________________
૩૯૮
પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા માંક-૧૩૮ જ્ઞાની માની બેઠો છે તેને કોઈ સમજાવી નહીં શકે. ઓલો અજ્ઞાની અંધકારમાં છે, પણ પોતાને જ્ઞાની માની બેઠેલો અજ્ઞાની મહાઅંધકારમાં છે. વિદ્યાયા વારે વર્તમાના: સ્વયે થરા: પંડિતમન્ચનાના: જુઓ, ઉપનિષદના શબ્દો કેટલા મઝાના છે. અવિદ્યાના ઘનઘોર અંધકારમાં અથડાઈ રહ્યો છે અને પોતે પોતાને પંડિત માની બેઠો છે, તો શું થયું ? મોહભાવનો જયાં ક્ષય થયો હોય અથવા મોહદશા બહુ ક્ષીણ થઈ હોય તે જ્ઞાનીની દશા છે.
ઘણી વખત તમને થતું હશે કે અમારી કઈ અવસ્થા હશે ? કેટલો તાવ આવ્યો છે ? થર્મોમીટર મૂકો એટલે તરત જ ખબર. કોઇ ઢોંગ કરતું હોય તો તમે કહેશો, જરા થર્મોમીટર મૂકવા દે એટલે હમણાં ખબર. થર્મોમીટર કહેશે ૯૮.૬° જ તાવ છે, જોઈએ તેટલો, બરાબર છે. આ થર્મોમીટર તાવ માપવા માટે છે તેમ કેટલા પ્રમાણમાં મોહનો ક્ષય થયો છે તેના ઉપરથી જ્ઞાનીની દશાની ખબર પડે. મોહ ક્ષીણ ન થયો હોય ને પોતાનામાં જ્ઞાન છે એમ માની લે છે તેને ભ્રાંતિ કહેવાય.
મેં એક વખત વાત કરેલી. જવાહરલાલ નહેરુ એક વખત ગાંડાની હોસ્પીટલની મુલાકાતે ગયા. એક સરસ જુવાન છોકરો હતો. ઇંગ્લીશ કડકડાટ બોલે. નહેરુજી સાથે હાથ મીલાવ્યા. નહેરુજીએ સ્ટાફને પૂછ્યું, તમે આ માણસને અહીં કેમ રાખ્યો છે ? આ તો હોંશિયાર ને બિલકુલ નોર્મલ લાગે છે. તેમણે કહ્યું કે તમે તેની પરીક્ષા કરવા એટલું જ કહો કે હું જવાહરલાલ નહેરૂ છું. તે છોકરો પોતાને પંડિત નહેરૂ માને છે અને તમે કહેશો કે હું નહેરૂ છું તો તમને મારવા દોડશે. તે છોકરો ભ્રાંતિમાં જીવતો હતો. આને કહેવાય ભ્રાંતિ. મોહનું કામ આપણને ભ્રમણામાં રાખવાનું છે. આ ભ્રાંતિ વેદાંતનો પ્રિય શબ્દ છે.
મોહભાવ બે પ્રકારે છે. એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. માન્યતામાં અને સત્યના સ્વીકારમાં જે ભ્રમિત કરે તેને કહેવાય છે દર્શન મોહ અને આત્માને જાણ્યા પછી પોતાનો ઉપયોગ પોતાના આત્મામાં ઠેરવી શકતો નથી કે ઠરતો નથી એવી નબળાઈ જેના કારણે હોય તેને કહેવાય છે ચારિત્ર મોહ. - પરમકૃપાળુ દેવનું એક મહત્ત્વનું વાક્ય છે. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અથવા નિવર્તાવવાનો અભ્યાસ જીવને સતત કર્તવ્ય છે. સમજાયું કંઈ ? બંધ વૃત્તિઓને શમાવવી અથવા જેનાથી આપણને બંધ થાય તે પ્રક્રિયાઓને ઉપશમાવી દેવી અથવા નિવર્તાવી દેવી. બિલકુલ મુક્ત થવાનો અભ્યાસ જીવે સતત કરવા જેવો છે. કઈ બંધ વૃતિઓ છે? શેમાંથી બંધ થાય છે? મોહભાવ તે બંધ વૃતિઓ છે. ટૂંકમાં તમામ બંધન કરનાર વૃત્તિઓને એક ખાનામાં મૂકવી. એ ખાનું છે બંધભાવ. મોહનીય કર્મના ઉદયથી આત્મામાં જે ભાવો થાય છે તે આત્માને બંધ કરનાર છે. ફરી, મોહનીય કર્મના ઉદયથી ગાફેલ હોય ત્યારે આત્મામાં જે ભાવો થાય છે તે ભાવો આત્માને બંધ કરનારા છે. જરા વિગતથી સમજીએ તો, “આપ હી બાંધે, આપ હી છોડે, નિજ મતિ શકિત વિકાસી’. પોતે જ પોતાને બાંધે છે અને પોતે જ પોતાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org