________________
૨૧૦
પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્રમાંક-૧૧૪ પડી કે વિભાવ કેમ ઉત્પન્ન થાય છે ? તમે જ્યારે સ્વાધ્યાય અને પ્રવચનમાં જાવ ત્યારે સ્વાધ્યાયકાર કહેશે કે રાગ દ્વેષને જીતો. તમને પણ થાય કે ચાલો પ્રયત્ન કરીએ. પ્રયત્ન કરો ત્યારે ખબર પડે કે આ તો નમતું જોખે તેવાં નથી, છતાતાં નથી.
શિષ્યને એમ થાય છે કે ગુરુદેવ ! અનાદિનો વિભાવ કેમ કરી દૂર થાય ? પહેલા સમ્યગદર્શનથી માંડી વીતરાગતા સુધીની વાત પૂરી થઇ. હવે ફરી શિષ્ય પૂછે છે આ વૃત્તિઓ જીતાતી નથી તો કેમ કરી જીતવી ? તેનો ઉપાય ગુરુદેવ કહે છે.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય,
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. આ ગાથામાં કેટલાં કોયડાઓ ઉકેલાયા છે. અનાદિનો વિભાવ દૂર કેમ થાય? અધ્યાત્મ શાસ્ત્રોએ જગતનાં બનાવોનું વર્ણન કરીને, અધ્યાત્મનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેવો એક સિદ્ધાંત સ્વપ્ન દશાનો છે. તે દશામાં ઘણાં કામ થાય છે. સ્વપ્ન અવસ્થાનો ઉપયોગ ગુરુદેવ આ વાત માટે કર્યો છે. ચાર અવસ્થાઓ છે. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને તેના પેટામાં નિદ્રા અવસ્થા. નિદ્રા આવે તો સપનાં આવે ને? સપનું ઊંધ્યા પછી જ આવે. ત્રીજી અવસ્થા એટલે ગાઢ નિદ્રા. ઊંચકીને ફેરવો તો પણ ખબર ન પડે. સવારે ઊઠે ત્યારે ખબર પડે કે અહીં કયાંથી આવ્યો? આ ત્રણ આપણા અનુભવની અવસ્થા પરંતુ ચોથી ઉજાગર અવસ્થા તે અધ્યાત્મની અવસ્થા, જેને તુર્થી અવસ્થા અથવા ચતુર્થ અવસ્થા કહે છે. સ્વપ્ન અવસ્થાનો ઉપયોગ અધ્યાત્મ શાસ્સે કર્યો છે. જેટલો કાળ સ્વપ્ન આવે છે એટલો કાળ સ્વપ્ન સો ટકા સત્ય છે. સમજવા કોશિશ કરજો કે જેટલો ટાઈમ તમે સ્વપ્નમાં રહો છો તેટલો કાળ સો ટકા સત્ય છે, ભાસ નહિ, ખોટું નહિ, સ્વપ્નામાં જે કંઈ દેખાય તે યથાર્થ સત્ય લાગે છે.
તે વાતને સમજીએ. રાજકુમાર બીમાર હતો. એકનો એક દીકરો હતો. રાજારાણી પાસે બેઠાં છે. ગંભીર સમસ્યા છે. મૂંઝવણનો પાર નથી. ત્યાં રાત પડી. પતિ પત્ની વચ્ચે નક્કી થયું કે થોડું તમે જાગો અને થોડું હું જાણું. પણ બંને જાગે છે તેમાં રાજાને બેઠાં બેઠાં ઊંઘ આવે છે. ભાગ્યશાળી હોય તેને જ આવી હાલતમાં ઊંઘ આવે. સૌથી મોટો ભાગ્યશાળી એ કે તેને ચાલુ પ્રવચનમાં પણ ઊંઘ આવે, તેના ભાગ્યની તો કયાં વાત કરવી? ઊંઘ માટે લોકોને ગોળી ખાવી પડે અને આ તો બેઠાં બેઠાં ઝોંકા ખાય. છોકરો બીમાર છે, તેનું દર્દ વધતું જાય છે, રાણી રાજાનો હાથ પકડીને કહે છે કે જાગો. આ છોક્કાને થઈ રહ્યું છે ? રાજા કહે કે હું જાણું છું અને પાછો સૂઈ ગયો. ઊંઘમાં રાજાને સ્વપ્ન આવ્યું. ૩૫ વર્ષની ઉંમર થઈ, હું પરણ્યો, લગ્ન થયાં ઠાઠમાઠથી. સંસારની શરૂઆત થઈ. બાર દીકરાઓ થયા. બારે પરણ્યા. બાર વહુઓ આવી. મઝાનો મહેલ, સોનાના હિંડોળા અને પોતે હિંડોળા પર બેઠો છે. બાર વહુઓ પૂછે છે કે સસરાજી ! તમારા માટે શું બનાવીએ ? શીરો બનાવીએ કે બીજું કાંઈ ? આમ વાતો થઈ રહી છે. આનંદનો પાર નથી. તેમાં અસલ છોકરો ગુજરી ગયો. રાણીએ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org