________________
૨૦૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી અને આશ્ચર્યની વાત તો એ છે કે વરસો સુધી આ વૃત્તિઓ સાથે જેમણે સંગ્રામ કર્યો તેમને પણ આ વૃત્તિઓ ઉથલાવી નાખે છે. ૬૦ હજાર વર્ષે વિશ્વામિત્રને ધક્કો લાગ્યો અને લપસ્યા.
શિષ્યને મૂંઝવણ થાય છે કે આ વૃત્તિઓ શી રીતે જાય ? આ વિભાવ તો અનાદિનો છે. વિભાવ એટલે વિકૃતભાવ. પરંતુ આ બધું યાદ ન રહે તો બે શબ્દો તો તમને યાદ છે. રાગ અને દ્વેષ. આને કહેવાય છે વિભાવ. આ વિભાવ કેવી રીતે પેદા થાય છે? સમજાય છે ? આખા જગતને ઝુકાવનાર વિભાવ કેવી રીતે તૈયાર થાય છે ?
જ્ઞાન છે તે પરને જાણે છે અને પોતાને પણ જાણે છે. જ્ઞાનનું લક્ષણ છે સ્વ-પર પ્રકાશક. જ્ઞાનની ક્ષમતા છે, હેસિયત છે, શકિત અને સામર્થ્ય છે કે પોતાને પણ જાણે અને પરને પણ જાણે. પરને જાણે ત્યાં સુધી તો બરાબર. અહીં સુધી જ્ઞાનનું કાર્ય છે. જરા જાગતા રહીને સાંભળજો. જ્ઞાનની ક્ષમતા એવી છે કે પરન-વસ્તુને જાણે છે, વ્યકિતને જાણે છે. રસ્તામાં ચાલ્યા જાઓ છો અને ગાડી નીકળી, તે જ્ઞાને જાણ્યું. કોઈએ ઘરેણાં પહેર્યા છે તે જ્ઞાને જાણ્યું. મરચાંના ભજીયાં તળાઈ રહ્યાં છે તે જ્ઞાને જાણ્યું, જાણવું તે તો જ્ઞાનનું કામ છે. કેમ જાણ્યું? એમ તમે ન કહી શકો. જ્ઞાન કાર્યકારી છે અને જાણવું તે તેનું કામ છે. પરંતુ જાણ્યા પછી તે એક ઇંચ આગળ વધે છે. જાણ્યા પછી તે પર પદાર્થો હું છું એમ માની લે છે. ધીરજથી વાત ખ્યાલમાં લેજો. જ્ઞાન જોખમ નથી. જ્ઞાન ૩૮ અક્ષાંશ સુધી આવી ગયું. જ્ઞાને જાયું પછી પોતે આગળ વધી તેમાં તદ્રુપ, તન્મય અને તદાકાર થાય છે. તેની સાથે પોતે પોતાનું તાદામ્ય સિદ્ધ કરે છે અને તેમ માનવાના પરિણામે અંદર જે ઠંદ્ર થાય છે તેને કહેવાય છે વિભાવ. વિભાવ થવાનું મૂળ જાણી લો કે વિભાવ કેમ ઉત્પન્ન થાય છે. જૈનદર્શન એમ કહે છે કોઈ શબ્દ એમને એમ ન બોલો. પ્રત્યેક શબ્દ પાછળ એક ગંભીર ઘટના છે. શબ્દ છીજું છે પણ અંદર રહસ્ય રહેલું છે. આપણે માનીએ છીએ કે આ બધું મારું છે પણ જે દિવસે જન્મ્યા હતા તે દિવસે સફારી સુટ કે સાડી પહેરીને જનમ્યાં હતાં? અને જે દિવસે આપણે જઈશું, છેલ્લો વરઘોડો નીકળશે ત્યારે શું લઈને જવાના? પૂ. ઉદયરત્ન મહારાજે કહ્યું છે કે,
સાવ સોનાનાં સાંકળા પહેરણ નવ નવા વાઘા;
ધોળું રે વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. પહેલા સાવ સોનાનાં સાંકળા પહેરતાં હતાં. ચાલે ત્યારે પણ ખણ અવાજ આવે. એમાં તન્મય થાય. એક ભાઈ કહે કે મેં મારી તૈયારી કરી લીધી છે ઘોળું વસ્ત્ર કબાટમાં મૂકી દીધું. દીકરો કહે કે તમે તૈયારી ન કરી હોત તો અમે તૈયારી કરત.
પોતે પરપદાર્થોમાં તન્મય થાય છે, તદાકાર થાય છે. શરીર, કપડાં, ધન, સબંધોને અને પદાર્થોને મારું માને છે, તાદાભ્ય કરે છે, તેના પ્રત્યે આસક્તિ અને મમત્વ થાય છે. તેમાંથી જે દ્વન્દ ઊભા થાય છે તેને કહેવાય છે રાગ અને દ્વેષ. જ્યારે વિભાવ ઉત્પન્ન થાય- રાગ દ્વેષ ઉત્પન્ન થાય, ત્યારે એ રાગ દ્વેષને દૂર કરો. આ લેબોરેટરીની એનાલીસીસ છે હવે ખબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org