________________
૨૧૨
પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્રમાંક-૧૧૪ તેવું સ્વપ્ન મટી જાય છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય'. આ શબ્દો વારે વારે ઘૂંટવા જેવા છે.
આ સ્વપ્નનું દૃષ્ટાંત લઇને હવે સિદ્ધાંતની વાત કરે છે. સ્વપ્નની જેમ વિભાવ અનાદિનો ભલે રહ્યો પણ તમે જાગૃત થાવ તો તે દૂર થઈ શકે છે. શું થાય ત્યારે ? “જ્ઞાન થતાં દૂર થાય’ જેવું જ્ઞાન થાય તેવો વિભાવ દૂર થાય. જો જ્ઞાન હોય તો વિભાવ નહિ હોય અને જો વિભાવ હશે તો જ્ઞાન નહિ હોય. બંને સાથે ન હોઈ શકે. “જ્ઞાન થતાં દૂર થાય.” જ્ઞાન થાય કે વિભાવ દૂર થાય. કમ સે કમ એટલી વાત તો નક્કી કરો કે વિભાવ મારો સ્વભાવ નથી. આ પ્રમાણે ભાન થયું તેને કહેવાય છે હોશ. ભાન થવું તેને કહેવાય છે જાગરણ. ભાન થવું તેને કહેવાય છે અપ્રમત્ત અવસ્થા, સ્વરૂપમાં સાવધાની, અને આવું ભાન ન રહેવું તેને કહેવાય છે પ્રમત્ત અવસ્થા-પ્રમાદ અવસ્થા. જ્ઞાની પુરુષ કહે છે જાગો, જાગો, જાગો. સંબુઝ, સંબુઝ એટલે બોધ પામો, બોધ પામો. ભગવાન મહાવીર ચંડકૌશિક પાસે જઈને બીજું કંઈ જ બોલ્યા નથી પણ કહ્યું કે બુક્ઝ-બૂઝ ચંડકોશિયા. બોધ પામ ! બોધ પામ ! તું ક્યાં આવ્યો છે અને શું કરે છે આ? જ્ઞાનીનું કામ જગાડવાનું છે અને આપણું કામ ઊંઘવાનું છે. પ્રવચન પૂરું થાય એટલે તમે કહેશો કે બહુ સરસ પ્રવચન થયું. બહુ મઝા આવી. અલ્યા ! સિનેમા જોવા બેઠો હતો ? તારે તો એમ કહેવું જોઈએ કે પ્રભુ ! આ સાંભળીને મારો વિભાવ દૂર થયો. ફરીથી, જેમ જાગ્યા પછી સ્વપ્ન રહેતું નથી તેમ જ્ઞાન થયા પછી વિભાવ રહેતો નથી. સ્વપ્ન હતું ત્યારે સત્ય, તેમ તમારો સંસાર સત્ય છે તેમાં ના નહિ. દીકરો છે, વહુ છે, મકાન છે. બધું બરાબર છે પણ તે સ્વપ્ન જેવાં છે તેમાં ના નહિ.
રાગ, દ્વેષ, કષાયો, વિકારો અનાદિના છે, પણ દૂર થાય. શેનાથી? જ્ઞાનથી. જ્ઞાન બધાને દૂર કરે છે. જ્ઞાન રાગને કહે છે જા. દ્વેષને કહે છે જા, ક્રોધને કહે છે જા. જ્ઞાન કોઈને આવવા ન દે અને જો આવતું હોય તો સમજજો કે વાતો છે, પાંડિત્ય છે, વિદ્વતા છે, હું સારું બોલું, ઓરેટરી કરું, વ્યાખ્યાન આપું, તમે ડોલવા લાગો, હું નાચવા લાગું, વધ્યું શું એમાં? પણ જ્ઞાન જેવું થાય કે અંદરમા વિભાવ આવવા ન દે. ઓલો બેઠો હોય ને ચોકીદાર, સીકયોરીટી ગાર્ડ. કોણ છો ? નહિ જવાય, અંદર જવા ઓળખાણ લાવો. ઓળખાણ વગર અંદર નહિ જઈ શકાય. રાગ હોય તો જ્ઞાન ના પાડે કે આત્માના સ્વભાવમાં તારું સ્થાન નથી, માટે જા. આપણે તો બોલ્યા કરીએ કે આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, પરંતુ રાગ પૂરેપૂરો આપણામાં ઘૂસી જાય, આપણને ઉપાડી જાય.
ચોર ચોરી કરવા ઘરમાં આવે છે ત્યારે શેઠાણીએ શેઠને કહ્યું કે ઘરમાં ચોર આવ્યા લાગે છે. શેઠ કહે કે જાણું છું. ઊઠો, ચોરે તો કબાટ ખોલ્યો, તો કહે, જાણું છું. તિજોરી તોડી અને ઘરેણાં કાઢ્યાં તો કહે, જાણું છું. હવે જતા લાગે છે, તો કહે જાણું છું, શેઠાણી કહે ધૂળ પડી તમારા જાણવામાં કે ચોર આવ્યા અને ચોરી કરીને ગયા પણ ખરા. ક્રોધ કરવા જેવો નથી, સંસાર અસાર છે, ભોગો ભોગવવા જેવાં નથી, રાત્રીભોજન કરવા જેવું નથી, બધું જાણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org