________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૧૧ બૂમ પાડી અને પોક મૂકી, ઊઠો ઊઠો, તમે જોતાં નથી ? આ ગુજરી ગયો. ઓલા રાજાને સ્વપ્નાના નશામાં ભાન થતું નથી. પછી જાગીને કહે છે રાણીજી ! હું કોના માટે રડું? આના માટે રડું કે ઓલા બાર ગયા તેના માટે ? સ્વપ્નામાં બાર છોકરા અને બાર પુત્રવધૂઓ જોયાં હતાં. સ્વપ્નામાં જોયાં ત્યારે સત્ય જેવાં લાગ્યાં ને જાગતાંની સાથે બધું વિલીન.
વેદાંત એમ કહે છે કે જગત મિથ્યા છે, સ્વપ્નવત્ છે. સંસાર એ સપના જેવો મિથ્યા છે. આ વાત તમને નહિ ગમે, કડવી લાગશે. કારણ કે કેટલા બધા રસથી, રંગથી ઘરમાં ટાઈલ્સ નાખીએ છીએ. કારીગરને ખખડાવી નાખીએ છીએ કે તું મફત કામ કરે છે ? આ ટાઇલ્સ ઊંચી છે, એ કાઢી નાખ. પેઇન્ટર રંગ કામ કરતો હોય ત્યારે પણ ભલામણ કરીએ છીએ કે પાકો રંગ કરજે, ઊખડવો ન જોઈએ. એક સાધુ વહોરવા જતા હતા. રસ્તામાં નાગદત્ત શેઠનું મકાન ચણાતું હતું, અને શેઠ ભલામણ કરતા હતા. લાલ રંગ કરજો, વાદળી રંગ કરજો. તે સાંભળીને સાધુને જરા હસવું આવ્યું. હસવું ન જોઈએ પણ હસ્યા. શેઠની નજર ગઈ અને શેઠે કહ્યું કે મહારાજ ! હું મારા મહેલ માટે ભલામણ કરું છું એમાં તમારું શું જાય છે ? મુનિએ કહ્યું કે મારું કંઈ જતું નથી પણ તારી આ મહેનત ફોગટ છે, આજથી સાતમા દિવસે તારું મૃત્યુ છે. શેઠને શું થયું હશે ? કહો.
સ્વપ્નમાં જ્યારે જે જુઓ છો તે સત્ય જ છે એવું તમને લાગે છે. ખરેખર બાર દીકરા, બાર વહુઓ. કેટલો ગાળો ગયો હશે ? પચાશ સાઠ વર્ષ તો થયાં જ હશે ને ? અને સ્વપ્ન બે કે પાંચ મિનિટનું, પણ જેવી આંખ ખૂલી કે વહુઓ, દીકરાઓ, મહેલ બધું ગયું. અહીં એમ કહેવું છે કે સ્વપ્ન ગમે તેવું હોય તો પણ, જાગે ત્યારે સ્વપ્ન શાંત. આ સમજજો. બહુ મહત્ત્વની વાત છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, જેવાં જાગૃત થાવ કે સ્વપ્ન સમાઈ જાય, કંઈ મહેનત કરવી પડે સ્વપ્નને શમાવવા? કંઈ મથામણ કે ધ્યાન કરવું પડે? કંઈ સાધુપણું લેવું પડે? જંગલમાં કે ગુફામાં જવું પડે? જાગો, એટલે સ્વપ્ન ગાયબ, માત્ર જાગવાની જરૂર છે. અનાદિકાળનો વિભાવ જેવા જાગૃત થશો કે જશે. વાર નહિ લાગે. શું વાત કરી ? આટલી સરળ વાત કરી, બધી મથામણમાંથી છૂટાં કર્યા, માત્ર જાગવાની જરૂર છે. જ્ઞાની પુરુષો કહે છે કે ..
ઊઠ જાગ મુસાફિર ભોર ભઇ, અબ રૈન કહાં તું સોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ.
જબ ચિડિયા ચૂગ ગઈ ખેત, ફિર પછતાયે કયા હોવત હૈ, જ્ઞાની પુરુષોનું કામ શું ? તેઓ ધર્મની દુકાન માંડવા નથી આવ્યાં. ગાદીપતિ બનવા નથી આવ્યા. અમારા પ્રવચનમાં કેટલા માણસો આવે છે તેની આસ્થા ચેનલ ઉપર જાહેરાત કરવા નથી આવ્યા. જ્ઞાની પુરુષો તો માત્ર તમને જગાડવા આવ્યા છે “તસ્માતું જાગર જાગર', અરે, જાગો રે જાગો. આ જાગવું એ મોટામાં મોટી ઘટના છે. જે ક્ષણથી તમે જાગો તે ક્ષણથી સંસાર વિલય થવા માંડે. ચૌદ રાજલોકમાં ફેલાયેલો સંસાર સ્વપ્ના જેવો છે. જેવા તમે જાગો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org