________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૩૩
છે કે જ્ઞાની પાસેથી મળશે. જ્ઞાની પુરુષની બલિહારી એટલા માટે છે કે જ્ઞાની પુરુષ અહંકારથી મુક્ત, મમત્વથી મુક્ત, પક્ષપાતથી મુક્ત, કદાગ્રહથી મુક્ત છે. જ્ઞાની માત્ર શાસ્ત્રના અભ્યાસી નથી પરંતુ શાસ્ત્રમાં જે તત્ત્વનું પ્રતિપાદન કર્યું છે તેનો પ્રગટ અનુભવ તેમણે જીવનમાં કર્યો છે. એ બધાના પરિણામે તેમની વૃત્તિઓ શાંત થઇ છે. વિકારો શાંત થયા છે અને આંતરિક જ્ઞાનનો ઉઘાડ થયો છે. તેથી અનેક જ્ઞાની હોય પણ માર્ગભેદ નથી. કહેવત છે કે સો જ્ઞાનીનો એક મત, અને એક અજ્ઞાનીના સો મત, કારણકે તેમણે જોયું, જાણ્યું કે અનુભવ્યું નથી. આગળ જ્ઞાની થઇ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહિ કોય.
જગતમાં સામ્રાજ્ય અજ્ઞાનીનું છે. જ્ઞાની તો કોઇક ખૂણે જ છે. તેમનું સામ્રાજ્ય નથી. યશોવિજયજી મહારાજે કહ્યું,
જેમ જેમ બહુશ્રુત, બહુજન સંમત, બહુ શિષ્યે પરવરિયો,
તેમ તેમ જિન શાસનનો વેરી, જો નવિ નિશ્ચય દરિયો.
ઘણા શાસ્ત્રો વાંચે, સાંભળે, કહી શકે તેવો વિદ્વાન પંડિત, સાક્ષર એટલે બહુશ્રુત, બીજું બહુજન સંમત એટલે ઘણા લોકો માનનારા હોય, આખું ટોળું હોય અને ગુરુદેવ કહે કે આનું માથું ફોડી નાખો તો ફોડી નાખે. ગુરુને સંમત થઇ જાય. બહુજન એટલે ઘણા લોકોથી વીંટળાયેલો હોય. ઘ્યાન રાખજો આ ગંભીર વાત થઇ રહી છે. જેમ જેમ બહુશ્રુત, બહુજન સંમત, બહુશિષ્ય પરવરિયો, તો શું થાય ? તો કહે તેમ તેમ જિન શાસનનો વેરી બને, કારણ કે તે નિશ્ચયનો દરિયો નથી, એને આત્માનો અનુભવ થયો નથી. આટલી કડક વાત કહેવાની એટલા માટે જરૂર પડી કે જ્ઞાની પુરુષો વચ્ચે માર્ગભેદ હોય નહિ. વર્તમાન જ્ઞાની વચ્ચે માર્ગભેદ ન હોય તેટલું જ નહિ પરંતુ ગમે ત્યારે પૂછો, ભુતકાળમાં પણ માર્ગભેદ ન હતો. એ ભૂત અને વર્તમાનનો તાળો મેળવો તો અમે કહી શકીએ છીએ કે ભવિષ્યમાં જે જ્ઞાની થશે તેમના વચ્ચે પણ માર્ગભેદ હશે નહિ.
પરમાર્થે તો સહુનો માર્ગ એક જ છે. તે માર્ગ પ્રાપ્ત કરવા માટે પારમાર્થિક વ્યવહાર પણ છે. પ્રાપ્ત કરવું તે પરમાર્થ. પરમાર્થરૂપ સાધન કરવા માટે દેશ કાળ આદિના લીધે કોઇએ જુદા જુદા માર્ગો કહ્યા હોય પણ તેમાંથી આગ્રહ કરીને પોતાનો માર્ગ સ્થાપવા જેવો નથી. કહેનારાઓને આટલી વાત જો સમજાઇ જાય તો આ ભેખડે ભરાવવાની જે વાત થાય છે તે ન થાય. એક ઠેકાણે એક વાણિયો જતો હતો, રસ્તામાં રીંછ મળ્યું. ઝપાઝપી થઇ. અને તેની પાસે સોનામહોર કેડે બાંધેલી હતી તે પડવા લાગી. રીંછ સાથે બાથ કયાંથી ઝીલી શકે ? ત્યાં બીજો માણસ નીકળ્યો, પૂછ્યું કે આ શું કરો છો? તે કહે કે જોતો નથી ? આના કાન આમળી આમળીને સોનામહોરો કાઢું છું. એણે કહ્યું મને સોનામહોરો આપશો ? તો તે કહે કે તું કાઢ. એમ કહી રીંછને પડતું મુક્યું. હવે તે કાન આમળ્યા જ કરે છે પણ મહોરો આવતી નથી. તેમ રીંછના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org