________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૧ કે ગૌતમને યાદ ન કર્યા, શ્રી પાર્શ્વનાથ કે શ્રી કૃષ્ણને યાદ ન કર્યા, શ્રી રામને યાદ ન કર્યા પણ અવસ્થાને યાદ કરી.
નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. અદ્ભુત વાત કરી. કથન માનો પણ નર જુઓ. કેવો નર નિર્દોષ હોય ? દોષ ત્રણ છે, રાગ દ્વેષ અને મોહ. એ ત્રણે દોષથી રહિત પરમેનન્ટ જેમની અવસ્થા છે તે. આ પરમેનન્ટ શબ્દ એટલા માટે વાપરું છું કે અત્યારે તમે બધા પ્રવચનમાં બેઠાં છો, એમ લાગે કે રાગ, દ્વેષ મોહ રહિત છો, પરંતુ બહાર ગયા પછી ખબર પડે કે રાગ દ્વેષ મોહ રહિત છો કે દૂસરી ગરબડ હૈ ભીતરમેં'. નિર્દોષ નરની તો કાયમની અવસ્થા. એક વખત અવસ્થા પ્રાપ્ત કર્યા પછી તે અવસ્થા કયારેય ન બદલાય એવી અવસ્થા જેમની છે તે નિર્દોષ નર. પછી મહાવીર હોઈ શકે, બુદ્ધ હોઈ શકે, કૃષ્ણ હોઈ શકે. નામ ગમે તે આપો. “રામ કહો, રહેમાન કહો, પારસનાથ કહો અમને વાંધો નથી. અમારી શરત એ છે કે તે નિર્દોષ નર જોઇએ. રાગ, દ્વેષ અને મોહથી તે સદા માટે મુક્ત હોવો જોઇએ. રાગ, દ્વેષ અને મોહ એ ત્રણે જાય ત્યારે અનંતજ્ઞાન પ્રગટે, તમામ શેયો જ્ઞાનમાં ઝળકી ઊઠે. કંઈ સમજાય છે, શું થાય છે? એક બાજુ રાગ દ્વેષ ગયા અને બીજી બાજુ અનંત જ્ઞાનનો ખજાનો ખુલ્લો થયો. એ અનંતજ્ઞાનના દર્પણમાં જગતનાં તમામ જોયો જેમ હતાં તેમ ઝળક્યાં અને તેઓએ જે જોયું તે કહ્યું. પ્રગટ અને પ્રત્યક્ષ સર્વજ્ઞનો અનુભવ છે. “નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું કથન તેનું જ માનો જે નિર્દોષ હોય. પરંતુ એક લીટી વધારી લખ્યું કે “તેહ જેણે અનુભવ્યું' તેનો જેમણે અનુભવ કરેલ હોય. અનુભવ મહત્ત્વનો છે. વાત તો ગમે તે કરી શકે છે. પરંતુ અનુભવ જેને થાય તેની અવસ્થા બદલાઈ જાય છે.
શાસ્ત્રમાં શું કહ્યું છે ? રાગ અને દ્વેષ એ સંસારનું બીજ છે. તો આનો અર્થ એ થયો કે સંસારનો પ્રતિપક્ષી મોક્ષ છે. મોક્ષ જો મેળવવો હોય તો રાગ અને દ્વેષનું બીજ બાળી નાખવું જોઈએ. સંપૂર્ણપણે એ બીજ બળી જાય એવી અવસ્થાને વીતરાગ દશા કહે છે. જ્યાં વીતરાગ અવસ્થા છે ત્યાં મોક્ષ છે. આવી વીતરાગ અવસ્થા આત્મામાં પ્રગટ થાય છે. શરીરમાં નહિ, કપડાં અને વેશમાં નહિ, જાતિમાં નહિ, અને ઉંમરમાં પણ નહિ. ઉંમરમાં થતી હોત તો બધા બુઢાઓ મોક્ષમાં જ જાય. અહીં કોઈ હોત જ નહિ. જાતિ અને વેષ બન્ને આત્માથી જુદાં છે. વીતરાગ અવસ્થા એ આત્મામાં બનતી ઘટના છે. કોણ વીતરાગ થાય છે ? કહેશો ? શરીર થાય છે ? ના, આત્મા વીતરાગ થાય છે. જેનામાં વીતરાગતા પ્રગટી તેનો મોક્ષ થયો. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેને શું કરવું પડે ? અને સંસાર ઊભો કરવો હોય તેને શું કરવું પડે? સંસાર ઊભો કરવો હોય તો રાગ દ્વેષ કરવાં પડે અને સંસાર ટાળવો હોય તો રાગ દ્વેષ ટાળવા પડે. શાસ્ત્રો કહે છે કે વીતરાગદશા આત્માની દશા છે. શરીરની દશા નથી, શરીરમાં આ ઘટના ઘટે છે. રાગ દ્વેષ કરવા હોય તો પણ શરીર જોઇશે અને રાગ દ્વેષને જીતવા હશે તો પણ શરીર જોઇશે. શરીર માધ્યમ છે, મીડીયા છે, સાધન છે. એ વચલો ઉપયોગ છે. શરીરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org