________________
૨૧૬
પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા ક્રમાંક-૧૧૫ ચરણ ગ્રહ્યા પછી'. (પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાન). તેમના શરણમાં ગયા પછી, તેમને આધીન અને સમર્પિત થયા પછી, તેમના ચરણોમાં તન્મય થયા પછી તેમના ચરણોને ગ્રહણ કર્યા પછી કોઈ કર્મ બાંધી જ ન શકે. જેમ અમૃત પીધા પછી મરવાનું હોય જ નહિ અને ઝેર પીધા પછી જીવતા રહેવાનું ન હોય. જેમ ઝેર મારે જ મારે, અને અમૃત બચાવે જ. તેમ ધર્મનાથ ભગવાનનું શરણ ગ્રહ્યા પછી કોઈ કર્મ બાંધી જ ન શકે.
ભગવાન બુદ્ધ ત્રણ શબ્દો આપતાં હતાં. બુદ્ધ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ. અને જૈન પરંપરામાં ચારનું શરણ ગ્રહણ કરવાનું કહ્યું છે. અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહુ મંગલં, કેવલિપણતો ધમ્મો મંગલ. આ ચાર મંગલ છે. તેથી જ આ ચાર લોકોત્તર છે, લોકોત્તર હોવાથી આ ચારનું શરણ ગ્રહણ કરવા લાયક છે. “અરિહંતે શરણે પવક્વામિ, સિદ્ધ શરણે પવક્વામિ, સાત્ શરણં પવક્વામિ.' કેવલિપણાં ધર્મો શરણે પવન્જામિ, કેવળી પ્રણીત ધર્મના શરણનો હું સ્વીકાર કરું છું. ઉપરના ત્રણ તત્ત્વોની ત્રણ અવસ્થાઓ આ ચોથા શરણના કારણે આવી છે. અરિહંત પરમાત્મા અરિહંત બન્યા, એ ધર્મના કારણે. સિદ્ધ પરમાત્મા સિદ્ધ બન્યા એ પણ ધર્મના કારણે અને સાધુઓ પોતાના જીવનમાં જે આચરી રહ્યા છે તે પણ ધર્મના કારણે. ધર્મ સાધુને સાધુ બનાવે છે, અરિહંતને અરિહંત બનાવે છે અને સિદ્ધને સિદ્ધ બનાવે છે. અરિહંત, સિદ્ધ અને સાધુ એ ત્રણેને બનાવનાર, અર્થાત્ તે પદ સુધી પહોંચાડનાર ધર્મ છે. ધર્મ સર્જક છે, ધર્મ આવી અવસ્થાઓ આપે છે. એટલા માટે પૂ. આનંદધનજી મહારાજે કહ્યું કે ધર્મનું શરણ ગ્રહણ કર્યા પછી કોઈ ન બાંધે કર્મ. આ મોટી વાત થઈ કે કોઈ રાગ દ્વેષ કરે જ નહિ તેથી કોઈ કર્મ જ ન બાંધી શકે. કોઈ કષાયો કે વિકારો ન કરે, કોઈ આસક્તિ અને દુષ્કર્મો ન કરે, કોઈ પાપો કે વિભાવો કરે જ નહિ. કોઈ મન, વચન અને કાયાથી બૂરું કાર્ય કરે જ નહિ, અશુભ પ્રવૃત્તિઓ કરે જ નહિ. આમ ધર્મ એક ઝાટકે વિભાવોનું નિરાકરણ કરી નાખે છે.
ધર્મ કરવા છતાં, ધર્મ કરનાર વ્યકિતના જીવનમાં રાગ દેખાય, દ્વેષ દેખાય, અહંકાર, ઈષ્ય તથા મમતા પણ દેખાય, મમત્વ અને મૂછ પણ દેખાય, વેરભાવ અને તિરસ્કાર, કલહ તેમજ કંકાસ દેખાય, ચોરી અને દુરાચાર દેખાય, ભોગ, આરંભ, પરિગ્રહ દેખાય, આ બધું દેખાતું હોય તો ધર્મે કર્યું શું ? જો ધર્મ પરિણમે તો આ થઈ શકે નહિ, અને જો આ બધું થઈ શકતું હોય તો ધર્મ જીવનમાં આવ્યો છે તેવું સમજવામાં કયાંક ભૂલ થાય છે. તેનો અર્થ એ થયો કે ધર્મની ક્રિયા કરીએ છીએ પણ તેનો મર્મ જાણતા નથી.પૂ.આનંદઘનજી મહારાજની પરિભાષામાં ધર્મનું શરણ ગ્રહ્યા પછી કર્મ ન બંધાય, અને કર્મો હોય તો ધર્મ ન હોય. ધર્મ હોય તો કર્મ ન હોય. સીધી સાદી વાત છે કે અંધકાર હોય તો સૂર્ય ઊગ્યો ન હોય અને સૂર્ય ઊગ્યો હોય તો અંધકાર ન હોય. રવિ-રજની એક સાથે ન હોય. ધર્મ અને કર્મ બને સાથે રહી શકતાં નથી. ધર્મ આવીને સમગ્ર પરિવર્તન કરે છે. આખા જીવનની શૈલી બદલાઈ જાય છે. જીવનનો અભિગમ અને એપ્રોચ બદલાઈ જાય છે. આટલો બધો ફેરફાર કઈ રીતે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org