________________
૧૪૨
પ્રવચન ક્રમાંક ૮૧, ગાથા ક્ર્માંક-૧૦૭ રહીને સાધના થાય. યુદ્ધ કરવું હોય તો મેદાન જોઇએ. શરીર મેદાન છે. શાસ્ત્રમાં શરીરને નોકર્મ કહ્યું. કર્મ નહિ પણ કર્મનું કારણ શરીર છે. ખેતરની માટીમાં ઘઉં પાકે તો માટી કારણ છે, તેમ વીતરાગ અવસ્થા છે તે શરીર દ્વારા પ્રગટ થાય. એ ઘટના શરીરની નથી પણ શરીરમાં રહેલ આત્મામાં થતી ઘટના છે. સમજી લ્યો, શરીરની ઘટના હોત તો જરૂર જાતિ ઉપર જવું પડત. કઇ જાતિમાં મોક્ષ છે ? પરંતુ કૃપાળુદેવ સાફ ના પાડે છે. વીતરાગ દશા આત્માની છે. જાતિ કે વેશની નથી. એ અવસ્થા કે દશાને તમે જોઇ ન શકો, જાણી ન શકો, ઘટના જે ઘટે છે તે આત્મામાં ઘટે છે.
મોક્ષ શરીરનો થતો નથી પણ મોક્ષ આત્માનો થાય છે. આ મોક્ષની અવસ્થા કે વીતરાગદશા પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયા આત્માને કરવી પડે તે દેહમાં રહીને કરવી પડે. દેશને નોકર્મ કહ્યું. કર્મ નહિ, પણ કર્મનું કારણ. સંસારનું કારણ શરીર અને સંસારમાંથી મુક્ત થવાનું કારણ પણ શરીર. સંસારનું સાધન પણ શરીર અને મોક્ષનું સાધન પણ શરીર થઇ શકે છે. બાજી તમારા હાથમાં છે. તમને અત્યારે શરીર મળ્યું છે, હવે તમે તેને સંસારનું કારણ બનાવો છો કે મોક્ષનું કારણ બનાવો છો તે તમારા હાથમાં છે. ઘણા લોકો કહે છે કે અમારે મોક્ષમાં જવું છે પરંતુ અત્યારે એટલી બધી ઉતાવળ નથી. રખડવું જ છે તેને શું કહેવું? તેઓ કહે છે કે સ્વર્ગલોક-દેવલોક કેવો હોય તે જાણવા દો અને અત્યારે ચોપાટી જઇ ભેળપુરી ખાઇ લેવા દો પછી વાત. આવું કહેનારા પણ જગતમાં હોય છે. શરીર સંસારનું કારણ પણ થઇ શકે છે અને એ જ શરીર દ્વારા ઉત્તમ સાધના કરી મોક્ષમાં પણ જઇ શકાય છે
ધ્યાનથી વાત ખ્યાલમાં લેજો. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિ મહારાજે શ્ર્લોક કહ્યો છે. सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ॥
સમ્યગ્દર્શન સહિત સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર, આ ત્રણે રત્નો પ્રાપ્ત થતાં જો હોય તો માનવેદહમાં જ પ્રાપ્ત થઇ શકે છે. આ શરીર દુઃખમાં પણ નિમિત્ત છે. આ જગતમાં જેટલાં દુ:ખો છે તે બધાં શરીર છે માટે છે. જો શરીર ન હોય તો દુઃખ હોય જ નહિ. આ એક વાત સ્પષ્ટતાથી સમજી લેજો કે શરીર દુઃખમાં નિમિત્ત છે અને ઉપાદાન કારણ કર્મ છે. બંને જુદા છે. શરીર દુઃખમાં નિમિત્ત બને છે અને શરીરમાં જે દુઃખ થાય છે તેનું કારણ કર્મ છે. શરીર અને કર્મ તે બંનેની ઘટના તે જગત, તે આ સંસાર. આ જન્મ દુઃખનું નિમિત્ત છે, પણ ત્રણ રત્નો જો પ્રાપ્ત કરો તો જીવન ધન્ય થઇ જાય, માટે માનવજીવન પર પસંદગી ઊતરે છે. ‘બહુ પુણ્યકેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો' એમ તમે તાલમાં ડોકું હલાવી હલાવીને ગાવો છો પણ તમે સમજો છો કે તમે શું કહી રહ્યાં છો ? અને પરમકૃપાળુ દેવ ‘પુણ્ય કેરા પુંજથી’ એમ શા માટે કહી રહ્યા છે તે ખ્યાલમાં આવે છે ? ધીરૂભાઇ અંબાણી કે વડાપ્રધાન થઇ શકાય અથવા તો પાંચ પકવાન, ભેળપુરી ખાઇ શકાય તેટલા માટે કહ્યું હશે ? ફાઇવસ્ટારમાં જઇ બસો, ત્રણસો રૂપિયાની થાળી ખાઇ શકાય એટલા માટે ? ના રે ના
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org