________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૧૩ છું, છતાં કરતો જાય. અરે, તારા જાણવામાં ધૂળ પડી. ભાઈ ! જ્ઞાન સમર્થ છે, જ્ઞાન તલવારની ધાર જેવું છે, જ્ઞાનમાં તાકાત છે. જ્ઞાન વિભાવને ટકવા ન દે. સમયસારજીમાં કુંદકુંદાચાર્યે કહ્યું કે જ્ઞાન નિષ્ક્રિય નથી, તે સક્રિય છે. જેવું જ્ઞાન થાય કે પહેલું કામ પ્રચંડ વૈરાગ્ય થાય. આ તો કહેશે કે અમને જ્ઞાન થયું છે અને અમે આસક્તિ વગર ભોગવીએ છીએ. સાંભળ્યું ? પણ ભોગમાં જાય છે શું કરવા ? આવું જ્ઞાન ન ચાલે. જેવું જ્ઞાન થાય કે અંદર ઘટના ઘટે, પરિવર્તન આવે, ફેરફાર થાય. જેવું આ બાજુ જ્ઞાન થાય કે આ બાજુ વિભાવ દૂર થાય. વચમાં ગેપ નથી આપ્યો કે જ્ઞાન થયા પછી છ મહિને કે વર્ષે વિભાવ જાય. જ્ઞાનનો અર્થ શું છે તે જાણો છો ? જ્ઞાન થાય એટલે તુરત જ જીવન બદલાઈ જાય, પરિવર્તન આવે, ક્રાંતિ થાય, અંદરમાં વૃત્તિઓ ઊઠે નહિ. માટે હે શિષ્ય ! વિભાવ અનાદિનો છે એમ ચિંતા ન કર. જાગ, જાગ, જાગ. જેવો જાગીશ કે સંસાર મિથ્યા લાગશે. સંસાર મિથ્યા છે એમ જ્ઞાનીઓ, અનુભવીઓ તો કહી કહીને થાક્યા. શંકરાચાર્યજીએ જગતમાં ફરી ફરીને મોટી ઉદ્ઘોષણા કરી છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ચિદાનંદજીએ ગાયું કે આ જગત છે તે સ્વપ્નાની માયા છે. જાગૃત થતા સ્વપ્ન જેમ વિલય પામે તેમ અનાદિકાળનો વિભાવ જ્ઞાન થતાં દૂર થાય છે.
જ્ઞાન એક માત્ર સાધન છે. જ્ઞાન શબ્દ બરાબર સમજી લેવા જેવો છે. “જ્ઞાન” શબ્દનો આ અર્થ બહુ પ્રચલિત નથી. આપણે જ્ઞાન એટલે જાણવું, બોલવું એમ સમજીએ છીએ. પરંતુ વિશેષ સ્પષ્ટીકરણ આગળની ગાથામાં આવશે. “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટયો ન મોહ', એવું પણ થાય છે ને ? પરંતુ જાગીને જો જો. જ્ઞાન કામ કર્યા વગર રહેશે નહિ. આ ચંદ્રહાસ પડ્યું છે. તલવાર કાપ્યા વગર રહે નહિ. જ્ઞાન થતાંની સાથે જ વિભાવ ગયા વગર રહે નહિ. પૂ. આનંદધનજી મહારાજે મસ્તીમાં વાત કરી. તેમની મસ્તી સમજવા જેવી છે. તેમણે કહ્યું કે અમારે ત્યાં આધ્યાત્મિક ગૃહિણીએ વૈરાગ્ય નામના બેટાને જન્મ આપ્યો છે અને આ પુત્ર જેવો જનમ્યો કે તેણે મોટું પરાક્રમ કર્યું. શું કર્યું? હનુમાનજી જેવા જન્મયા કે તેઓ સૂર્યને પકડવા દોડયા હતા. પરંતુ આ વૈરાગ્ય બેટો મોહરૂપી કુટુંબને ખાઈ ગયો. કુમતિ દાદીમા અને મત્સર દાદાજી વૈરાગ્યનું મુખ જોઇને મૃત્યુ પામ્યાં. બધાં જ કામ, ક્રોધ, મોહ, લોભ એ કુટુંબીજનો પણ વૈરાગ્ય જનમ્યો અને ગયાં. આવો “અવધૂ વૈરાગ્ય બેટા જાયા, વાને ખોજ કુટુંબ સબ ખાયા' જ્ઞાન થતાની સાથે જ વિભાવ જાય છે. હવે તો સમજાય છે ને ? આ કડી બહુ મહત્ત્વની છે. હવે તમે કોઈ પૂછશો નહિ કે અમારે શું કરવું ?
તમે પૂછવાના તો ખરા જ કે અમારે શું કરવું? જેને કંઈપણ ખરીદી કરવી ન હોય તે દશ દુકાને જઈ માલ જોયા કરે. પછી કોઈ કહે કે શું ખરીદ્યુ ? તો કહેશે ખાલી માલ જોઈ રાખ્યો. જ્યારે લેવું હોય ત્યારે કામ લાગે. તમે અમારી સાથે પણ આવું કરશો ? જ્ઞાનનું સામર્થ્ય અનેરું છે. આ ગાથા ઘંટો. “કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાયસ્વપ્નની જેમ વિભાવ શમી જાય છે. ટકી શકે જ નહિ. એટલા માટે ગૌતમસ્વામીએ કહ્યું કે કેશીકુમાર !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org