________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૭
( પ્રવચન ક્રમાંક - ૮૯
ગાથા ક્રમાંક - ૧૧૪ વિભાવને દૂર કરવાનો ઉપાય
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. (૧૧૪). ટીકા - કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત સમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. (૧૧૪)
આત્મસિદ્ધિશાસ્ત્ર પરમ રહસ્યથી ભરેલું, તમામ પ્રકારનાં પાસાઓને સ્પષ્ટ કરતું અને અધ્યાત્મનાં મૌલિક સિદ્ધાંતોને વિગતવાર જણાવતું શાસ્ત્ર છે.
જે પુરુષ દ્વારા પ્રગટ થયું તેના દેહનું નામ પરમકૃપાળુદેવ. તેઓ લખે છે કે અમે દેહધારી છીએ તે યાદ કરીએ છીએ, ત્યારે માંડ માંડ યાદ આવે છે કે અમે દેહધારી છીએ. આથી વધારે ગંભીર વાત હોઈ શકે નહિ. તેમને વિસ્મરણ થયું નથી પણ તેમની આવી અવસ્થા છે. આઇનસ્ટાઇન એક મિત્રને ત્યાં જમવા ગયેલ. ભોજન થઈ ગયું. દશ વાગ્યા અને વાતોની શરૂઆત થઈ. અગિયાર, પછી બાર વાગ્યા અને આઈનસ્ટાઇન એમ વિચારે છે કે આ લોકો હજુ જવાની વાત કેમ નથી કરતા? અને જેના ઘેર ગયા છે તે લોકોને થાય કે આઈનસ્ટાઈન કયારે ઘેર જવા માટે ઊભા થશે ? છેવટે થાકીને પેલાએ આઈનસ્ટાઈનને કહ્યું કે, સાહેબ, આપને આપના ઘેર જવું નથી ? ત્યારે તેણે કહ્યું કે ઓહ ! આ મારું ઘર નથી ? આઈનસ્ટાઈનનું આઈ. કર્યું. લેવલ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કોઈ જાતનું વિસ્મરણ પણ નથી. પરંતુ તેની ચેતના કયાંક ડૂબેલી છે, વિજ્ઞાનોના પદાર્થોમાં, ચિંતનમાં, મનનમાં, મંથનમાં ક્યાંક ડૂબેલી છે.
પરમકૃપાળુદેવ એમ જ્યારે કહે છે કે અમે દેહધારી છીએ તે માંડ માંડ યાદ આવે છે ત્યારે ડૂબેલી ચેતનામાં સ્મરણ કરવું પડે છે. આવા અસાધારણ વ્યકિતત્વ દ્વારા આત્મસિદ્ધિ પ્રગટ થઈ છે. ૧૧૩મી ગાથામાં ખરેખર વાત પૂરી થઈ ગઈ. સમ્યગ્દર્શનથી માંડીને સર્વજ્ઞ અવસ્થા સુધીનાં બધાં જ પાયાનાં તત્ત્વો અને બધી અધ્યાત્મની ભૂમિકાનું વર્ણન પૂરું થયું. આ ગાથામાં આત્મસિદ્ધિ સંપૂર્ણ થવી જોઈતી હતી પરંતુ અહીં ગાથા આગળ ચાલી. આ એટલા માટે ચાલી કે સાધકે, મુમુક્ષુએ અને શિષ્ય આ સાંભળ્યું છતાં તેના મનમાં એક મંથન છે.
મુમુક્ષને અનુભવ કરવો છે માટે દ્વિઘા છે, સમસ્યા છે, વિમાસણ છે, તેને એમ થાય છે કે આ જે વિભાવ છે તે અનાદિ કાળનો છે, તેનો પ્રારંભ નથી અને આ ક્ષણ સુધી છે. આજે પણ છે, તો આવો અનાદિનો વિભાવ કેવી રીતે છૂટે ? આપણને બરાબર ખબર છે કે આપણામાં વૃત્તિઓનું કેવું ઘમસાણ મચે છે? કેવું તોફાન મચે છે? કેવું યુદ્ધ અને સંઘર્ષ થાય છે ? એક બાજુ એમ થાય કે જગતના બધા પદાર્થો છોડી દઈએ. બીજી બાજુ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org