________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૧૭ તમે માનો ભલે ને તમારી જાતને ધાર્મિક પણ કહેવડાવી શકો છો, પણ જીવન ચાડી ખાશે, જીવન બોલશે. જીવનના કોઈપણ ખૂણામાં જો અહંકાર દેખાશે તો ધર્મ તુરત જ કહેશે, હું હોઉ તો અહંકાર ન હોય અને અહંકાર હશે તો હું નથી. સુગંધ હોય ત્યાં દુર્ગધ ન હોય અને દુર્ગધ હોય ત્યાં સુગંધ ન હોય. આ પ્રાથમિક અને પાયાની અથવા તો મૂળ ભૂમિકાની વાત છે.
અનેક જુગ વિત્યા રે, એને પંથે ચાલતાં જી,
હજુ યે ન આવ્યો મારગડાનો અંત જી. સમજવા પ્રયત્ન કરજો કે તમારી હાલની જે ઉંમર છે તેવડા તમે નથી, તમારું જીવન ચરિત્ર લખવું હોય તો અનંતકાળની વિગત મેળવવી પડે. અનંતકાળમાં તમે કયાં કયાં જનમ્યા? શું શું પરાક્રમો કર્યા તે બધી માહિતી મેળવાય ત્યારે તમારું જીવનચરિત્ર લખાય. તમે અનંતકાળથી આ ચક્રમાં જ છો. જન્મ અને મરણના કેન્દ્રમાં જ છો અને એ ચક્રમાં જ ફરી રહ્યા છો. અનંતકાળમાં તમે શું ધર્મ સાધના નહિ કરી હોય? ધર્મસાધના જરૂર કરી હશે. ધર્મસાધનાનું એક શુદ્ધ પરિણામ એટલે સંવર અને નિર્જરા, અને ધર્મસાધનાનું બીજું પરિણામ તે પુણ્યબંધ છે. તમે સમજવા પ્રયત્ન કરજો, કે જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય નહિ, ત્યાં સ્વચ્છ પ્રકાશ હોય. પણ થાય શું? લાકડાં ભીનાં છે, ભીનાં લાકડાંમાં ફૂંક મારી મારીને થાકો છતાં પણ અગ્નિ પ્રગટ થાય નહિ અને પ્રગટ થાય તો ધુમાડો આવ્યા વગર રહે નહિ. અગ્નિ જેમ ધુમાડાથી ઢંકાયેલ છે અને જન્મ લેતું બાળક જેમ ઓળથી વિંટળાયેલ છે તેમ અનેક વિકારોથી આત્મા આજે પણ વીંટાળાયેલ છે, અજ્ઞાનથી અવરાયેલો છે. તેણે જીવનમાં પૂર્વે ધર્મ કર્યો તેનું પરિણામ પુણ્યબંધ આવી શકે. જો કે વાસ્તવિક અને અસલ, મૂળભૂત પરિણામ તો સંવર અને નિદ્રા છે. સંવર એટલે આવતાં કર્મોને રોકવા અને નિર્જરા એટલે સત્તામાં પડેલાં કર્મોનો નિકાલ થવો. તે થાય તો જન્મ મરણનો અંત આવે.
ઘણી વખત અમને એમ થાય છે કે તમારે તમારાં બાળકોને ઈંગ્લીશ મીડીયમમાં મૂકવાં હોય તો મૂકો, અમારી ના નથી પણ સાથે સાથે નવ તત્ત્વોનું જ્ઞાન તો કમ સે કમ આપો. આ જીવ, આ અજીવ, આ પુણ્ય, પાપ, આસ્રવ, નિર્જરા, સંવર, બંધ અને આને મોક્ષ કહેવાય, એટલો બોધ તો આપો. તમે જૈન કુળમાં જન્મ્યાં છો. તમને જન્મથી વીતરાગ પરમાત્મા મળ્યા છે, વીતરાગ પરમાત્માને ઓળખાવનાર સાધુઓ મળ્યા છે. વીતરાગ પરમાત્માનું તત્ત્વ જ્ઞાન મળ્યું છે, ત્યારે કહો તો ખરા કે બેટા ! આને જીવ કહેવાય, આને અજીવ કહેવાય, આને પુણ્ય અને આને પાપ કહેવાય. તમે તો તેને બેટ અને કેટ શીખવો છો. આ શીખવવાની કોણ ના પાડે છે? પણ માણસને જો માણસ બનાવવો હશે તો જીવનમાં પરિવર્તન લાવનાર તત્ત્વ જોઇશે. એ જ કારણથી મહાભારતમાં કહ્યું છે કે શ્રુતિ, સ્મૃતિ, અને સંપ્રદાય ભિન્ન ભિન્ન છે, કહેનારા વિદ્વાનો પણ ઘણા છે, પરંતુ ધર્મનું જે પરમ તત્ત્વ છે તે તો જ્ઞાની પુરુષની હૃદયરૂપી ગુફામાં છે. ત્યાં તમે જાવ તો ધર્મનું તત્ત્વ મળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org