________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૫ આવે ? ભૂલી જાવ છો. હું ખીમજીભાઈ છું કે પ્રેમજીભાઈ છું તે સતત ૨૪ કલાક અને જંદગીભર યાદ રહેશે. પરંતુ હું આત્મા છું એમ યાદ રહેશે? યાદ આવે તો ક્ષણ બે ક્ષણ પછી ભૂલી જવાય છે. હું શરીર છું” તે હું શરીર ન હોવા છતાં ભૂલાતું નથી.આ ખેલ જુઓ, હું આત્મા છું તે ભૂલી જવાય પણ હું શરીર છું તે ભૂલાતું નથી. ન હોવા છતાં બરાબર યાદ રહે. તમારું નામ કાંતિભાઈ હોય અને કોઈક બોલાવે કે ઓ શાંતિભાઈ ! તુરત જ કહેશો કે ભાઈ ! શાંતિભાઈ નહિ પણ મારું નામ કાંતિભાઈ છે. કોઈ દિવસ એમ થયું કે હું શરીર નહિ પણ આત્મા છું ? આપણી જ્ઞાનની ધારા વચ્ચે તૂટે છે. પોતાના જ્ઞાનની ધારા ન લૂટે તેવી અખંડ ધારા તે નિજ સ્વભાવની છે. નિજ સ્વભાવમાં રાગ, દ્વેષ, અહંકાર, નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, ગતિ, જાતિ, ઈન્દ્રિયો, વેશ્યા, માર્ગણાસ્થાન, પાપ સ્થાનકો, શુભ અશુભ ભાવ આ બધું નથી. આ બધાથી રહિત, અને જેનાથી રહિત ન થવાય તેને કહેવાય નિજ સ્વભાવ. સર્વ આભાસોથી રહિત છે, એવા નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન જેને વર્તે છે તેને અમે કેવળજ્ઞાન કહીએ છીએ. હું ફરી ફરી રીપીટેશન કરું છું, કારણ કે મારે તમને ઘુટાવવું છે. આ અદ્ભુત વ્યાખ્યા છે. શાસ્ત્રને સંમત છે.
હવે મહત્ત્વની વાત, આવું કેવળજ્ઞાન જો પામ્યા તો ચાર ઘાતિકર્મો એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય કર્મનો મોટો જથ્થો ગયો. તેરમા ગુણસ્થાને પહોંચી ગયા. ચાર ઘનઘાતિ કર્મોનો વ્યવચ્છેદ થયો. વ્યવચ્છેદ થવાથી અંદરથી કેવળજ્ઞાન પ્રગટ થયું. હવે શરીર તો રહ્યું. એ શરીર પોતાની વાસનાને કારણે નહિ પણ ચાર અઘાતિ કર્મના કારણે રહ્યું છે. અઘાતિકર્મ, એટલે તમારા સ્વરૂપમાં કોઈપણ જાતની બાધા ઉત્પન્ન ન કરી શકે છતાં છે. નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય, આ ચાર અઘાતિ કર્મો છે. તેનો સબંધ દેહ સાથે છે. ઘાતિ કર્મો તમારા સ્વરૂપને અસર કરે છે. આ અઘાતિ કર્મો હોય ત્યાં સુધી શરીર હોય છે. વીતરાગ કેવળજ્ઞાની શરીરમાં રહ્યા છે છતાં જીવનથી મુક્ત છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે નવ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થઈ શકે, પણ કદાચ આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું પણ હોય તો તે પૂર્વ કરોડ વર્ષ જીવે પણ જીવનમુકત તરીકે જીવે. ત્યાં રાગ દ્વેષના કષાયોના આંદોલનો પ્રગટ ન થાય. જીવનમુક્ત દશા છે. જીવન તો છે પણ રાગ-દ્વેષથી મુક્ત, જીવન તો છે પણ કષાયોથી મુક્ત, જીવન તો છે પણ આસક્તિ, સુખ દુઃખથી મુક્ત, જીવન તો છે પણ મોહથી મુક્ત. આવું જીવન જીવે છે. તમારી બાજુમાં બેઠા હોય છતાં ખબર ન પડે કે આ કેવળજ્ઞાની છે. આપણે વિભાવો સાથે જીવીએ છીએ. કેવળજ્ઞાની જીવે છે એમને “જીવિત કે મરણે નહિ
ન્યૂનાધિકતા.' જીવન કે મરણમાં કોઈ અધિકતા નથી એવી જીવનમુકતદશા છે. તેના માટે બુદ્ધ ભગવાને બીજો શબ્દ આપ્યો છે - નિર્વાણદશા. “મરને કે બાદ મોક્ષ હોતા હૈ વો બાત જાને દો, યે તો જીતે જી મોક્ષકી બાત છે. આનો અર્થ એ થયો કે રાગ દ્વેષ ગયા પછી દેહ બાધક નથી. ઘણા લોકો કહે છે તોડો આ શરીરને? શરીર શું નડે છે તમને? રાગ દ્વેષ તોડો ને ? તો જીવનમુક્ત દશા તે નિર્વાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org