________________
૨૦૬
પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્રમાંક-૧૧૩ છેલ્લી વાત, ‘દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' જીવનની એક ઓર મજા છે. રાગ દ્વેષ સાથે જીવવું એ દુઃખમય જીવન છે. રાગદ્વેષ વગર જીવન જીવવામાં પરમ આનંદની વર્ષા થાય છે. જીવન છે, દેહ છે પણ રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી, દ્વન્દ્ર નથી, મૂંઝવણ નથી, ચિંતા નથી કંઈપણ નથી. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહિએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” દેહ છૂટી ગયા પછી મોક્ષ મળશે એ ઉધાર. અહીં રોકડાની વાત છે. દેહ છે, દેહમાં જીવીએ છીએ, જીવતા છીએ, ધરતી ઉપર છીએ, તમારા વચ્ચે છીએ છતાં રાગ દ્વેષ વગર જીવીએ છીએ. રાગ દ્વેષ વગર કરોડો વર્ષ જીવી શકાય. અમને એક ભાઇ વાત કરતા હતા કે ઘરમાં કોઈ અકળાય તો શાંત રહેવું. કબીરજીએ કહ્યું કે અગળા હોય અગ્નિ તો આપણે થવું પાણી. આગળ અગ્નિ પ્રગટે તો પાણી ઢોળવું, પણ ગુરુજી! અમે તમારી સલાહ માનીએ તો જીવાય નહિ. કેમ ? તો કહે, રોફ રાખીએ તો જ જીવાય. એક ભાઈ કહેતા હતા કે હું ઘેર જાઉં એટલે મને જોઇને બધા ચૂપચાપ. ન બોલે કે ન ચાલે. મેં કહ્યું કે હડકાયું કૂતરું આવે ત્યારે પણ આવું જ થાય છે. ચૂપચાપ થઈ જઈએ. આમાં શું કમાણો તું ? રાગ દ્વેષ નહિ અને જીવન કરોડો વર્ષ ! કરોડો વર્ષમા નિમિત્ત નહીં આવતા હોય? કોઇ કહેનાર નહીં મળતું હોય? તેઓની જીવન જીવવાની અદ્ભુત રીત છે, દેહ છતાં નિર્વાણ. આવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય.
આપણે ઉપસંહાર સમાપ્તિ તરફ જઈએ. એ જે વીતરાગ દશા તેનું ફળ કેવળજ્ઞાન અને તેમાં આત્મસ્વભાવનો અનુભવ અખંડ રહે. કોનામાં ? નિજ સ્વભાવમાં, આત્મામાં ઉપયોગ સ્થિર થાય. ચારે ઘાતિકર્મો વ્યવચ્છેદ પામ્યાં છે. હવે ચાર અઘાત કર્યો હોવાથી દેહ છે. આત્મા દેહમાં છે. દેહ ધારણ કરેલ છે છતાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય જે સિદ્ધ ભગવંતના ગુણો છે તે આમનામાં પણ પ્રગટ થઈ ગયા છે, આ ધરતી ઉપર અને આ જ દેહમાં છે. એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેમના માટે સાકાર પરમાત્મા શબ્દ વાપરી શકાય. અથવા દેહધારી ભગવાન કહી શકાય કારણ કે અઘાતિકર્મો જ બાકી રહ્યાં છે. ભાગવતની પરિભાષામાં નિરાકાર, આ નિરાકાર થયો છે. એવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય તેને કહેવાય છે કેવળજ્ઞાની.
૧૧૪મી ગાથાનો પ્રારંભ હવે થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org