વચ્ચે જઇને કહે કે મેં પ્રરૂપણા કરી હતી તે ખોટી છે. શિષ્ય કહે છે કે ગુરુદેવ ! તમે કહો છો તે સાચું છે અને મારાથી ખોટી પ્રરૂપણા થઇ ગઇ છે, પરંતુ ત્યાં પાછા જઇને કહેવું મારા માટે શકય નથી. તમે કહેતા હો તો પ્રાયશ્ચિત કરું. એક મહિનાના ઉપવાસ કરું, તડકામાં તપું, ઠંડીમાં ઠરું, કહો તેટલી માળા ગણું અને કહો તેટલા મંત્રજાપ કરું, પરંતુ આ મારાથી નહિ બને કેમ કે હજારો માણસો મારા અનુયાયીઓ છે, મને માને છે, મને પૂજે છે. ત્યારે ગુરુદેવ કહે છે કે આ બધું કરવાથી તેં તીર્થંકરદેવની આજ્ઞાનો ભંગ જે કર્યો છે, તેમાંથી તું મુકત નહિ થઇ શકે. આ એટલા માટે દૃષ્ટાંત આપ્યું કે શાસ્ત્ર પ્રરૂપણા કેટલી ગંભીર ઘટના છે. આ કંઇ સંદેશ કે ગુજરાત સમાચાર પત્ર નથી, કોઇ નવલકથા કે નવલિકા નથી. જે પુરુષોએ સંપૂર્ણપણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને પછી જે વાત કરી છે તે પરિપૂર્ણ વાત છે. એવા પુરુષનું કહેલું તો જ બદલાવી શકાય જો બીજો કોઇ સમકક્ષ જ્ઞાની હોય. કેવળજ્ઞાનીની ભૂલ હોય જ નહીં ને ભૂલ કાઢવાની પણ ન હોય. પરમકૃપાળુદેવે જે કહ્યું છે તેનો મર્મ સમજો. પણ મર્મ સમજવાને બદલે તમારી માન્યતા વચમાં લાવીને શ્રીમદ્ભુને નામે મૂકો તો શ્રીમદ્ભુની ઘોર આશાતના છે.
આ ૧૦૭ થી ૧૧૦ ચાર ગાથાઓમાં શ્રીમદ્ભુએ ગુજરાતી ભાષામાં, સમજાય તેવી ભાષામાં, એકડે એક અને બગડે બે જેવી ભાષામાં તમામ વિવાદોનો સ્પષ્ટપણે ઉકેલ આપ્યો છે. પહેલી વાત,
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન હોય.
ધાર્મિક ચિત્ર વગોવાયું હોય તો બે કારણોથી, એક જાતિવાદ અને બીજો વેશવાદ. છઠ્ઠા પ્રશ્નની ચર્ચા વખતે શિષ્યે પૂછ્યું હતું કે ગુરુદેવ ! કઇ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે ? પ્રશ્ન ત્યાં પૂછાયો હતો, તેનો જવાબ અહીં મળે છે. જો જાતિમાં મોક્ષ માન્યો હોત તો આખી જાતિ મોક્ષે જાત. અને વેશમાં મોક્ષ માન્યો હોત તો મોક્ષ બહુ સરળ થાત. સફેદ કપડાંમાં મોક્ષ કહ્યો હોત તો બધાં પાસે કપડાંની કયાં ખોટ છે ? આખી નવી મીલ તૈયાર થાત અને મીલવાળાનો ધંધો ધમધોકાર ચાલે. કાળાં બઝાર થાય અને એ કપડું તમને મળે નહિ કારણ કે તે વેશમાં મુકિત મળે છે.
પહેલી વાત, મોક્ષની ઘટના તે શરીરમાં બનતી ઘટના નથી પણ આત્મામાં બનતી ઘટના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org