________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૧૫
( પ્રવચન ક્રમાંક - ૯૦
ગાથા ક્રમાંક - ૧૧૫ સંસારનું મૂળ દેહાધ્યાસ
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. (૧૧૫) ટીકા ઃ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રી, પુત્રાદિ સર્વમાં અહં મમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી, અને એ જ ધર્મનો મર્મ છે. (૧૧૫)
અહીં પરમકૃપાળુદેવને અત્યંત મૌલિક અને ગંભીર વાત કરવી છે. ધર્મની વાત આખું જગત કરે છે. અનેક સંપ્રદાયો, અનેક મતો, અનેક સાધુ સંતો અને અનેક શાસ્ત્રો ધર્મના જુદા જુદા પ્રકારો અને જુદા જુદા સ્વરૂપોનું વર્ણન કરે છે. ધર્મની જુદી જુદી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ વિષે પણ વાત કરે છે અને એ ધર્મને જે રીતે પોતાના જીવનમાં જીવે છે, એનાથી જીવનમાં જે છૂટવું જોઈએ, જે બદલાહટ અને ટ્રાન્સફરમેશન એટલે પરિવર્તન થવું જોઈએ, આવિર્ભાવ અને અવતરણ થવું જોઇએ તે થતું જોવામાં આવતું નથી. માણસ યંત્રવત્ ટેવ મુજબ ધર્મ કરે છે.
ધર્મ ટેવ નથી, પરંપરા, આદત કે પુનરાવૃત્તિ નથી. કંઈક કરવું તેવો ધર્મનો અર્થ નથી. તો ધર્મ શું હોઈ શકે ? જવાબમાં પરમકૃપાળુદેવ કહે છે કે ધર્મની વાત તો આખું જગત કરે છે, પરંતુ મારે ધર્મના મર્મની વાત કરવી છે. આ મર્મ શબ્દ બહુ મહત્ત્વનો છે. મર્મ એટલે ગુપ્ત રહસ્ય, મર્મ એટલે ગૂઢ રહસ્ય, મર્મ એટલે ગાંભીર્ય અને મર્મ એટલે વાસ્તવિકતા. અમારે ધર્માનું નહિ પણ ધર્મનું ગુપ્ત રહસ્ય કહેવું છે. પૂ. આનંદધનજી મહારાજે કહ્યું છે કે “ધરમ ધરમ કરતો જગ સો ફિરે, ધરમ ન જાણે હો મર્મ'. આખું જગત ધર્મ ધર્મ એમ કરતું ફરે છે, એવું નથી કે જગતમાંથી ધર્મે વિદાય લીધી છે, ધર્મને વિદાય આપવા ઘણા બધા પ્રયત્નો થયા છે, આખો સામ્યવાદ અને ડાબેરી પક્ષોનું મુખ્ય કાર્ય એ છે કે જીવનમાંથી ધર્મ વિદાય લે, છતાં ધર્મ ગયો નથી અને ધર્મ જઈ શકે તેમ પણ નથી. બીજી બાજુ ધર્મ હોવા છતાં ધર્મનું પરિણામ આવતું નથી. “ધરમ ધરમ કરતો જગ સૌ ફિરે'. આખું જગત ધર્મ ધર્મ કરે છે, છતાં પરિણામ કેમ આવતું નથી ? વાંધો શું આવ્યો ? પૂ. આનંદધનજી મહારાજનું કહેવું છે કે ધર્મનો મર્મ કોઈ જાણતું નથી. આટલા બધા માણસો, આટલા બધા શાસ્ત્રો, આટલા બધા સિદ્ધાંતો, આટલા બધા ઉપદેશકો, સ્વાધ્યાયકારો, અને પ્રવચનકારો હાજર હોવા છતાં એ ધર્મનો મર્મ જાણતાં નથી. અહીં તેમણે આગવી વ્યાખ્યા આપી છે કે “ધર્મ જિનેશ્વર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org