________________
૨૦૮
પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્યાંક-૧૧૪ કે છોડવાથી કંઇ મુશ્કેલી નહિ થાય ને? વૃત્તિઓનું ઘમસાણ એ મોટામાં મોટું ઘમસાણ છે. કોઈ આપણને ગાળ આપે ત્યારે કહીએ છીએ કે આપવા દો ! તેના મોઢેથી બોલે છે ને? આપણને શું વાંધો આવ્યો ? પરંતુ બીજી મિનિટે થાય કે આ ન ચલાવી લેવાય. એને એવી ટેવ પડી જાય. વૃત્તિઓનો સામનો કરવો અત્યંત કઠિન છે. તો હે પ્રભુ! આ વૃત્તિઓ સંપૂર્ણપણે લય થઈ જાય તેવું બનતું હશે ?
મહર્ષિ પતંજલીએ કહ્યું, “પશ્ચિત્તવૃત્તિનિરો : 'આ યોગની અમે જે વાત કરીએ છીએ તે ચિત્તની વૃત્તિનો વિરોધ કરવાની વાત છે. એમણે સ્વીકાર્યું કે વૃત્તિઓનો નિરોધ થઈ શકે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પાંચ પ્રકારના યોગ વર્ણવ્યા છે. અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાન યોગ, સમતાયોગ અને વૃત્તિસંક્ષય યોગ. સંપૂર્ણપણે વૃત્તિઓનો ક્ષય થાય તેવી પણ અવસ્થા છે અને તેને માટે એક શબ્દ છે. એ શબ્દ છે નિવૃત્તિ. આપણે નિવૃત્તિ શબ્દ બોલીએ એટલે એવું સમજાય કે ૫૮ વર્ષ થયાં તેથી નિવૃત્ત થયા. અહીં આનો અર્થ એવો નથી પણ નિવૃત્તિનો અર્થ વૃત્તિ રહિત અવસ્થા. વેલ ગમે તેટલી મોટી અને સુંદર હોય અને ગમે તેટલી વિકસી હોય, વેલે આખા ઝાડને ઢાંકી દીધું હોય તો પણ વેલ તે બહારથી આવેલ વસ્તુ છે. તમે મૂળ કાપી નાખો એટલે વેલ ખતમ થઈ જાય. પરંતુ બને છે એવું કે વૃક્ષના ટેકા વગર વેલ ઊછરી શકતી નથી અને ઊછર્યા પછી જેનો ટેકો લીધો છે તેને ઢાંકયા વગર પણ રહેતી નથી. કાંઈ સમજાયું ? વેલ જે ઊભી થઈ તે વૃક્ષના આધારે અને તેનો ટેકો ન મળે તો વધી શકે નહિ પણ તે એવી વધે છે કે જેનો ટેકો લીધો છે તેને જ ઢાંકી દે છે. રાજકારણમાં પણ આવું જ થાય છે. જીતીને ભૂલી જાય કે અમે તમારે કારણે, તમારા સપોર્ટથી ચૂંટણી જીત્યા. આત્માના ટેકાથી વૃત્તિની વેલ ઊભી થાય છે અને એ જ વૃત્તિની વેલ આત્માને ઢાંકી દે છે.
“તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ' આટલો મોટો હિમાલય “તણખલાથી' ઢંકાયો. આટલો મોટો ભગવાન આત્મા અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યવાન અને અનંત આનંદથી ભરપૂર, શું નથી તેનામાં ? અદ્ભૂત ખજાનો છે. યશોવિજયજી મહારાજે ગાયું કે “પ્રભુ ! તું સબ બાતે પૂરો' અધ્યાત્મિક રીતે સંપૂર્ણપણે બધી તાકાત ખીલી ગઈ છે, એ અર્થમાં સબ બાતે પૂરો એમ કહ્યું છે.
જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી; સુરનર કિન્નર નાયક સંપત્તિ, તુજ ચરણોકી દાસી.
ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. હે પ્રભુ ! તું આવો છે. જો તું તારા સ્વભાવમાં રમે તો સુર નર કિન્નર અને ઇન્દ્રોની સંપત્તિ તારા ચરણોની દાસી બને. તને શું કહું ? તને શું ઓછપ છે ? તારી પાસે શું નથી? અરે, આત્મા! તારી પાસે અનંત સંપત્તિ છે, તો પણ ભિખારીની જેમ તું સુખની ભીખ માગે છે? તને શરમ નથી આવતી? ભારે ઠપકો આપ્યો. તમે સુખ કોની પાસે માગો છો ? પુદ્ગલ પાસે ને ? બોલોને ? અરે! ચૈતન્યમૂર્તિ આત્મા ! તું તો સુખનો સાગર છે, પણ વૃત્તિઓ જીતાતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org