________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૧૯ મૂકીને જવાનું જ છે. આવી વાત જ્યારે થતી હોય ત્યારે અમને લાગે છે કે હવે અર્ધા કલાકમાં જ આ જંગલમાં જશે કે કેમ ? પણ પછી ખબર પડે કે આ ભાઈ તો પચાશ વર્ષથી આવી વાત કરે છે. આજે કરે છે એમ નથી. સ્ત્રી, પુત્ર અને સંપત્તિમાં અહંકાર થાય છે. ધનનો અહંકાર, સત્તાનો અહંકાર, રૂપનો અહંકાર, બળનો અહંકાર થાય છે. તમે બારીકાઈથી જોશો તો ધન અને સત્તા જેની પાસે છે તેનું બોલવાનું, બેસવાનું, ઊઠવાનું એ નોર્મલ નહિ હોય પણ કંઈક વિશેષ હશે. એ વાત તો જવા દો, પણ દીકરો પરણે એટલે મા સાસુ બની જાય, તે દિવસથી તેના વ્યવહારમાં ફરક પડી જાય. એ રાષ્ટ્રપતિ નથી બની પણ તેના હાથમાં સત્તા આવી ને ? કોઈક તો મળ્યું, જેની ઉપર રૂઆબ કરી શકાય કે આમ થાય, આમ ન થાય, આ ઘરમાં આમ ન ચાલે, તમે કાંઈ શીખ્યાં નથી, તમારા મા-બાપે શીખવ્યું નથી. પહેલાં તો કોઈ હતું નહીં. જેવું બીજું પાત્ર મળ્યું કે અહંકાર ઊભો થયો. એક બહેન કહેતાં હતાં કે મારા જેવું શાક કોઈને સમારતાં આવડતું નથી. આમાં પણ અહંકાર ? અહંકારને બેસવા એક તણખલા જેટલી જગ્યા પણ મળશે તો આવીને બેસી જશે, પછી તે અહંકારને વિદાય આપતાં નાકે દમ આવી જશે. અંબાલાલભાઈએ લખ્યું છે કે દેહમાં આત્મતા મનાઈ છે, દેહ તે આત્મા નથી, પણ ખોટી માન્યતાને લઈને સ્ત્રી, પુત્ર, સંપત્તિ, ધન આદિ સર્વમાં અહં ભાવ વર્તે છે. કોઈ ભાઈ તમને કહે કે મેં નવું મકાન બંધાવ્યું. હિંદુસ્તાનની એક ચીજ વાપરી નથી, બધું ફોરેનથી જ મંગાવ્યું છે. વાત કરતી વખતે તેને ગલગલિયા થાય અને સાંભળનાર જો ગાંડો હોય તો ઇર્ષા થાય.
અહંકાર આવે ત્યારે બીજું જે તત્વ આવે છે, તે છે મમત્વ. તમે ગમે તેટલું મનથી માનશો કે જગતની કોઈ વસ્તુ મારી નથી, બધું જ મૂકીને જવાનું છે, પણ ધીમેથી કોઈ તમારી વસ્તુ ઉઠાવી લે ત્યારે ખબર પડે. સ્વાધ્યાય પૂરો થયા પછી કોઈ તમારા ચપ્પલ ભૂલમાં પણ પહેરી લે તો કહો કે અલ્યા! એ રહેવા દે. હમણાં તમે સાંભળ્યું કે સંસાર મિથ્યા છે, તો આ ચામડાનાં ચપ્પલ મિથ્યા નહિ? ના, ચપ્પલ તો મારાં છે. દેહમાં આત્મતા મનાઈ છે તેને લીધે સ્ત્રી, પુત્ર આદિમાં પણ આપણું અને મમત્વ વર્તે છે. ઉપા. યશોવિજયજી મહારાજે જ્ઞાનસારજીમાં એક મૌલિક ગાથા આપી છે.
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् ।
૩યમેવ દિ નપૂર્વ: પ્રતિમન્ટો મોહનિદ્ II (૪/૬) સરળ ગાથા છે. તેનો અર્થ એ છે કે અહં મમ તિ મંત્રોચ' આ મોટો મંત્ર છે. તમે નવકાર ગણતા હશો કે “સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ” એ ગુરુએ તમને મંત્ર આપેલ છે, તેને તમે થોડો ટાઈમ ગણતા હશો પરંતુ આપણે તો આ મંત્ર સતત જપીએ છીએ, “અહ” અને “મમ' (એટલે હું અને મારું), તો આ મંત્ર કોણે આપ્યો? મોહરાજાએ આપેલ છે. મોહરાજાએ આ મંત્ર આપી અંધાપો આપ્યો. તમે આત્માને જોઈ જ ન શકો. ઘણાં કહે છે કે આત્મા કયાં દેખાય છે? પરંતુ શેનો દેખાય ? તારી આંખો તો ઉઘાડી છે પણ અહં અને મમરૂપી અંધાપો છે. આખું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org