________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૨૧ દેહ એ જ આત્મા છે, તેમ માને છે, અનુભવે છે. મા પણ કહે છે કે આ મારો દીકરો છે, તે કોને જોઇને કહે છે ? દેહને જોઈને કહે છે. હું એમ કહ્યું કે દીકરાનો દેહ જુદો છે ને આત્મા જુદો છે તો કહેશે કે આમનું ફટકી ગયું છે. - આ બધામાંથી બહાર આવવું હોય તો પરમકૃપાળુ દેવ માર્મિક વાત કરે છે, ધર્મના મર્મની વાત કરે છે, “છૂટે દેહાધ્યાસ તો બધા દુઃખનું કારણ, બધા અજ્ઞાનનું મૂળ કારણ દેહાધ્યાસ છે. તમારે દુઃખ દૂર કરવું હોય તો શેનાથી કરવું ? દુઃખનું મૂળ દેહાધ્યાસને ટાળવો.
દુઃખનું મૂળ વ્યકિત નથી, સંયોગો, પરિસ્થિતિ કે બહારના પદાર્થો નથી. પ્રાપ્ત થયેલી વ્યકિતઓ નથી. તમે ઘણી વખત કહેતા હો છો કે તમે જીવનમાં આવ્યા ન હોત તો અમારે સુખ ને સુખ હોત. તમે ભટકાણા એટલે દુઃખને દુઃખ. તમારું દુઃખ વ્યકિતના હાથમાં છે. દુઃખનું મૂળ આ બધું નથી પણ દેહાધ્યાસ છે. બીજી વાત જગતમાં સૌથી મોટો અવરોધ જો કોઈપણ હોય તો અજ્ઞાન છે. આપણી બધી જ પ્રાર્થનાઓ અજ્ઞાન દૂર કરવા માટે છે. એક નાનકડી પ્રાર્થના છે. તમસો મા જ્યોતિર્ગમય', તમસમાંથી મને જ્યોતિ તરફ લઈ જાવ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાવ. આનો મર્મ એ છે કે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાવ.
अज्ञानतिमिरान्धानां, ज्ञानाञ्जनशलाकया ।
नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥ જ્ઞાનાંજનશલાકાથી અજ્ઞાન અંધકારને દૂર કરે છે તે માટે સદ્ગુરુદેવને નમસ્કાર હો, દુઃખનું મૂળ દેહાધ્યાસ છે. બીજી વાત અજ્ઞાનનું મૂળ દેહાધ્યાસ છે. આ ગણિત સમજી લો. તમે જે જે મહેનત કરો છો તે મહેનત સાર્થક થાય તેની ચાવી અહીંયા છે. આત્માને ભૂલીને તમે જે કાંઈ કરો છો,તે જો તમે આત્માને ન ભૂલો તો નહીં કરી શકો. જો તમને આત્માની સ્મૃતિ હોય, આત્મા યાદ હોય કે હું આત્મા છું, આનું દઢીકરણ થયું હોય તો સાહેબ ! તમે જુદું બોલી નહીં શકો, ગુસ્સો કરી નહીં શકો, અહંકાર કરી નહીં શકો, ઈર્ષ્યા કરી નહીં શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. તમે સ્વાર્થી બની નહીં શકો. તમે કોઈનું ઝૂંટવી નહીં શકો, તમે કોઈનો તિરસ્કાર નહીં કરી શકો કારણ કે તમે આત્માને જાણ્યો. આત્માને નથી જાણતા માટે આ થઈ શકે છે. આ બધું જે કાંઈ થાય છે તે નથી જાણતા એવી હાલતમાં થાય છે.
એક માણસ ઊભો ઊભો ગાળો આપતો હતો. કોઈકે કહ્યું કે આ માણસ ગાળો આપે છે, તો બીજો કહે કે સાહેબ ! એનો વાંક નથી. એ બહુ સારો માણસ છે, ડાહ્યો માણસ છે. કોર્ટનો મોટો વકીલ છે. આ કોર્ટમાં જ્યારે ઊભો હોય ને દલીલો કરે તો ન્યાયાધીશ પણ ધ્રૂજી જાય એ ટાઈપનો આ વકીલ છે, તો આવું કેમ બોલે છે? તો કહે કે સાહેબ ! દારુ પીધેલો છે, માટે આમ કરે છે. આપણે પણ પીધેલા છીએ. જો આત્મા છે એવી પ્રતીતિ હોત તો આવું ન કરત, ભૂલ ન કરત. અનર્થ કરી ન શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org