________________
૩૯૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છોડાવે છે. ચિદાનંદજી મહારાજે એક નાનકડી કડી કહી છે કે “બંધ નિજ આપ ઉદીરતા રે, અજા કૃપાની ન્યાય.” પોતે જ પોતાથી બંધાય છે અને પોતે જ પોતાના બંધનને તોડે છે. પોતે પોતાથી બંધાય છે તેનું ઉદાહરણ આપ્યું. એક ઠેકાણે છરી રાખી હતી અને ઘેટું ત્યાં ઊભું હતુ. ખાટકી જોડે હતો. તેને ઘેટાનો વધ કરવો હતો પણ છરી ભૂલી ગયો હતો તો લાવવી કયાંથી ? એવું થયું કે ઘેટાએ પગથી ખણી ખણીને જમીન ખુલ્લી કરી અને તેમાંથી છરી મળી આવી. ઘેટાએ પોતે જ ખણ્યું, ખોડ્યું અને ખાટકીને છરી મળી આવી અને તેણે ઘેટાનો વધ કર્યો. શાસ્ત્રોને એમ કહેવું છે કે આત્મા પોતે જ પોતાને બંધન કરે છે અને પોતે બંધાય છે. કોઇનો પણ વાંક કાઢશો નહિ કે કર્મ બહુ બળવાન છે, કાળ એવો છે, સંયોગો એવા છે, શું થાય ? ચોથા આરામાં જનમ્યા હોત તો સારું હતું. હવે જન્મી ચૂક્યાં, શું થાય? બળાપો ન કાઢો.
यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु ।
आकाशमिव पङकेन नासौ पापेन लिप्यते ।। મોહનીય કર્મનો ઉદય થાય ત્યારે જે તેની સાથે જોડાતો નથી તે જ્ઞાની છે અને જે જોડાય છે તેને કહેવાય છે અજ્ઞાની. આ મૌલિક સૂત્ર તમારા કામમાં લાગશે. ક્રોધ મોહનીય કર્મનો ઉદય છે, જે તેની સાથે જોડાયો, ક્રોધ કર્યો, તે ગયો. મોહનીય કર્મનો ઉદય છે અને અહંકાર કર્યો તે ઊડયો. મોહનીય કર્મનો ઉદય થાય ત્યારે તેની સાથે જોડાઈ જાય તે અજ્ઞાની અને મોહનીય કર્મના ઉદયમાં જે જોડાતો નથી તે જ્ઞાની છે. પૂજા કરવી, માળા ગણવી, પાઠ કરવો તે બહારની સાધના છે. મોહનીય કર્મના ઉદયમાં ન જોડાવું અને પોતાના સ્વરૂપમાં ઠરવું, પોતાના સ્વરૂપમાં ટક્યું આને કહેવાય છે જ્ઞાનભાવ અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવું તેને કહેવાય છે મોહભાવ. ઉપમા કેવી આપી ? “સાવકાશવિ પન નાસી પારેન સ્થિતે I’ વિશાળ આકાશને હાથમાં કાદવ લઈને લીંપવા જાવ તો આકાશ લેવાતું નથી તેમ આવો આત્મા પણ કર્મથી લપાતો નથી. તમે આ લીંક અને સાંકળ તોડો છો. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ કર્મને બંધ કરનાર ભાવો મોહના કારણે થાય છે. આત્માનું જે અજ્ઞાન છે, તેને મજબૂત કરવાનું કામ દર્શન મોહનીયનું છે. આ કામની વહેંચણી છે. મોહરાજાએ કામો વહેંચી દીધા છે.
મોહનીય કર્મના બે મુખ્ય દળ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. મોહરાજાએ દર્શન મોહનીય કર્મને કહ્યું કે “તારે એક જ કામ કરવાનું, આત્માને પોતાનું ભાન થવા ન દેવું, બેહોશીમાં રાખવો. હું આત્મા છું એમ કહેનારા સાધુઓ મળશે. શાસ્ત્રો હશે. એ વાંચશે પણ ખરો પણ તારે દઢતાપૂર્વક હું આત્મા નથી પણ હું શરીર છું, એ ઘૂંટાવવું, એવી ભ્રમણામાં રાખવો.” આ કામ દર્શન મોહને સોંપી દીધું. પરંતુ કદાચ દર્શન મોહનીયનું બળ તૂટી ગયું અને સમ્ય દર્શનની પ્રાપ્તિ થઈ તો ચારિત્ર મોહનીયને બીજું કામ કરવાનું, નાના નાના રાગ દ્વેષો અંદર ઉત્પન્ન કરવા, જેથી તેના મનમાં વિક્ષેપ થાય એટલે પોતાના સ્વરૂપમાં કરી ન શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org