________________
૧૪૦
પ્રવચન ક્રમાંક - ૮૧, ગાથા ક્રમાંક-૧૦૭ છે. આ મોક્ષ જે થાય છે તે આત્માનો થાય છે. એક સરળ વાત જ્ઞાનીને કહેવી છે કે સંસાર જેનાથી ઊભો થયો તેનાથી વિપરીત અવસ્થા તે મોક્ષ અવસ્થા. શેનાથી સંસાર ઊભો થાય છે ? ભગવાન મહાવીરે કહ્યું કે .....
रागो य दोसो वि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाई मरणं वयंति ॥
(ઉત્તરાધ્યયન સૂત્ર અ.૩૨/૬). હજુ તો શાસ્ત્રો આ ધરતી ઉપર છે. જરા ઉઘાડો તો ખરા, પાનાં તો ખોલો. તમારી ધૂનમાં સ્વછંદપણે કહ્યું જાઓ છો, શાસ્ત્રોનાં પ્રમાણ તો મેળવો. જગતમાં ત્રણ પ્રમાણ છે. એક અનુભવ પ્રમાણ, પોતે પ્રગટપણે સ્વાનુભવ કર્યો છે તે, અનુભૂતિ કરી છે તે. અને એ સભ્ય અનુભૂતિ કર્યા પછી જે વ્યકિત વાત કરે છે તેમાં તેનો અનુભવ પ્રમાણ છે. બીજું અનુમાન પ્રમાણ, અનુમાનથી કહી શકાય. જો સાધક હોય તો તેનામાં વૈરાગ્ય હોય, મુમુક્ષતા હોય, સહનશીલતા, શાંતિ અને દયા હોય, ઉપશમ ભાવ હોય, પરમતત્ત્વની લગની હોય, સદ્ગુરુ પ્રત્યે ભકિત અને પરમાત્મા પ્રત્યે આદરભાવ હોય, તો અનુમાનથી સમજવું કે આ સાધક છે. ત્રીજું આગમ પ્રમાણ છે. સૌથી મોટું પ્રમાણ તે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર શું કહે છે ? જ્યારે જ્યારે પાંચસો આચાર્યો ભેગા થાય ત્યારે વચમાં શાસ્ત્ર મૂકે. તમારી સ્મૃતિમાં આ વાત છે પરંતુ વિદ્યમાન શાસ્ત્રો શું કહે છે ? શાસ્ત્રો જે ન્યાય આપે તે ન્યાયને યોગ્ય ગણવામાં આવે છે. કારણ ? તે પ્રાપ્ત કરવાનું વચન કોનું સત્ય કેવળ માનવું? અમને કહો કે તમે જે આત્માની વાત કરો છો, તમે જે નવ તત્ત્વોની વાત કરો છો, સમ્ય દર્શનની વાત કરો છો, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય માનવું? પૂછવાની જરૂર જ નહિ. જગતમાં બે પરંપરા છે. વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ અને પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. તેણે સારાં વચનો કહ્યાં માટે માણસ સારો હોવો જોઈએ. એમ જે વિશ્વાસ મૂકવો તે વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ. શાસ્ત્રો એમ કહે છે કે તે એટલા માટે ખોટું છે કે અનીતિ કરનારો નીતિની વાત કરી શકે છે. દુરાચાર સેવનારો પણ સદાચારની વાત કરી શકે છે. નાસ્તિક પણ આસ્તિકતાની વાત કરી શકે છે. આત્માને નહિ માનનાર તે આત્મા છે તેમ કહી શકે છે. ત્યારે વચન તો આવ્યું સાચું પણ પુરુષ એવો નથી. બીજી પરંપરા પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, તે કહેનારો પુરુષ કોણ છે ? તેના શબ્દો અમે પછી જોઈશું, પછી તોલીશું, પછી ન્યાય કરીશું પણ અમને જોવા દો કે કહેનાર પુરુષ કોણ છે? કહેનાર પુરુષ વીતરાગ હોય, આમ હોય, મોહથી મુક્ત હોય તો તેનું વચન કેવળ સત્ય માની શકાય. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે કોનું વચન સત્ય માનવું ? અને તે પછી ગુરુદેવ કહે છે કે
तमेव सच्चं निशंकं जं जिणेहिं पवेइअं। વીતરાગ પરમાત્માએ જે કહ્યું છે તે પરમ સત્ય છે, હે શિષ્ય ! આનો તું સ્વીકાર કર. પરમકૃપાળુદેવે ન્યાય તોળ્યો. બધા મતભેદો દૂર કર્યા. વ્યકિતને મહત્ત્વ ન આપ્યું. શ્રી મહાવીરને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org