________________
૨ ૧૪
પ્રવચન ક્રમાંક - ૮૯, ગાથા ક્રમાંક-૧૧૪ અમારી આજુબાજુ ભવતૃષ્ણા-રાગ દ્વેષની વેલડીઓ વીંટળાયેલી હતી, અમે પણ વીંટળાયેલા હતાં. પણ અમારા જ્ઞાની ગુરુએ જ્ઞાનરૂપી ધારદાર તલવાર આપી. આ તલવારથી બધી વેલડીઓ મૂળ સહિત કાપી અને મુક્ત બનીને વિહાર કરીએ છીએ. જ્ઞાન સૌને મુક્ત કરે છે. જ્ઞાન સ્વતંત્રતા આપે છે. રાગદ્વેષની વૃત્તિઓ છૂટી જશે.
ગુરુદેવ શિષ્યને કહે છે. આ વિભાવ અનાદિનો છે ને ? ભલે રહ્યો, તું તેનાં ગાણાં ન ગા. જ્ઞાનની ઉપાસના કર. જ્ઞાન થતાં તે દૂર થશે. ઘરમાં ઘણાં ઉંદર હોય પણ બિલાડીને જોતાં જ બધા ભાગી જાય. તેને કહેવું પડે કે ઊભા રહો ! જંગલમાં મોર આવ્યો નથી કે ભોરીંગ નાગ ભાગ્યો નથી. તેમ જ્ઞાન આવ્યું નથી કે વિભાવ ગયો નથી. આવી તાકાત જ્ઞાનમાં છે.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય,
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org