________________
૨ ૨ ૨
પ્રવચન ક્રમાંક - ૯૦, ગાથા માંક-૧૧૫ આત્માને ભૂલીને, હું દેહ છું એવી માન્યતા જેટલી દઢ તેટલા પ્રમાણમાં પાપની પ્રવૃત્તિ જોરદાર, ગણિત સમજી લો. જેટલા પ્રમાણમાં દેહ તે હું છું એવી દૃઢતા થશે અને એમ માનીને જે પ્રવૃત્તિ કરશે તે પ્રવૃત્તિમાં ગાઢ કર્મનો બંધ એ કરી લેશે, એ વિના કર્મો નહીં બંધાય.
હું આત્મા છું, દેહ નથી એવી પ્રતીતિ જો થાય તો કર્મો નહીં બંધાય, પણ હું આત્મા છું એવી પ્રતીતિ નથી.ખરેખર હું દેહ છું એવી પ્રતીતિ છે પણ ખરેખર દેહ નથી. હું આત્મા નથી એવી પ્રતીતિ છે પણ ખરેખર તો હું આત્મા છું, દેહ નથી, પણ જે વિપરીત માની લીધું છે. વિપરીત બુદ્ધિ થઈ છે એવી બુદ્ધિને દેહાધ્યાસ કહે છે. આ દેહાધ્યાસ છૂટે તો કામ થાય. આટલી વાત આપણે કરી. દેહાધ્યાસ છૂટવો જોઈએ પણ એ છૂટતો નથી.
છૂટે દેહાધ્યાસ' એ જ ધર્મનો મર્મ છે. આ સૂત્રને જીવનમાં ઉતારજો.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org