________________
૩૩૨
પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા ક્રમાંક-૧૩૩ તથા ૧૩૪ જાય. જ્ઞાની પુરુષ કહે છે કે શા માટે તું તારી જાતને છેતરે છે ? નુકસાન તને થવાનું છે. આવું જ કરતા હોય તેને પોષણ આપે એ અહિત કરનારા છે, ભલું કરનારા નથી. વ્યવહાર ધર્મમાં ત્યાગ અને વૈરાગ્ય વધતાં જાય અને કોઈ જ્ઞાનીપુરુષ પાસેથી સિધ્ધાંતનો બોધ પ્રાપ્ત કરે. જેણે આત્માનો અનુભવ કર્યો હોય તે જ આત્માની, નિશ્ચયની વાત કરે, તેના મોઢામાં આત્માની વાત શોભે. આત્મા જેણે પરખ્યો નથી, અનુભવ્યો નથી, તેના મોઢામાં આત્માની વાત ન શોભે. આ માટે કૃપાળુદેવે એક શબ્દ આપ્યો, જે આગળ આવશે - ‘વાચાજ્ઞાન.” વાણીમાં જ્ઞાન, શબ્દોમાં જ્ઞાન. કબીરજીએ કહ્યું કે “માખણ થા સો વિરલા પાયા, છાશ જગત ભરમાયા.' તત્ત્વોનું વલોણું કર્યું તેમાં માખણ અમૃત વિરલાને મળ્યું પણ આખું જગત શબ્દોમાં અટકી ગયું છે. પોતાને પોતાનું સ્વરૂપ જાણવું હોય તો જ્ઞાનીના યોગે નિર્મળ દૃષ્ટિ પ્રાપ્ત કરી સ્વરૂપ જાણે. તો સાર શું આવ્યો ? ગચ્છ અને મતની કલ્પના એ સદ્વ્યવહાર નથી. આત્માર્થીના અને જીજ્ઞાસુના લક્ષણો એ સવ્યવહાર છે. પોતાના સ્વરૂપનું ભાન, અનુભવ કે પ્રતીતિ ન હોય અને નિશ્ચયની કોરી વાતો માત્ર કરે તો “ભાન નહિ નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.”
કૃપાળુદેવે બે શબ્દો વાપર્યા છે. એક ઉપદેશ બોધ અને બીજો શબ્દ છે સિધ્ધાંત બોધ. ખરેખર તો ઉપયોગી છે સિધ્ધાંત બોધ પણ તેને પ્રાપ્ત કરવા ઉપદેશ બોધ જરૂરી છે. પદાર્થોનો અનિર્ણય એ સાધકોને અંતરાય ઊભો કરે છે. સમ્યક્ પ્રકારે તત્ત્વનો નિર્ણય સાધકે કરવો જોઈએ પણ યથાર્થપણે તત્ત્વનો નિર્ણય સાધક કરી શકતો નથી કારણકે તે પોતાની સમજણનું ક્ષેત્ર જે છે તે વિસ્તૃત કરતો નથી. તેથી યથાયોગ્ય સમજણ પ્રાપ્ત થઈ શકતી નથી. જયારે જ્ઞાની પુરૂષ મળે તે વખતે સિધ્ધાંત જેવો છે તેવો જ્ઞાની પુરૂષ પાસેથી જાણે. સિધ્ધાંતના શાસ્ત્રો વાંચવાથી સિધ્ધાંતનો બોધ પ્રાપ્ત થતો નથી. પણ સિધ્ધાંત જેણે પ્રગટપણે જીવનમાં જોયો છે, અનુભવ્યો છે તેમનાથી સિધ્ધાંતબોધ પ્રાપ્ત થાય, પણ તે પચે, પરિણમે, કાર્યકારી થાય, અંદર ઊતરે અને આત્મજ્ઞાન્ થાય, તે માટે ઉપદેશ બોધ જરૂરી છે.
આ ઉપદેશ બોધથી બે પરિણામ લાવવા છે. એક તો વૈરાગ્ય અને બીજું પરિણામ ઉપશમ. આ બે મોટા પરિબળો છે. સંસારના જે પદાર્થો, સંસારની જે વસ્તુઓ તેના માટે જે આકર્ષણ, પ્રલોભન, ખેંચાણ, તેના પ્રત્યે આસક્તિ, મમત્વ – મારાપણું થાય ને તેના નિમિત્તે જે અહંકાર થાય છે તે અને પદાર્થોની મૂછ દૂર થાય તે વૈરાગ્ય. અને અંદર જે કષાયો ઊઠે છે, તે કષાયો શાંત રહે તેનું નામ ઉપશમ. આ ઉપશમ અને વૈરાગ્ય સિવાય માર્ગની સાધના થઈ શકતી નથી. જ્ઞાનીનો બોધ પ્રાપ્ત કરવો તે સાધક માટે અત્યંત જરૂરી છે. પોતાના સ્વરૂપના ભાન વગર નિશ્ચયની વાતો કરતો હોય તો એ નિશ્ચયમાં સાર નથી. “ભાન નહિ નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.'
કોણ આપણને બોધ આપશે? આ સમાધાન કોની પાસેથી મળશે? પરમકૃપાળુદેવ કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org