________________
૨૨૦
પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા માંક-૧૧૫ જગત આંધળું ભીત જેવું બની ગયું છે. આ પહેલી લીટી થઈ. હવે બીજી લીટીના શબ્દો જોઈએ. અહં પહેલાં “ન' લગાડો એટલે ન અહં, અને મમ પહેલાં ‘ન' લગાડો એટલે ન મમ, ન અહં, ન મમ બોલો એટલે હું નહિ અને મારું નહિ. સાહેબ! આખો સંસાર ગયો. પરંતુ મોહ કહેશે કે મેં જપવા માટે મંત્ર આપ્યો છે ને, એ જપવાનો. ન નહિ ઉમેરવાનો.
આ નાની ભૂલ બહુ મોટી ભૂલ કરાવે છે. અનંતકાળથી આપણે આત્મીયતા આત્માને બદલે દેહમાં માનીએ છીએ. એ ભૂલ જો સુધારવી હોય તો આત્મતા આત્મામાં જ માનવી. શરીર તે આત્મા નથી. આત્મા શરીરથી જુદો છે એવું જો સમજાય, અને એવી જો પ્રતીતિ થાય, એમ જો સ્વીકારાય તો સમ્યગદર્શન થાય. સમ્યગ્દર્શનનું મહત્ત્વ આટલું બધું કેમ છે? તે એટલા માટે છે કે સમ્યગ્દર્શન વગર મોક્ષ નથી. સમ્યગ્દર્શન વગર સમ્યજ્ઞાન પણ ન થાય અને સમ્યક્ ચારિત્ર પણ ન આવે. સમ્યગદર્શન વગર સમ્યક્ તપ અને સમ્યગૂ ધ્યાન પણ ન થાય. તેના વગર કશું સાચું ન થાય. બધું જ નિષ્ફળ થાય. પાંચ પૈસાની પણ સરવાળામાં ભૂલ થાય તો એ ભૂલ લાખો રૂપિયાના સરવાળામાં એ ભૂલ ચાલી જ આવે, તેમ આ જીવની ભૂલ નાની છે, દેહમાં આત્મતા મનાઈ છે. આ નાની ભૂલે આખો સંસાર ઊભો કર્યો. આટલી નાની ભૂલે કર્યતંત્ર ગોઠવ્યું, ચાર ગતિમાં ફેરવ્યા. આટલી નાની ભૂલે ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ-ટ્રાવેલીંગ કરાવ્યું. તમે જે અત્યારે અહીં આવ્યા છો તે પણ મુસાફરીમાં જ છો. અહીંથી પાછું પરિભ્રમણ - ટ્રાવેલીંગ ચાલુ થશે. કોણ કરાવે છે આ બધું? તો દેહમાં જે આત્મબુદ્ધિ છે અને આત્મામાં દેહબુદ્ધિ છે તે કરાવે છે. દેહને આત્મા માને છે અને આત્માને દેહ માને છે, જે નથી તે માને છે, આ ભૂલ છે. જે છે તે જ માનો તે સમજણ. તમે પણ ઘણી વખત કહેતા હો છો કે સાહેબ જરા સાચું સમજવા કોશિશ તો કરો પણ તમે જ આ સાચું સમજો ને. દેહને દેહ માનો, આત્માને આત્મા માનો, દેહમાં આત્મા છે તેમ માનો.
દેહ આત્મા છે તેવી બુદ્ધિ, તેને દેહાત્મ બુદ્ધિ કહે છે. બુદ્ધિ એટલે આઈ.કયુ. લેવલ નહીં, બુદ્ધિ શબ્દનો અર્થ નિશ્ચય. દેહ એ જ આત્મા છે એવી જે બુદ્ધિ તે દેહાત્મબુદ્ધિ તથા આત્મામાં દેહ બુદ્ધિ. દેહને દેહ સમજવો જોઇએ અને આત્માને આત્મા જ સમજવો જોઇએ. ભૂલ સુધારવી જો હોય તો આ સમજવું પડશે. દેહ ને દેહ જ માનો, અરે ભાઈ ! જે છે તે જ માનો ને, અડદ છે તેને અડદ કહો અને મગ છે તેને મગ કહો. મગને અડદ કહો કે અડદને મગ કહો એ ચાલતું હશે ? દેહ દેહ જ છે આત્મા આત્મા જ છે. દેહાત્મબુદ્ધિ શું કરે છે ? આત્મામાં દેહ માને છે ને દેહમાં આત્મા માને છે. તેના કારણે કર્મનો કર્તા બને છે. કર્તા બને તો ભોક્તા બન્યા વગર રહી શકતો નથી. ભોકતા જો બને અને ભોગવતાં ન આવડે તો નવા કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ આપણી કમનસીબી છે. આપણે ચક્રમાં ફસાઈ ગયા છીએ. આ ચક્રમાંથી બહાર કાઢવા સાધુ સંતો આપણા સદ્ભાગ્યે આપણી પાસે આવે છે ને કહે છે કે તમે આત્મા છો એ સ્વીકારો પણ શ્રોતા સ્વીકારતો નથી, કારણ મોહે પાઠ આપ્યો છે. બરાબર શિક્ષણ આપ્યું છે, દઢીકરણ કરાવ્યું છે તેથી જન્મથી મૃત્યુ સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org