________________
૨૧૮
પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા ક્રમાંક-૧૧૫ આનંદઘનજી મહારાજે કહ્યું કે ધર્મનો સ્વીકાર કર્યા પછી કર્મો રહી શકતાં નથી. આ એક વાત થઈ. પરમકૃપાળુદેવને ધર્મના મર્મની વાત કરવી છે.સમજવા જરૂર પ્રયત્ન કરજો. આ ધર્મની વાત નથી પણ ધર્મના મર્મની વાત છે. આ ગુપ્ત રહસ્ય છે. આ અત્યંત ગોપનીય તત્ત્વ છે, જે પરમકૃપાળુદેવને પ્રગટ કરવું છે. ‘એ જ ધર્મનો મર્મ' અહીં “જ' શબ્દ વાપર્યો છે. નિશ્ચિત આ જ ધર્મનો મર્મ છે. અનેકાન્તવાદ જ શબ્દ વાપરતું નથી. પણ કૃપાળુદેવે જ શબ્દ વાપર્યો છે, નિશ્ચિત આ જ ધર્મનો મર્મ છે. ધર્મનો મર્મ જાણ્યા સિવાય ધર્મ જીવનમાં પરિણામ લાવી શકે નહિ. અહીં ત્રણ તબક્કા છે.
(૧) પહેલો તબક્કો, પહેલું પગથિયું, પહેલું સૂત્ર, પહેલો એકડો એ કે “છૂટે દેહાધ્યાસ તો' સૌથી મોટો વાંધો એ કે ખાટલે મોટી ખોટ. જો પાયો જ ન મળે તો ખાટલારૂપી ધર્મનું અસ્તિત્વ કયાંથી હોય? આ સંસાર આટલો લીલોછમ? આટલો વ્યાપક ? કોના પાયા ઉપર? કહેવત છે કે મૂળ મજબૂત હોય તો વૃક્ષ પાંગરે, અને ઘેઘૂર વડલો લાંબે સુધી ફેલાય. અહીં દેહાધ્યાસરૂપી મૂળ મજબૂત છે એટલે સંસારરૂપી વડલો ફેલાય છે. ચાર ગતિ, ચોર્યાશીલાખ જીવાયોનિ અને ચૌદ રાજલોક સંસાર આટલો બધો વિસ્તરેલો છે. લોકો કહે છે કે મુંબઈ ઘણું વધતું જાય છે, કરોડો માણસો રહે છે પણ મુંબઈ વિશ્વના નકશામાં રાઈના દાણાથી પણ નાનું હશે. મુંબઈના ૧૧૦ માળનાં મકાનોના પાયા કેટલાં મજબૂત હશે ? તેમ આટલો મોટો સંસાર ક્યા પાયા ઉપર ઊભો હશે ? પરમકૃપાળુદેવ કહે છે કે આ સંસાર માત્ર દેહાધ્યાસના પાયા ઉપર ઊભો છે. આ અનંત સંસારનો પાયો છે. અનંતકાળથી આ જીવાત્માએ કંઇપણ કરવાનું બાકી રાખ્યું નથી, ફકત તેણે દેહાધ્યાસ ઊભો રાખ્યો છે “છૂટે દેહાધ્યાસ તો શું થાય ? (૨) તો “નહિ કર્તા તું કર્મ' તું કર્મનો કર્તા મટી જઇશ. કર્મનો કર્તા મટી જઈશ તો “નહિ ભોક્તા તું તેહનો” જો દેહાધ્યાસ નહિ હોય તો કર્મનો કર્તા મટી જવાનો અને કર્મનો કર્તા જો હોઇશ તો નિયમથી તે કર્મોને ભોગવવાં જ પડશે અને કર્મોનો જો ભોક્તા બનીશ, ને એ કર્મો ભોગવતાં નહિ આવડે તો ફરી કર્મોનો કર્તા બનીશ એટલે કર્મના કર્તા બનવું, પછી કર્મના ભોક્તા બનવું. ફેર કર્મો ભોગવવાં, ફેર કર્મના કર્તા બનવું. તો આ બધાને ટકાવી રાખનાર મજબૂત લીંક હોય તો આ દેહાધ્યાસ.
અંબાલાલભાઇએ ટૂંકું વિવેચન લખ્યું છે તે પણ આપણે સમજીએ. હે શિષ્ય ! દેહમાં જ આત્મતા મનાય છે, સમજાય છે અથવા દેહ તે જ આત્મા છે તેમ જે માની લીધું છે, છે નહિ છતાં પણ માની લીધું છે. તમે ઘણી વખત એમ કહેતા હો છો કે ભાઈ સાહેબ! વાત એવી નથી પણ તમે એમ માની લીધું છે. અહીં પણ તમે એમ માની લીધું છે કે આ દેહ તે જ હું છું, આ માન્યતા છોડાવતાં નાકે દમ આવી જાય છે પણ છોડતા નથી. આ દેહ તે જ આત્મા છે એવું જેણે માન્યું છે તે માન્યતાની પાછળ બીજી માન્યતા સ્વાભાવિક આવે છે કે આ સ્ત્રી, પુત્ર, સંપત્તિ બધું મારું છે તેથી તમે ગમે તેટલો પ્રયત્ન કરશો અને ગમે તેટલી વખત વાત કરશો કે સ્ત્રી, પુત્ર, મકાન, ઘન,વૈભવ, બધું પારકું છે,એક વખત સૌએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org