________________
૪૦૦
પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા ક્રમાંક-૧૩૯ કંઈ ખ્યાલ આવે છે, શું કહેવાઈ રહ્યું છે? પહેલું કામ બહુ મોટું ને મહત્ત્વનું છે, આત્મા વિષે જ્ઞાન થાય જ નહીં. જગતમાં મોટા ભાગના લોકોને આત્મા શું છે તે ખબર જ નથી. આત્મા શબ્દ તેમના કાને ગયો જ નથી. ગયો હોય તો થાય કે હશે કંઈ, હું છગનલાલ મગનલાલ છું. કદાચ એ અજ્ઞાન દૂર થયું હોય, એ ભ્રાંતિ દૂર થઈ હોય તો રાગ દ્વેષથી મનમાં વિક્ષેપ થાય છે. ધ્યાનમાં હોઈએ અથવા માળા ગણતા હોઈએ અને મનમાં વિક્ષેપ થાય છે, તો વિક્ષિપ્ત મન પણ એક પ્રકારની ભ્રાંતિ છે.
આ ભ્રાંતિઓ ટળે કઈ રીતે ? બધી જ વખતે આત્મામાં દૃષ્ટિમાં રહે તો ભ્રાંતિ ટળે. ભ્રાંતિ ટાળનારા બે પરિબળો (૧) દર્શન (૨) ચારિત્ર (૧) દર્શન મોહનો ક્ષય થાય, ઉપશમ થાય, ક્ષયોપશમ થાય ત્યારે સમ્ય દર્શન થાય અને (૨) ચારિત્ર મોહનો ક્ષય થાય, ઉપશમ થાય, ક્ષયોપશમ થાય તો તેને સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય. આ બંને જો મળે તો તેનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થવો તેને કહેવાય છે જ્ઞાનભાવ અને આત્માનો ઉપયોગ જગતના પદાર્થોમાં જોડાઈ જવો તેને કહેવાય છે મોહભાવ. તમને કેટલું સ્પષ્ટ થયું ? પરમકૃપાળુદેવ કહે છે કે આના કરતાં વધારે શું કહેવું ? આત્માનો ઉપયોગ આત્મામાં જોડાય, તેમાં સ્થિર થાય તે જ જ્ઞાનીની દશા અને આત્માનો ઉપયોગ, આત્માને બદલે પર પદાર્થોમાં જોડાય તો અજ્ઞાનીની દશા. આત્માનો ઉપયોગ નથી તેનું નામ ભ્રાંતિ અને આત્માનો ઉપયોગ છે તેનું નામ જ્ઞાન.
મોહભાવ ક્ષય હોય જયાં, અથવા હોય પ્રશાંત ;
તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. આ જ્ઞાનીનું લક્ષણ છે. મોટા વકતા હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, હજારો શ્લોક કંઠસ્થ કર્યા હોય, કડકડાટ શાસ્ત્રો બોલતો હોય ને સાથે જો મોહભાવ ક્ષય હોય તો જ્ઞાની અને મોહભાવ ક્ષય થયો ન હોય તો અજ્ઞાની. આટલી ટૂંકીને ટચ વાત છે. તો સાધકે હવે કરવા જેવું શું રહ્યું ? તે આત્મભાવ દઢ કરતો જાય અને મોહભાવ તોડતો જાય. એક વાત એ પણ સમજી લો કે મોહભાવ તોડવા માટે આત્મભાવમાં સ્થિર થવા સિવાય બીજું કોઈ સાધન જ નથી. આત્મભાવમાં જ સ્થિર થવું પડશે. આત્મામાં જેટલો જેટલો સ્થિર થાય તેટલી ભ્રાંતિ ટળે. આ ભ્રાંતિમાંથી મુકિત મળે, એને મોહમાંથી મુકિત મળી તેમ કહેવાય. જે મોહમાંથી મુક્ત બન્યો તે રાગદ્વેષમાંથી મુક્ત બન્યો, એ કર્મોમાંથી મુક્ત બન્યો, તે જન્મમરણથી મુક્ત બન્યો. તે અહીં નહિ હોય પણ સિધ્ધશીલા ઉપર હશે. પરમપદ ઉપર હશે. આવી અવસ્થા જેનાથી પ્રાપ્ત થાય તેને કહેવાય છે જ્ઞાનભાવ. આ એક પક્ષ અત્યારે પૂરો થયો.
૧૪૦મી ગાથામાં એક બીજો પક્ષ છે. તેમાં ‘તે કહીએ જ્ઞાની દશા' લીટી છે. આ ૧૩૯માં ગાથામાં પણ તે કહીએ જ્ઞાનીદશા, એ જ લીટી છે પણ ત્યાં સંદર્ભ બદલાયો છે. અહીં લખ્યું છે ભ્રાંત-ભ્રાંતિ અને ૧૪૦મી ગાથામાં લખ્યું છે વાચાજ્ઞાન. બહુ બોલતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org