________________
૩૩૪
પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા માંક-૧૩૩ તથા ૧૩૪ કાન આમળવાનો ધંધો કે પકડાવાનો ધંધો જે પંડિતો કરે છે તેને ખબર નથી કે સોનામહોરો કાનમાંથી નહિ પણ તેના કેડે બાંધેલી હતી તે પડતી હતી. શાસ્ત્રમાં વર્તમાનમાં જે ભેદ પડ્યાં છે, તેનો નિવેડો કોણ લાવી શકે ? ગાથામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ લાવી શકે. પરમકૃપાળુદેવે કહ્યું કે આ નિવેડો લાવનાર જ્ઞાની પુરૂષ કયાં છે કે નિવેડો લાવે ? જ્ઞાની પુરુષો ન હોય તો જેને નિવેડો કરવા બેસાડશો તે દશ નવા મુદ્દાઓ ઉમેરશે. નિવેડો બાજુએ રહી જાય અને બીજા દશ મુદ્દાઓ આવે. આથી તો સાધકોને અવરોધો થાય છે. પરમાર્થ માર્ગ કઠિન નથી. આત્માની ઓળખાણ કરવાના માર્ગમાં કયાંય પણ ભેદ નથી. પણ કહેનારા જે પુરુષો છે તે આગ્રહ છોડીને વાત કરશે તો સત્ય સમજાશે. આ ૧૩૪મી ગાથાનો આપણે અભ્યાસ કર્યો.
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય;
થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. જગતમાં માર્ગભેદ તો છે જ નહિ. જ્ઞાની માટે માર્ગભેદ નથી અને અજ્ઞાની માટે બીજો કોઈ રસ્તો નથી. તટસ્થ બની તત્ત્વનો સત્યનો બોધ સમજે તો જ માર્ગ પ્રાપ્ત થાય. ૧૩પમી ગાથામાં ફરીથી નિશ્ચયનયની વાત કૃપાળુદેવ કરવાના છે તે આગળ વિચારીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
હse,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org